“નિમકી મુખિયા” ફેમ ભૂમિકા ગુરંગ એ શેખર મલ્હોત્રા સાથે કર્યા લગ્ન, જુવો દુલ્હા-દૂલ્હનની વાયરલ તસવીરો

બોલિવુડ

ટીવીની પ્રખ્યાત સિરિયલ “નિમકી મુખિયા” થી ઘર-ઘરમાં પ્રખ્યાત થયેલી અભિનેત્રી ભૂમિકા ગુરુંગ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. અભિનેત્રીએ 8 માર્ચે મુંબઈના ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભામાં એક એંટિમેટ સેરેમનીમાં લગ્ન કર્યાં હતાં. આ લગ્નમાં તેમના પરિવાર અને નજીકના મિત્રો શામેલ થયા હતા. ભૂમિકા ગુરુંગના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે અભિનેત્રી ભૂમિકા ગુરુંગે પોતાના સપનાના રાજકુમાર શેખર મલ્હોત્રા સાથે લગ્ન કર્યા છે. શેખર મલ્હોત્રા મુંબઈમાં એક રેસ્ટોરન્ટના માલિક છે. અભિનેત્રીએ શેખર મલ્હોત્રા સાથે ગુરુદ્વારામાં આનંદ કારજ સમારોહમાં લગ્ન કર્યા, જેની તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે ભૂમિકા ખૂબ જ ખુશ જોવા મળી રહી છે અને તેના ચહેરા પર ગ્લો પણ જોઈ શકાય છે.

ભૂમિકા ગુરુંગે પોતાના લગ્ન પહેલા “ઈ-ટાઈમ્સ” સાથે વાતચીત દરમિયાન એ કહ્યું હતું કે હું ખૂબ જ થાકી ગઈ છું અને પરેશાન છું, પરંતુ મને એ અનુભવવું પસંદ છે કે હું ટૂંક સમયમાં કોઈ એવી વ્યક્તિ સાથે લગ્ન કરીશ જેની સાથે હું મારું બાકીનું જીવન પસાર કરવા ઈચ્છું છું.

અભિનેત્રીએ આગળ કહ્યું હતું કે આ સંપૂર્ણપણે એક અલગ લાગણી છે. અમે બંને આ દિવસ આવવાની રાહ જોઈ રહ્યા હતા. એક મહિના પહેલા અમે નિર્ણય લીધો હતો કે માર્ચમાં આપણે લગ્ન કરી લેવા જોઈએ અને આજે અમે અહીં છીએ. દરેક છોકરીની જેમ મે પણ ઘણા સપના જોયા હતા કે મારા લગ્ન કેવી રીતે થવા જોઈએ અને મારા લગ્ન બસ તેવા જ છે, જે હું ઈચ્છું છું.

ભૂમિકા ગુરુંગ અને તેના પતિ શેખર મલ્હોત્રાએ પોતાના લગ્નમાં કલર કોઓર્ડિનેટેડ આઉટફિટ પહેર્યા હતા. તેના વિશે વાત કરતી વખતે ભૂમિકાએ કહ્યું હતું કે, “મારી પાસે મારા ડ્રેસ વિશે ઘણા વિચારો હતા પરંતુ જ્યારે હું ડિઝાઇનરના સ્ટોર પર ગઈ ત્યારે મેં આ લહેંગો જોયો અને મને લાગ્યું કે તે મારી રાહ જોઈ રહ્યો છે.”

ભુમિકા ગુરુંગ દુલ્હનના ગેટઅપમાં ખૂબ સુંદર લાગી રહી હતી. તેણે પિસ્તા રંગનો લહેંગો પહેર્યો હતો. પોતાના બ્રાઈડલ લુકને ભૂમિકાએ ગ્રીન એમરાલ્ડ જ્વેલરી સાથે પૂર્ણ કર્યો હતો. ભૂમિકા નથ, માંગ ટીકા, લાંબી બુટ્ટી, ચોકર સેટ અને નેકપીસ સાથે ક્મ્પ્લીટ લાગી રહી હતી. સાથે જ જો આપણે ભુમિકાના પતિની વાત કરીએ તો તેમણે વ્હાઈટ અને પિસ્તા કલરની શેરવાની પહેરી હતી. શેખરે લીલી પાઘડી અને શાલ કેરી કરી હતી. બંને કેમેરા સામે રોમેન્ટિક પોઝ આપતા જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે 6 માર્ચે ભૂમિકા ગુરુંગની પ્રી-વેડિંગ સેરેમની શરૂ થઈ હતી. ભૂમિકાની હલ્દી અને મહેંદી ફંક્શનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. જો આપણે ભૂમિકા ગુરુંગના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ, તો અભિનેત્રીને ટીવી સીરિયલ “નિમકી મુખિયા” થી ખૂબ સારી લોકપ્રિયતા મળી છે. પોતાના પાત્રથી ભૂમિકા ઘર-ઘરમાં પ્રખ્યાત થઈ ગઈ છે. ચાહકો ભૂમિકાને પ્રેમથી નિમકી મુખિયા કહે છે. શોમાં તેણે પોતાની દમદાર એક્ટિંગથી દરેકનું દિલ જીતી લીધું અને લોકો તેના ફેન બની ગયા. નિમકી મુખિયા સીરિયલ મન કી આવાઝ પ્રતિજ્ઞા 2 માં પણ જોવા મળી છે.