ભોજપુરી સિનેમાના આ 5 અભિનેતા કરે છે સૌથી વધુ કમાણી, ખેસારી કે નિરહુઆ જાણો કોણ છે નંબર 1

Uncategorized

સમયની સાથે સાથે ભોજપુરી સિનેમાનો પણ વિસ્તાર થતો ગયો છે અને ભોજપુરી સિનેમાની સાથે તેના કલાકારોએ પણ ખૂબ લોકપ્રિયતા મેળવી છે. ભોજપુરી સ્ટાર્સ હવે કોઈ બોલિવૂડ સ્ટારની જેમ ઓળખ ધરાવે છે. આજના સમયમાં ભોજપુરી સિનેમા પર નિરહુઆ, ખેસરી લાલ યાદવ અને પવન સિંહ જેવા સ્ટાર્સ પર રાજ કરી રહ્યા છે. ભોજપુરી સિનેમાના ટોપના અભિનેતા તેમની ફિલ્મોથી દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે અને ખૂબ નામ કમાવાની સાથે તે ખૂબ પૈસા પણ કમાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ચાલો આજે તમને ભોજપુરી સિનેમાના તે અભિનેતાઓ વિશે જણાવીએ જે કમાણીની બાબતમાં ટોપ પર છે અને પોતાની એક ફિલ્મ માટે તગડી ફી લે છે.

રવિ કિશન: રવિ કિશનને ભોજપુરી સિનેમાના સૌથી લોકપ્રિય અભિનેતા માનવામાં આવે છે. આ વાત નો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમને ભોજપુરી સિનેમાના અમિતાભ બચ્ચન પણ કહેવામાં આવે છે. રવિ કિશને પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.

રવિ કિશન માત્ર ભોજપુરી સિનેમા સુધી જ મર્યાદિત નથી રહ્યા, પરંતુ તે હિન્દી સિનેમામાં પણ પોતાની એક્ટિંગના જલવા બતાવી ચૂક્યા છે. આ ઉપરાંત રવિએ દક્ષિણ ભારતીય સિનેમામાં પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે દરેક જગ્યાએ સફળ રહ્યા છે. જણાવવામાં આવે છે કે રવિ કિશનને એક ફિલ્મ માટે 20 થી 50 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે.

ખેસારી લાલ યાદવ: જ્યારે રવિ કિશનને ભોજપુરી સિનેમાના અમિતાભ બચ્ચન કહેવામાં આવે છે ત્યારે ખેસારી લાલ યાદવને ભોજપુરી સિનેમાના સલમાન ખાન કહેવામાં આવે છે. ખેસારીલાલ યાદવની બોડીની જેમ તેમની ફેન ફોલોઇંગ પણ ખૂબ જ વધારે છે. ખેસારીની એક્ટિંગ તો કમાલની છે જ સાથે જ તે ચાહકોને પોતાના ગીતો પર પણ નચાવે છે.

ખેસારી એક અભિનેતા હોવાની સાથે જ શ્રેષ્ઠ સિંગર પણ છે. એક સમયે ખૂબ જ ગરીબીમાં જીવવાવાળા અને રસ્તા પર લિટ્ટી-ચોખા વેચવાવાળા ખેસારી આજે એક મોટા કલાકાર છે. ખેસારીએ તેના એક તાજેતરના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એક સમયે તેમની ક્ષમતા સાયકલ ચલાવવા સુધી પણ ન હતી. સાથે જ તમને જણાવી દઈએ કે, હવે તેમને એક ફિલ્મ માટે 35 થી 40 લાખ રૂપિયા આપવામાં આવે છે.

પવન સિંહ: પવન સિંહને ભોજપુરી સિનેમામાં પાવર સ્ટારના નામથી પણ ઓળખવામાં આવે છે. પવન સિંહ પણ આજના સમયમાં ભોજપુરી સિનેમાનું એક મોટું નામ છે. વર્ષ 2008 માં આવેલું ગીત ‘લોલીપોપ લાગેલુ’ થી પવન સિંહને ખૂબ લોકપ્રિયતા મળી હતી. આ ગીત ભારતની સાથે જ વિદેશમાં પણ ખૂબ પસંદ કરવમાં આવ્યું હતું.

પવન સિંહ સિંગર અને અભિનેતા બંને છે. તેણે ઘણા હિટ ગીત આપ્યા તો ઘણી હિટ ફિલ્મો પણ તેના ખાતામાં શામેલ છે. બે લગ્ન કરવાથી લઈને અભિનેત્રી અક્ષરા સિંહ સાથે અફેરને લઈને ખૂબ ચર્ચામાં રહેલા પવન સિંહને એક ફિલ્મ માટે લગભગ 30 થી 40 લાખ રૂપિયા ફી આપવામાં આવે છે.

દિનેશ લાલ યાદવ: આ લિસ્ટમાં ભલા ભોજપુરી ફિલ્મોના જુબલીસ્ટાર કહેવાતા દિનેશ લાલ યાદવ કેવી રીતે પાછળ રહી શકે. નિરહુઆના નામથી પ્રખ્યાત દિનેશ લાલને પણ આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. અન્ય સ્ટાર્સની જેમ નિરહુઆની ફેન ફોલોઇંગ પણ ખૂબ વધારે છે. લાખો-કરોડો ની સંખ્યામાં ચાહકો તેમને પસંદ કરે છે.

દિનેશ લાલ યાદવને ભોજપુરી સિનેમામાં સારો સમય થઈ ગયો છે. તે અત્યાર સુધીમાં પોતાની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી ચુક્યા છે. કહેવાય છે કે તેમની ફિલ્મો સફળતાની ગેરંટી હોય છે. પોતાની કારકિર્દીમાં ખૂબ નામ કમાવવાની સાથે જ નિરહુઆએ ખૂબ પૈસા પણ કમાયા છે. પ્રાપ્ત મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક ફિલ્મ માટે દિનેશ લાલ યાદવ 30 થી 35 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

રિતેશ પાંડે: રિતેશ પાંડે તેની એક ફિલ્મથી સરળતાથી 15 થી 20 લાખ રૂપિયાની મોટી કમાણી કરી લે છે. રિતેશ પાંડે માત્ર પોતાની દમદાર એક્ટિંગ માટે જ ચર્ચિત નથી પરંતુ તે સારું ગાઈ પણ લે છે.