ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ફરીથી આવ્યા ખરાબ સમાચાર, વાત કરતા-કરતા જ આ અભિનેત્રીએ દુનિયાને કહ્યું અલવિદા

બોલિવુડ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચારોનો સિલસિલો સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યો. થોડા સમય પહેલા જ આપણે દિગ્ગજ સિંગર લતા મંગેશકરને અલવિદા કહી ચુક્યા છીએ. સાથે જ રવિના ટંડનના પિતા અને ફિલ્મ ડિરેક્ટર-પ્રોડ્યૂસર રવિ ટંડન પણ આ દુનિયામાં રહ્યા નથી. હવે સમાચાર આવી રહ્યા છે કે કન્નડ ફિલ્મની પ્રખ્યાત અભિનેત્રી અને થિયેટર કલાકાર ભાર્ગવી નારાયણ પણ હવે આપણી વચ્ચે નથી રહી.

83 વર્ષની ઉંમરમાં ભાર્ગવી નારાયણનું થયું નિધન: ભાર્ગવી નારાયણ 83 વર્ષના હતા. 14 ફેબ્રુઆરી, સોમવારે સાંજે લગભગ 7:30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનની માહિતી તેમના પુત્ર પ્રકાશ બેલાવાડીએ આપી. તેમણે જણાવ્યું કે ભાર્ગવી છેલ્લા બે વર્ષથી તેની ઉંમરને કારણે ઘણી બીમારીઓ સામે લડી રહી છે. તે સાંજે પડી ગયા હતા. તેને પેલ્વિસમાં ફેક્ચર થયું હતું. તે ખૂબ જ નબળા જોવા મળી રહ્યા હતા. તેમણે થોડીવાર અમારી સાથે વાત પણ કરી પરંતુ પછી તેનો શ્વાસ અટકી ગયો.

કન્નડ સિનેમામાં હતી ખાસ ઓળખ: ભાર્ગવી કન્નડ સિનેમાની પ્રખ્યાત હસ્તી હતી. તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી. તેમને 4 બાળકો અને પૌત્રો છે. તેમના પતિ બેલાવાડી નંજુન્દૈયા નારાયણ પ્રખ્યાત મેક-અપ આર્ટિસ્ટ હતા જેમને નાની ના નામથી ઓળખવામાં આવતા હતા. બંનેની મુલાકાત કોલેજમાં થિયેટરના દિવસોમાં થઈ હતી. કપલે 50 વર્ષ પહેલા જયનગરમાં પોતાનું ઘર ગ્રીન હાઉસ બનાવ્યું હતું. નાની 2003માં 75 વર્ષની ઉંમરમાં દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા.

પાર્થિવ દેહનું કરવામાં આવશે દાન: ભાર્ગવીની પૌત્રી સંયુક્તા પણ એક કન્નડ ફિલ્મ અભિનેત્રી છે. તેમણે દાદીના નિધન પર શ્રદ્ધાંજલિ આપતા ટ્વિટ કર્યું. તેમણે લખ્યું, “મારી દાદી… અજ્જી ભજ્જી… આજે સાંજે 7:30 વાગ્યે નિધન થયું છે.” પુત્ર પ્રકાશના કહેવા મુજબ ભાર્ગવી નારાયણનું શરીર તેમની ઈચ્છા મુજબ સેન્ટ જોન્સ હોસ્પિટલને દાન કરવામાં આવશે. તેમની આંખો નેત્રધામ સંસ્થાને દાન કરવામાં આવશે. હાલમાં તેમની પુત્રી સુજાતાની મુંબઈથી આવવાની રાહ જોવામાં આવી રહી છે, ત્યાર પછી મૃતદેહનું દાન કરવામાં આવશે.

600 થી વધુ નાટકોમાં કર્યું કામ: ભાર્ગવી નારાયણે 600 થી વધુ નાટકોમાં કામ કરી ચુક્યા હતા. તેમણે ડૉ. રાજકુમાર-સ્ટારર ઇરાડુ કનાસુ (1974), પલ્લવી અનુ પલ્લવી (1983), બા નલ્લે મધુચંદ્રેકે (1993) અને પ્રોફેસર હુચુરયા જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને 1974-75માં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. તે 2019 માં રાજ્યોત્સવ એવોર્ડ પણ પોતાના નામે કરી ચુક્યા છે. તે ના કાંડા નમ્માવરુની લેખક પણ રહી.

લખી ચુકી છે પોતાની બાયોગ્રાફી: ભાર્ગવી નારાયણે 2012માં નાનુ ભાર્ગવી નામથી પોતાનીની બાયોગ્રાફી પણ લખી હતી. તેના માટે તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો. તે કર્મચારી રાજ્ય વીમા નિગમમાં પણ કામ કરતા હતા. છતાં પણ તેણે થિયેટર અને સિનેમા વચ્ચે સંતુલન જાળવી રાખ્યું. સાથે જ ભાર્ગવી કર્ણાટક નાટક અકાદમીની સભ્ય પણ હતી.