ભારતી સિંહે બેબી પ્લાનિંગ અંગે કર્યો મોટો ખુલાસો, કહ્યું કે…

બોલિવુડ

લાફ્ટર ક્વીન ભારતી સિંહ આ દિવસોમાં પતિ હર્ષ સાથે સોની ટીવીના ડાંસિંગ રિયાલિટી શો ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર હોસ્ટ કરતી જોવા મળી રહી છે. શોમાં બેંનેની કેમિસ્ટ્રી અને કોમેડી જોવા લાયક છે. જણાવી દઈએ કે ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર આ દિવસોમાં ટીઆરપી રેટિંગની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે છે. તેનો મોટા ભાગનો શ્રેય શોના હોસ્ટ હર્ષ અને ભારતીને જાય છે. આ શોમાં બંને એક બીજાની મસ્તી કરતા જોવા મળે છે. આ બંનેની મસ્તી દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. તાજેતરમાં જ શોના એક એપિસોડ દરમિયાન ભારતી સિંહે તેની પ્રેગનેંસી વિશે ખુલાસો કર્યો છે. તેણે તેના પતિ અને કો-હોસ્ટ હર્ષ લિંબાચિયાને વચન આપ્યું હતું કે તે આવતા વર્ષે તેમના પહેલા સંતાનની માતા બનશે.

કહ્યું 2021 માં રિયલ બેબી આવી જશે: ભારતીએ એક ડમી બેબી હાથમાં લઇને હર્ષ સાથે ડાન્સ કર્યો. આ પછી તેણે આ બેબીને દેખાડતા કહ્યું કે, તે નેશનલ ટીવી પર ઘોષણા કરવા જઈ રહી છે. 2020 માં આ બેબી ફેક છે, પરંતુ 2021 માં આ રિયલ બનશે. તેમના નિવેદન પછી, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભારતી પ્રેગ્નેંટ છે. જોકે આ અંગે ભારતીએ હજી સુધી કોઈ ઘોષણા કરી નથી. પરંતુ તેણીની વાતો પરથી લાગે છે કે તે જલ્દીથી બેબી પ્લાન કરી રહી છે. તેણે એમ પણ કહ્યું હતું કે તે શોની આગામી સિઝનને તે હાથમાં બેબી લઈને હોસ્ટ કરશે, અથવા તે પણ બની શકે છે કે ત્યારે તે પ્રેગનેંટ હોય.

પત્ની સાથે માઁ નો રોલ પણ નિભાવે છે: એપિસોડ દરમિયાન ભારતીએ હર્ષ સાથેના તેના સંબંધો વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે હોસ્ટ સંભાળતા જ તેમણે સાચા પ્રેમને સમજવાનું શરૂ કર્યું હતું અને હર્ષ તેના જીવનમાં પ્રેમનો પર્યાય બનીને આવ્યા છે. ભારતીએ કહ્યું કે, તે તેના ભગવાન એટલે કે તેના પતિ હર્ષનો ચહેરો જોઈને જ પોતાના દિવસની શરૂઆત કરે છે. ભારતી કહે છે કે હર્ષ વિના તે તેની જિંદગીનો વિચાર કરી શકતી નથી. “ભારતીએ આગળ કહ્યું કે તે દરરોજ સવારે હર્ષ પહેલાં જાગે છે અને તેની જરૂરિયાત ચીજો તૈયાર રાખે છે. તે કહે છે કે તે જાણે છે કે હર્ષની માતાએ તેના પુત્રને સોંપ્યો છે તો તેની કેટલી જવાબદારી છે. તેથી તે તેની પત્ની ની સાથે-સાથે તેની માઁ નો રોલ પણ નિભાવે છે. ”

પહેલા 2020 માં વધારવા ઇચ્છતી હતી પરિવાર: ભારતીસિંહે મેમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે 2020 માં માતા બનવા ઇચ્છતી હતી. પરંતુ કોરોના રોગચાળાએ તેના ઇરાદા પર પાણી ફેરવ્યું. ભારતીએ કહ્યું હતું કે, તેણે અને હર્ષે 2020 માં જ બાળક વિશે વિચાર્યું હતું. પરંતુ જ્યારે દેશ કોરોના રોગચાળા સાથે સંઘર્ષ કરી રહ્યો છે, તો આવા વાતાવરણમાં તે તેના બાળકને લાવવા ઇચ્છતી નથી. તેણે કહ્યું કે તે તેના બાળકને લઈને કોઈ જોખમ લેવા માંગતી નથી. તે ઇચ્છે છે કે તેના બાળકનો જન્મ સારા અને સ્વસ્થ વાતાવરણમાં થાય. આથી જ તેણે આ વર્ષે બેબી પ્લાન નથી કર્યો. આ પહેલા ડિસેમ્બર 2018 માં પણ તેમણે બેબી પ્લાનિંગ પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “2019 માં અમે બેબી પ્લાન કરીશું અને અમારા સંબંધોને નેક્સ્ટ લેવલ પર લઈ જઈશું.”

Leave a Reply

Your email address will not be published.