11 માર્ચના રોજ છે મહાશિવરાત્રી, આ દિવસે ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહિં તો તમારાથી નારાજ થઈ શકે છે કે ભોલેનાથ

ધાર્મિક

આ વખતે મહાશિવરાત્રીનો તહેવાર 11 માર્ચ 2021 ને ગુરુવારે ઉજવવામાં આવશે. હિન્દુ કેલેન્ડર અનુસાર દર વર્ષે ફાગણ મહિનામાં કૃષ્ણ પક્ષની ચૌદશ તિથિ પર મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી લોકો ઉજવે છે. આ દિવસે દેવોના દેવ મહાદેવની ખાસ રીતે પૂજા કરે છે. મહાશિવરાત્રીના દિવસે બધા જ ભક્તો મહાદેવની ભક્તિમાં લીન રહે છે. પૌરાણિક કથા અનુસાર આ દિવસે દેવોના દેવ મહાદેવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ કારણોસર મહાશિવરાત્રીનો તહેવાર શિવભક્તો માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.

જો શિવરાત્રીના તહેવાર પર ભગવાન શિવજીની સાથે ભગવાન પાર્વતીજીની પૂજા કરવામાં આવે, તો તેનાથી બંનેના આશીર્વાદ મળે છે. મહાશિવરાત્રિ પર અનેક જગ્યા પર ભાંગનો પ્રસાદ પણ વહેંચવામાં આવે છે. ભગવાન શિવજીના આશીર્વાદ મેળવવા માટે આ તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભક્તો આ દિવસે શિવજીની પૂજા દરમિયાન ઘણી ચીજો અર્પણ કરે છે. એવું માનવામાં આવે છે કે જો શિવજીની પ્રિય ચીજ અર્પણ કરવામાં આવે, તો જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે, પરંતુ મહાશિવરાત્રીના દિવસે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને આ આર્ટિકલ દ્વારા મહાશિવરાત્રીના દિવસે શું કરવું અને શું ન કરવું. તેના વિશે માહિતી આપવા જઇ રહ્યા છીએ.

ચાલો જાણીએ મહાશીવરાત્રી પર ક્યા કમ કરવા શુભ માનવામાં આવે છે: મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની પૂજા કરવી જોઇએ. જો આ દિવસે શિવલિંગની પૂજા કરવામાં આવે તો તેનાથી મનુષ્યને તેના જીવનમાં શુભ ફળ મળે છે. મહાશિવરાત્રી દરમિયાન ભગવાન શિવજીની પૂજા દરમિયાન સફેદ રંગના ફૂલોનો ઉપયોગ કરો. જો મહાશિવરાત્રીની પૂજામાં આંકડાના ફૂલનો ઉપયોગ કરવામાં આવે તો તે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

મહાશિવરાત્રિના તહેવાર પર શિવજીની સાથે સાથે માતા પાર્વતીજીની પૂજા કરો. આ કરવાથી વિવાહિત જીવનમાં ખુશીઓ મળે છે. જો કોઈ વ્યક્તિના લગ્નમાં અવરોધ આવી રહ્યા છે તો તે પણ દૂર થઈ જાય છે. મહાશિવરાત્રીના દિવસે નંદીની પૂજા જરૂર કરો. નંદિની પૂજા કર્યા વગર ભગવાન શિવજીની પૂજા અધૂરી માનવામાં આવે છે.

જો તમે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવજીના આશીર્વાદ મેળવવા ઈચ્છો છો, તો આ દિવસે બળદને લીલો ચારો ખવડાવો. ભગવાન શિવજીને બિલિપત્ર ખૂબ જ પસંદ છે, તેથી તમે પૂજા દરમિયાન બિલિપત્ર પર ચંદન વડે “ૐ નમઃ શિવાય” લખીને શિવલિંગ પર અર્પણ કરો. મહાશિવરાત્રિના દિવસે પ્રદોષ કાળમાં ભગવાન શિવજીની પૂજા કરવાની સાથે રાત્રિ જાગરણ કરીને ચારેય પહોરની પૂજા કરો.

મહાશિવરાત્રીના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ: મહાશિવરાત્રીના દિવસે તમે આ વાતનું ધ્યાન રાખો કે મોડે સૂધી ન સૂઓ. જો તમે વ્રત નથી કર્યું તો પણ તમે સવારે વહેલ ઉઠીને સ્નાન કરીને પૂજા કર્યા પછી જ ભોજન કરો. મહાશિવરાત્રીના દિવસે કાળા રંગના વસ્ત્રો ભૂલથી પણ ધારણ ન કરો. મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની પરિક્રમા કરતી વખતે જળ સ્થાન ભૂલથી પણ ન ઓળંગો.

મહાશિવરાત્રી પર ભગવાન શિવજીની પૂજા દરમિયાન તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે પૂજામાં હળદર, તુલસી, અને કુમકુમનો ઉપયોગ ન કરો. શિવજીને શંખથી જળ અર્પણ ન કરો. શિવજીની પૂજામાં કેતકી, ચંપાના ફૂલનો ઉપયોગ પણ ન કરો. મહાશિવરાત્રિના દિવસે કોઈ પણ પ્રકારનો વિવાદ ન કરો. મહાશિવરાત્રીના દિવસે માંસ અને દારૂનું ભૂલથી પણ સેવન ન કરો.

Leave a Reply

Your email address will not be published.