પુત્ર ગોલાને ખોળામાં લઈને પૈપરાઝી સામે આવી ભારતી સિંહ, જુવો માતા-પુત્રનો આ ક્યૂટ વાયરલ વીડિયો

બોલિવુડ

પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયા આ વર્ષે એપ્રિલમાં એક પુત્રના માતા-પિતા બન્યા છે. ભારતી સિંહ તે અભિનેત્રીઓમં શામેલ છે જે પોતાના કામની સાથે સાથે પોતાના ઘરને પણ ખૂબ સારી રીતે સંભાળે છે. ભારતી સિંહ આ દિવસોમાં તેના પુત્ર ગોલા સાથે પોતાના મધરહુડ ફેઝને એંજોય કરી રહી છે. પુત્રના જન્મ પછી ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાની ખુશીનું કોઈ ઠેકાણું નથી. માતા બન્યા પછી ભારતી સિંહ કેટલી ખુશ છે, તેની ખુશી તો તે કોઈને કોઈ રીતે વ્યક્ત કરતી રહે છે.

ભારતી સિંહ દરેકના ચેહરા પર સ્માઈલ લાવે છે. જણાવી દઈએ કે ભારતી સિંહ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. જ્યારે તે કોઈ શોમાં જોવા મળતી નથી ત્યારે તે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને હસાવે છે. પુત્રને જન્મ આપ્યા પછી તરત જ ભારતી સિંહ કામ પર પરત ફરી છે. તે તેના પુત્રની સાથે કામને પણ સારી રીતે મેનેજ કરી રહી છે. આ દિવસોમાં ભારતી સિંહ ટીવીના રિયાલિટી સિંગિંગ શો “સારેગામાપા લિટલ ચેમ્પ” ને હોસ્ટ કરતા જોવા મળી રહી છે.

જણાવી દઈએ કે શોના શૂટિંગ દરમિયાન ભારતી સિંહ પોતાના પુત્ર ગોલાને પણ સેટ પર લઈ ગઈ હતી. ભારતી અને ગોલાની સેટ પર મસ્તી કરતા તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ માતા-પુત્રની જોડીને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

પુત્ર ગોલાને શો ના સેટ પર લઈ ગઈ ભારતી સિંહ: તમને જણાવી દઈએ કે જ્યારે ભારતી સિંહ શોના પ્રોમોનું શૂટિંગ કરી રહી હતી, તે દરમિયાન તેનો પુત્ર ગોલા વેનિટી વેનમાં હતો. ભારતી સિંહ આ દરમિયાન સ્કૂલ ડ્રેસમાં જોવા મળી હતી અને ગોલા સાથે મસ્તી કરતા જોવા મળી રહી હતી.

સૌથી ખાસ વાત એ છે કે ભારતી સિંહે પોતાના પુત્ર ગોલાને પૈપરાઝી સાથે મળાવ્યો. ભારતી અને ગોલાની ક્યૂટ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) 

ચાહકો સાથે કરી મુલાકાત: સેટની બહાર ભારતી સિંહના ચાહકો પણ હાજર હતા. તે પોતાના બાળકોને લઈને ત્યાં પહોંચ્યા હતા. ભારતી સિંહે ગોલાને તે બાળકો સાથે મળાવ્યો. આટલું જ નહીં, પરંતુ તેણે અન્ય માતાઓ અને તેમના બાળકો સાથે તસવીરો પણ ક્લિક કરાવી. ભારતી સિંહના આ વીડિયો અને તસવીરો જોઈને ચાહકો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. ભારતી સિંહની આ સ્ટાઈલ હંમેશા ચાહકોને ખૂબ પસંદ આવે છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં બોમ્બે ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન ભારતી સિંહે જણાવ્યું હતું કે તેને કામ માટે પુત્ર ગોલાને ઘરે એકલા છોડવામાં કોઈ વાંધો નથી. ભારતીએ કહ્યું કે, “મારો પુત્ર ઘર પર એકલો નથી. મારો પરિવાર, બે હેલ્પર્સ, હર્ષનો પરિવાર તેની આસપાસ હોય છે. આ ઉપરાંત, મેં ઘરે એક કેમેરો લગાવ્યો છે, જેના દ્વારા હું તેના પર નજર રાખું છું. તે સુરક્ષિત લોકો સાથે છે અને જ્યારે હું તેને ઘરે મુકું છું ત્યારે હું ગિલ્ટી નથી અનુભવતી.”