કોલેજના દિવસોમાં ભાગ્યશ્રી માટે થોભી જતો હતો ટ્રાફિક, અભિનેત્રી એ શેર કરી આ રસપ્રદ યાદો, જાણો તેના વિશે

બોલિવુડ

વર્ષ 1989માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ દ્વારા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પગ મુકનાર પ્રખ્યાત અભિનેત્રી ભાગ્યશ્રીએ પોતાની પહેલી ફિલ્મથી જ ઈન્ડસ્ટ્રીમાં સ્ટારડમ મેળવ્યું હતું. આ ફિલ્મ રિલીઝ થયા પછી ભાગ્યશ્રી રાતોરાત સુપરસ્ટાર બની ગઈ હતી અને લોકો તેની એક ઝલક મેળવવા માટે આતુર રહેતા હતા. ત્યાર પછી ભાગ્યશ્રીએ થોડી જ ફિલ્મોમાં કામ કર્યું અને તેણે એક્ટિંગની દુનિયાથી અંતર બનાવી લીધું અને હિમાલય દાસાની સાથે લગ્ન કરીને પોતાનું ઘર વસાવી લીધું.

જણાવી દઈએ કે ભાગ્યશ્રી અને હિમાલય દસાનીએ વર્ષ 1990માં લગ્ન કર્યા હતા. હિમાલય અને ભાગ્યશ્રી બે બાળકોના માતા-પિતા છે. તેમના પુત્રનું નામ અભિમન્યુ દાસાની છે અને પુત્રીનું નામ અવંતિકા દાસાની છે, જે ખૂબ જ પ્રખ્યાત છે. ટૂંક સમયમાં જ ભાગ્યશ્રી પોતાના પતિ હિમાલય દાસાની સાથે રિયાલિટી શો ‘સ્માર્ટ જોડી’માં જોવા મળશે.

ખરેખર સ્ટાર પ્લસ પર એક રિયાલિટી શો ‘સ્માર્ટ જોડી’ શરૂ થવાનો છે. આ શોમાં સેલેબ્સ પોતાના પાર્ટનર્સ સાથે જોવા મળશે અને તેમના જીવન સાથે જોડાયેલા ઘણા મજેદાર કિસ્સા જણાવવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ભાગ્યશ્રી પણ પોતાના પતિ હિમાલયા સાથે શોમાં ભાગ લેવા જઈ રહી છે. આ જ શોનો એક પ્રોમો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્માર્ટ જોડીના સ્ટેજ પર ભાગ્યશ્રી પોતાના પતિ સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે. આ ઉપરાંત ભાગ્યશ્રીએ પોતાના કોલેજના દિવસો વિશે પણ રાજ ખોલ્યું. તેમણે જણાવ્યું કે કેવી રીતે જ્યારે તે કોલેજ જતી હતી ત્યારે આખો ટ્રાફિક થોભી જતો હતો.

ભાગ્યશ્રીએ જણાવ્યું કે, “જ્યારે હું કોલેજ જતી હતી ત્યારે ટ્રાફિક થોભી જતો હતો. બધા દરવાજા ખુલી જતા હતા અને ટ્રાફિક બંધ થઈ જતો હતો બસ એ કારણે કે હું તેમની ગર્લફ્રેંડ છૂં.” તેના પર મનીષ પોલ ભાગ્યશ્રીના પતિ હિમાલયને કહે છે કે ‘શું વાત છે તમે ટ્રાફિક રોકી દેતા હતા’. આ વાતનો જવાબ આપતા તે કહે છે, ‘રસ્તા પર કોઈ બેસી શકતું ન હતું’. પછી ભાગ્યશ્રી આગળ કહે છે કે, ‘ત્યાં તેમની હાજરીની પણ કોઈ જરૂર ન હતી, તેના બંદા હતા ઘણા બધા’.

 

View this post on Instagram

 

A post shared by StarPlus (@starplus) 

આ ઉપરાંત હિમાલય કહે છે કે, ‘અમારા લગ્નને ભલે વર્ષો થઈ ગયા હોય પરંતુ તેમનું હનીમૂન આજ સુધી ચાલી રહ્યું છે. આ વાત પર મજાક કરતા મનીષ પૉલ કહે છે કે ‘તો પછી ત્રીજું બાળક ક્યારે કરી રહ્યા છો’. તેના પર હિમાલયે કહ્યું કે ‘હું તો રોજ એપ્લિકેશન આપું છું.’ જણાવી દઈએ આ શોમાં ભાગ્યશ્રી ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ના ગીત ‘દિલ દિવાના બિન સજના કે માને ના’ પર ડાન્સ કરતા પણ જોવા મળશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ ભાગ્યશ્રી અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ‘થલાઈવી’માં જોવા મળી હતી.