કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ ને મળી સૌથી ધમાકેદાર ઓપનિંગ, પહેલા જ દિવસે કરી આટલા અધધધ કરોડની કમાણી

બોલિવુડ

કાર્તિક આર્યન હિન્દી સિનેમા જગતના પ્રખ્યાત અભિનેતા છે અને આ સાથે હવે અભિનેતા ડાયરેક્ટરની પહેલી પસંદ બની ચુક્યા છે આવું શા માટે છે એ વાત પણ અભિનેતા એ સાબિત કરી દીધી છે. ખરેખર થોડા સમય પહેલા જ અભિનેતાની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ બોક્સ ઓફિસ પર રીલિઝ થઈ છે અને આ ફિલ્મ એ પોતાની ઓપનિંગમાં જ કમાણીના ઝંડા લગાવી દીધા છે. માહિતી માટે તમને જણાવી દઈએ કે આ પહેલા અક્ષય કુમારની ફિલ્મ ‘બચ્ચન પાંડે’એ પોતાની ઓપનિંગ પર 13 કરોડની કમાણી કરીને ઝંડા લગાવ્યા હતા. પરંતુ હવે કાર્તિક આર્યનની આ ફિલ્મ એ અક્કીની ફિલ્મને પણ પાછળ છોડી દીધી છે. અહીં સુધી કે કાર્તિક આર્યનની આ ફિલ્મ આ વર્ષની પહેલી સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ચુકી છે.

માહિતી માટે તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ દેશભરમાં લગભગ 3200 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. નોંધપાત્ર છે કે તમામ ફિલ્મ નિમેકર્સ દ્વારા અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે આ ફિલ્મ પોતાની ઓપનિંગમાં લગભગ ₹11 કરોડની આસપાસ કમાણી કરશે. પરંતુ આ ફિલ્મે આ અંદાજને પાછળ છોડીને પહેલા જ દિવસે લગભગ 14 કરોડનો બિઝનેસ કર્યો છે. ખરેખર તેનો તમામ શ્રેય એડવાન્સ બુકિંગને જાય છે. આર્યન અને કિયારા અડવાણીની આ હોરર કોમેડી ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. હવે જોવાનું એ છે કે આ ફિલ્મ આ અઠવાડિયે કેટલા કરોડ રૂપિયાની કમાણી કરે છે કારણ કે શનિવાર અને રવિવાર આવવાના બાકી છે.

જેમ કે તમે બધા જાણો છો કે થોડા સમય પહેલા રીલિઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ને આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ કહેવામાં આવી રહી હતી. બચ્ચન પાંડે ફિલ્મ હોળીના દિવસે રીલિઝ થઈ હતી અને આ ફિલ્મ એ પોતાની ઓપનિંગમાં 13 કરોડ રૂપિયાની કમાણી કરીને ઝંડા લગાવ્યા હતા. પરંતુ હવે થોડા સમય પહેલા જ રીલિઝ થયેલી કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 એ પોતાની ઓપનિંગમાં 14 કરોડનો બિઝનેસ કરીને આ ફિલ્મને પાછળ છોડી દીધી છે. જોકે આ ફિલ્મની શરૂઆતની કમાણી છે અને આવનારા દિવસોમાં ફિલ્મના આંકડામાં ફેરફાર થવાની શક્યતા છે. પરંતુ ગમે તે હોય પોતાની મૂવીની ઓપનિંગ પર કાર્તિક આર્યન એ કંગના રનૌતને પાછળ છોડી દીધી છે. કંગના ‘ધાકડ’ ફિલ્મની ઓપનિંગ પર માત્ર 1.20 કરોડ રૂપિયાની કમાણી કરી શકી છે.

માહિતી માટે તમને જણાવી દઈએ કે આ પહેલા કાર્તિક આર્યન ફિલ્મ ‘ધમાકા’માં જોવા મળ્યા હતા જે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રીલિઝ થઈ હતી. નેટફ્લિક્સ પર અભિનેતાની આ ફિલ્મ ટોપ ટેનમાં પણ શામેલ થઈ હતી અને હવે તો ભૂલ ભૂલૈયા 2 રિલીઝ થયા પછી, અભિનેતાની ફિલ્મએ ફિલ્મની ઓપનિંગ પર કમાણીનાં ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે.