પુત્રને લઈને ઘરે પહોંચી ભારતી સિંહ, પતિ હર્ષે સીના સાથે લગાવ્યો પુત્રને, જુવો તેમની આ વાયરલ તસવીરો

બોલિવુડ

તાજેતરમાં જ પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહના ઘરે કિલકારી ગુંજી હતી. ભારતી અને તેના પતિ હર્ષ લિમ્બાચીયા એક પુત્રના માતા-પિતા બન્યા છે. ‘લાફ્ટર ક્વીન’ ભારતી સિંહે 4 એપ્રિલે પુત્રને જન્મ આપ્યો છે. તે પોતાની પ્રેગ્નન્સીના કારણે લાંબા સમયથી ચર્ચામાં હતી.

જણાવી દઈએ કે હોસ્પિટલમાં લગભગ ત્રણ દિવસ સુધી દાખલ રહ્યા પછી હવે ભારતીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ભારતી પોતાના પતિ હર્ષ લિમ્બાચીયા અને નવજાત પુત્ર સાથે હોસ્પિટલની બહાર જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર ભારતી સિંહ અને હર્ષની પોતાના પુત્ર સાથેની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

જણાવી દઈએ કે ગુરુવારે ભારતીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ભારતી અને હર્ષ ત્યાર પછી પોતાના નવજાત પુત્રને લઈને હોસ્પિટલથી ઘર તરફ રવાના થયા. જ્યાં હોસ્પિટલની બહાર કપલનો સામનો પૈપરાઝી સાથે પણ થયો. જોકે પૈપરાઝી ભારતી અને હર્ષના પુત્રનો ચહેરો પોતાના કેમેરામાં કેદ કરી શક્યા નહિં.

પૈપરાઝી ને પોઝ આપતા ભારતી સ્માઈલ કરતા જોવા મળી તો સાથે જ હર્ષે એ પુત્રને ખોળામાં લીધો હતો. હર્ષ અને ભારતીના પુત્રનો ચહેરો ઢંકાયેલો હતો. હાલમાં તેના પુત્રનો ચહેરો સામે આવ્યો નથી. સોશિયલ મીડિયા પર આ તસવીરો પ્રખ્યાત સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણી દ્વારા શેર કરવામાં આવી છે.

હર્ષ-ભારતીએ સોશિયલ મીડિયા પર આપી હતી પુત્રના જન્મની માહિતી: હર્ષ અને ભારતીએ પુત્રના જન્મની ખુશી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા આપી હતી. બંનેએ પોતપોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી અને સાથે લખ્યું હતું કે, “It’s a BOY”. જણાવી દઈએ કે હર્ષ અને ભારતીને માતા-પિતા બનવા પર ઘણા સેલેબ્સે શુભેચ્છાઓ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

પતિના ચેહરા પરથી ભારતી એ હટાવ્યો માસ્ક: હર્ષ અને ભારતી જ્યારે પોતાના નવજાત બાળકને લઈને હોસ્પિટલની બહાર આવ્યા ત્યારે હર્ષે પોતાના ચહેરાને માસ્કથી ઢાંકી રાખ્યો હતો. બંને જ્યારે પૈપરાઝીને પોઝ આપી રહ્યા હતા ત્યારે ભારતીએ હર્ષના ચહેરા પરથી માસ્ક હટાવી દીધો હતો. કપલની આ સ્ટાઈલ જણાવે છે કે બંને વચ્ચે કેટલો પ્રેમ છે. જણાવી દઈએ કે ભારતીને ડિલિવરી માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ચાહકો નામ અને બાળકની પહેલી તસવીરની જોઈ રહ્યા છે રાહ: ભારતી અને હર્ષે હજુ સુધી પોતાના ચાહકોને પોતાના પુત્રનો ચહેરો બતાવ્યો નથી. ચાહકો કપલના પુત્રની પહેલી તસવીર અને તેના નામની રાહ જોઈ રહ્યા છે. નોંધપાત્ર છે કે જ્યારે ભારતી પ્રેગ્નેંટ હતી ત્યારે જ તેના બાળક માટે ચાહકોએ ઘણા નામ સૂચવ્યા હતા.

પ્રેગ્નેંસીમાં પણ કામ કરતી રહી ભારતી: ભારતી સિંહે પ્રેગ્નેન્સી દરમિયાન પણ પોતાના કામમાંથી રજા લીધી ન હતી અને તે પ્રેગ્નેન્સી દરમિયાન પણ કામ કરતી રહી. તેણે ડિલિવરીના છેલ્લા દિવસ સુધી ‘હુનરબાઝઃ દેશ કી શાન’ શો માટે પણ શૂટિંગ કર્યું હતું. આ શોમાં ભારતી સાથે તેનો પતિ હર્ષ પણ હોસ્ટની ભૂમિકામાં જોવા મળે છે.

વર્ષ 2017 માં કર્યા હતા લગ્ન: ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાએ વર્ષ 2017માં ભવ્ય રીતે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. હવે લગ્નના લગભગ પાંચ વર્ષ પછી હર્ષ અને ભારતી એક પુત્રના માતા-પિતા બન્યા છે.