માતા બન્યા પછી ભારતી સિંહ પહેલી વખત પહોંચી પિયર, નાનીના ઘરે થયું ‘ગોલા’ નું ભવ્ય સ્વાગત, જુવો વીડિયો

બોલિવુડ

“લાફ્ટર ક્વીન” ભારતી સિંહ તે અભિનેત્રીઓમાંથી એક છે જે કામની સાથે-સાથે પોતાનું ઘર પણ ખૂબ સારી રીતે સંભાળે છે. ભારતી સિંહ આ દિવસોમાં પોતાના પુત્ર ગોલા સાથે મધરહુડ પિરિયડને એંજોય કરી રહી છે. જણાવી દઈએ કે જ્યારે ભારતીએ પોતાના પુત્ર “ગોલા” ને જન્મ આપ્યો હતો, ત્યારે તેના થોડા દિવસો પછી જ કામ પર પરત આવી હતી. પરંતુ તેની પહેલી પ્રાથમિકતા તેનો પુત્ર જ છે. પુત્રના જન્મ પછી ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાની ખુશીનો કોઈ પાર નથી.

માતા બન્યા પછી ભારતી સિંહ કેટલી ખુશ છે, તેની ખુશી તે કોઈને કોઈ માધ્યમ દ્વારા વ્યક્ત કરતી રહે છે. એવું કહેવાય છે કે જ્યારે કોઈ સ્ત્રી માતા બને છે ત્યારે બાળકની સાથે તેનો પણ બીજો જન્મ થાય છે. માતા બન્યા પછી જ્યારે ભારતી સિંહે પહેલી વખત પોતાના પુત્રને ખોળામાં ઉઠાવ્યો તો તે પોતાની બધી મુશ્કેલીઓ, બધા દુઃખ ભૂલી ગઈ હતી.

ભારતી સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પોતાના પુત્રની કેટલીક તસવીરો શેર કરતી રહે છે. જણાવી દઈએ કે ભારતી સિંહે 3 એપ્રિલ 2022ના રોજ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો હતો. તે એક પ્રેમાળ પુત્રની માતા બની છે. ભારતી સિંહના પતિ હર્ષ લિમ્બાચીયાએ પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી આ વાતની માહિતી આપી હતી. તેણે એક ક્યૂટ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે “છોકરો થયો છે”. તાજેતરમાં, તે પોતાના પુત્ર સાથે તેની માતાના ઘરે ગઈ છે, જેનો વીડિયો તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે. ચાલો તમને તે વિડીયો બતાવીએ.

પુત્રના જન્મ પછી ભારતી સિંહ પહેલી વખત પિયર પહોંચી ભારતી સિંહ: તમને જણાવી દઈએ કે ભારતી સિંહે પોતાની યુટ્યુબ ચેનલ “લાઇફ ઓફ લિમ્બાચીયાસ” પર 23મી જૂનના રોજ એક નવો વીડિયો શેર કર્યો, જેમાં જોઈ શકાય છે કે ભારતી સિંહના પુત્રનું પોતાની નાનીના ઘરમાં કેવી રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતી સિંહના પુત્રનું પોતાની નાનીના ઘરમાં આરતી ઉતારીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારતી સિંહ દ્વારા પોતાની યુટ્યુબ ચેનલ પર જે વિડિયો શેર કરવામાં આવ્યો છે, તેમાં તેણે આ વાતનો ખુલાસો કર્યો છે કે તે પોતાની ભત્રીજી દીક્ષાને સરપ્રાઈઝ આપવા જઈ રહી છે અને તેની સાથે બર્થડે લંચમાં શામેલ થશે.

ભારતી સિંહના પરિવારના સભ્યો તેના લાડલાને મળીને ખૂબ જ ખુશ થયા અને આ ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી હતી.

ભારતી સિંહ એ વીડિયોમાં પોતાના ચાહકોને પોતાના પિયરના ઘરની પણ ટૂર કરાવી. તેણે એ જણાવ્યું કે આટલા મહિનાઓ પછી ઘરે આવીને તે ખૂબ જ ખુશ છે. આ સાથે તે ખૂબ જ અસ્વસ્થતા અનુભવી રહી છે.

ભારતી સિંહે ખુલાસો કર્યો કે તેની માતા ઘર પર નથી, કારણ કે તેને અમૃતસરમાં કામ હતું. જો કે, ભારતી સિંહ એ કહ્યું કે જ્યારે તે પરત આવશે, ત્યારે તે તેના પુત્રને તેની માતાને મળાવવા માટે લાવશે. અહીં જુઓ તે વિડિયો.