ભારતી સિંહ એ દુનિયાને બતાવ્યો પોતાના પુત્રનો ચેહરો, જુવો તેના પુત્રની ક્યૂટ તસવીરો

બોલિવુડ

પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ પોતાની જબરદસ્ત કોમેડી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે, જેના કારણે તેને “કોમેડી ક્વીન” ના નામથી પણ ઓળખવામાં આવે છે. જણાવી દઈએ કે 3 એપ્રિલ, 2022ના રોજ ભારતી સિંહના ઘરે એક નાના મેહમાનનો જન્મ થયો હતો. ભારતી સિંહના પતિ હર્ષ લિમ્બાચીયાએ પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પોતાના ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા છે. પિતા બન્યા પછી હર્ષ લિમ્બાચીયાની ખુશીનું કોઈ ઠેકાણું નથી અને ભારતી સિંહ પણ પોતાના મધરહુડને એંજોય કરી રહી છે.

તમને જણાવી દઈએ કે જ્યારથી ભારતી સિંહ જ્યારથી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ છે ત્યારથી તેણે પોતાના પુત્રને દુનિયાની નજરથી છુપાવીને રાખ્યો છે. સાથે જ ભારતી સિંહના ચાહકો પણ તેમના બાળકની એક ઝલક મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે ચાહકોની રાહ પૂરી થઈ ગઈ છે. ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાએ પોતાના પુત્ર લક્ષ્યની ઘણી તસવીરો અને ક્યૂટ વીડિયો ચાહકો સાથે શેર કર્યા છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હવે તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે પોતાના પુત્ર લક્ષ્યનો ચેહરો દુનિયાને બતાવ્યો છે.

ભારતી સિંહે બતાવ્યો તેના પુત્રનો ચેહરો: ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાના પુત્રની કેટલીક તસવીરો સામે આવી છે, જે ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. છેવટે ભારતી સિંહે પોતાના પુત્રનો ચેહરો દુનિયાને બતાવ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા તેમના પુત્ર લક્ષ્યને પ્રેમથી ગોલા કહે છે. હવે બંનેએ પોતાના પુત્રનો નિર્દોષ ચેહરો બતાવ્યો છે. ગોલા એટલે કે લક્ષ્ય લિમ્બાચીયા 3 મહિનાનો થઈ ગયો છે, તેથી આ તક પર ભારતી એ પોતાના પુત્રનો ચેહરો બતાવ્યો છે.

ખૂબ લાંબા સમયથી ચાહકો ગોલાને જોવા માટે તરસી રહ્યા હતા. ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા અવારનવાર તેના વિશે મીઠી વાતો કરતા જોવા મળતા હતા. પરંતુ ક્યારેય પણ તેનો ચેહરો બતાવવામાં આવ્યો ન હતો. ભારતી સિંહ તેના પરિવારની વાત ખૂબ માને છે. તેથી, વડીલોના કહેવા પર તેમણે 3 મહિના સુધી ગોલાનો ચહેરો બતાવ્યો ન હતો. હવે ગોલાનો ચેહરો સામે આવ્યો છે, જેને જોઈને ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ ભારતી સિંહના પુત્રની ક્યૂટનેસ પર દિલ હારી રહ્યા છે.

હવે ભારતી સિંહના પુત્રની ક્યૂટનેસની લોકો અન્ય સ્ટાર કિડ્સ સાથે સરખામણી કરતા જોવા મળી રહ્યા છે. ઘણા યુઝર્સનું કહેવું છે કે ભારતી સિંહનો પુત્ર લક્ષ્ય સૈફ અલી ખાન અને કરીના કપૂરના પુત્ર જેહ અને તૈમૂરથી પણ વધુ ક્યૂટ છે. આ સાથે જ યુઝર્સ ભારતીના પુત્રની વધુ ક્યૂટ તસવીરો અને વીડિયોની ડિમાન્ડ કરતા જોવા મળી રહ્યા છે.

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાએ મુંહ દિખાઈ માટે તમામ તૈયારીઓ કરી હતી. ઘર સંપૂર્ણ રીતે શણગારેલું હતું. ગોલા માટે ખાસ રીતે એક મોટું બોક્સ મંગાવવામાં આવ્યું હતું, જેમાં તેને સુવડાવવામાં આવ્યો અને પછી તેને અનબોક્સ કરવામાં આવ્યો અને ત્યાર પછી ગોલાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.

જેવી ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાના પુત્રની પહેલી ઝલક જોવા મળી તો ચાહકોના દિલ હારી ગયા. તમે પણ તેને જોઈને ખૂબ જ પ્રેમ વરસાવતા તમારી જાતને રોકી શકશો નહીં.

ભારતીએ પોતાની યુટ્યુબ ચેનલ ‘લાઇફ ઓફ લિમ્બાચિયા’ પર પોતાના પુત્રનો ચેહરો બતાવતા એક વીડિયો શેર કર્યો છે. ભારતી સિંહે આ વીડિયોને શેર કરતા પૂછ્યું કે, “જણાવો ગોલા કોના પર ગયો છે, મમ્મી અથવા પાપા પર.”