ફિલ્મ ભૂતનાથનો બંકૂ આજે થઈ ગયો છે આટલો મોટો અને સ્માર્ટ, જુવો ચાઈલ્ડ એક્ટરની આજની તસવીર

બોલિવુડ

બોલીવુડના સુપરસ્ટાર કહેવાતા અમિતાભ બચ્ચનજીની એક્ટિંગની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. અમિતાભજી એ માત્ર ફિલ્મોમાં જ એક્ટિંગ કરી નથી, પરંતુ ઘણા એવા પ્રખ્યાત સ્ટાર્સ છે જેમના માટે અમિતાભજી એક રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યા છે. આજે, બાળકોથી લઈને વડીલો સુધી બધા તેમની એક્ટિંગની પ્રસંશા કરે છે. પછી ભલે તેમને ફિલ્મોમાં એક્શન રોલ મળ્યો હોય કે પછી કોઈ સીરિયસ પાત્રની ભુમિકા મળી હોય તે બધા સાથે અમિતાભજી એક ફની પાત્રમાં પણ પોતાને ખૂબ સુંદર રીતે ઢાળે છે. અને કદાચ આ જ કારણ છે કે તેમના તમામ એજ ગ્રુપમાં ચાહકો છે.

આવી સ્થિતિમાં જ્યારે અમિતાભ બચ્ચન એક તરફ ફિલ્મોમાં વડીલની ભુમિકા નિભાવતા જોવા મળે છે અને તે પાત્રોને કારણે પણ તેમના કરોડો ચાહકો છે. બીજી બાજુ, તેમણે વડીલો માટે પણ ઘણી મોટી ફિલ્મો બનાવી છે. સાથે જ બાળકોનું પણ બચ્ચનજી ખાસ ધ્યાન રાખે છે. જણાવી દઈએ કે તે તેમની કારકીર્દિમાં બાળકો માટે ભૂતનાથ, પા અને ભૂતનાથ રીટર્ન જેવી ફિલ્મો લાવ્યા છે.

આજે, અમે તમને અમિતાભજીની 2008 માં આવેલી ફિલ્મ ભૂતનાથ વિશે કંઇક વિશેષ જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે પણ ભૂતનાથ ફિલ્મ જોઇ છે, તો અમિતાભ બચ્ચન સિવાય તેમાં એક અન્ય પાત્ર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યું હતું. તે બીજુ કોઈ નહીં પણ એક નાના બળકનું પાત્ર હતું જે ખૂબ જ ક્યૂટ હતો અને ઈમોશનલ ભુમિકા નિભાવતો જોવા મળ્યો હતો, જેનું ઓનસ્ક્રીન નામ બંકુ હતું.

આ ફિલ્મની સ્ટોરી કંઈક એવી હતી કે અમિતાભ બચ્ચનનું એક ઘર હતું જેમાં તેમના જ બાળકો તેમને છોડીને ચાલ્યા ગયા હતા. તેના પછી બંકુ તેની માતા સાથે આ બંગલામાં રહેવા આવ્યો હતો. આ ફિલ્મમાં બંકુની માતાની ભૂમિકામાં અભિનેત્રી જૂહી ચાવલા જોવા મળી હતી. અને શાહરૂખ ખાન અમિતાભ જીના પુત્રની ભૂમિકામાં જોવા મળ્યો હતો.

અને જો વાત કરીએ આ શોના સૌથી પ્રખ્યાત પાત્રોની તો બંકુ તેમાં સામેલ હતો. આ પાત્ર બીજા કોઈએ નહીં પરંતુ જાણીતા બાળ કલાકાર અમન સિદ્ધિકી એ નિભાવ્યું હતું, જે દરેક દર્શકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો હતો. શરૂઆતમાં,મનોરંજક પાત્ર નિભાવ્યા પછી ખૂબ જ સુંદર અને વાસ્તવિક રીતે અમન ઈમોશનલ પાત્ર નિભાવતો પણ જોવા મળ્યો હતો.

અમનના આ પાત્રને લોકોના પ્રેમ અને સપોર્ટ મળ્યો હતો. અને આજે પણ આ ફિલ્મને ઘણા લોકો જોવી પસંદ કરે છે. બીજી બાજુ, જો આપણે વાત કરીએ અમનના પાત્રની તો હવે તે એકદમ હેન્ડસમ અને સ્માર્ટ દેખાવા લાગ્યો છે. આ ભૂમિકા નિભાવ્યા પછી, તેણે લોકોમાં જબરદસ્ત લોકપ્રિયતા મેળવી છે. જો કે હવે અમન હવે ફિલ્મી દુનિયાથી ખૂબ દુર છે અને તે લાંબા સમયથી કેમેરા સામે જોવા મળ્યો નથી. પરંતુ આજે પણ તે અમિતાભ બચ્ચન સાથે તેમની કોઈક સમયે વાત થતી રહે છે.

Leave a Reply

Your email address will not be published.