બીજી વખત પિતા બન્યા હરભજન સિંહ, જાણો પત્ની ગીતા બસરાએ પુત્રને જન્મ આપ્યો કે પુત્રીને…

રમત-જગત

પિતા બનવાનું સુખ દુનિયાના સૌથી મોટા સુખમાંથી એક હોય છે. દરેક પુરૂષ આ દિવસનું સ્વપ્ન જુવે છે. કેટલાક નસીબદાર લોકો એવા પણ હોય છે જેમને આ સુખ એકથી વધુ વખત અનુભવવા મળે છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી હરભજન સિંહ તેમાંથી એક છે. તાજેતરમાં આપણા ભજ્જી બીજી વખત પિતા બન્યા છે. તેમની પત્ની ગીતા બસરાએ એક પુત્રને જન્મ આપ્યો છે. પિતા બન્યા પછી હરભજનની ખુશી સાતમા આસમાન પર છે.

પિતા બન્યા પછી હરભજને તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક ટ્વીટ પણ કર્યું છે. તેમાં તેણે જણાવ્યું કે તેના ઘરે એક પુત્રનો જન્મ થયો છે. પુત્ર અને પત્ની બંને સ્વાસ્થ હોવા માટે તેમણે ભગવાનનો આભાર માન્યો છે. આ સાથે હરભજને તેમને અભિનંદન આપનારા લોકોનો પણ આભાર માન્યો છે. ભજ્જીએ જેવા તેના પિતા બનવાના સમાચાર આપ્યા કે તેના કરોડો ચાહકો અને ક્રિકેટ જગતની પ્રખ્યાત હસ્તીઓ તેને અભિનંદન આપવા લાગ્યા.

જણાવી દઈએ કે હરભજન સિંહ અને ગીતા બસરાના લગ્ન 29 ઓક્ટોબર 2015 ના રોજ થયા હતા. આ લગ્નના એક વર્ષ પછી જ ગીતાએ પુત્રીને જન્મ આપ્યો હતો. આ કપલે તેમની પુત્રીનું નામ હિનાયા રાખ્યું છે. હવે 5 વર્ષની હિનાયાને પોતાની સાથે રમવા માટે એક ભાઈ મળી ગયો છે. આ રીતે હરભજનનો પરિવાર પૂર્ણ થઈ ગયો છે.

હરભજનની પત્ની ગીતા એક બોલિવૂડ અભિનેત્રી છે. તેણે માર્ચ 2021 માં જ બીજી વખત માતા બનવાના સમાચાર આપ્યા હતા. ત્યારે તે પ્રેગ્નેંટ હતી. આ પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું હતું – ‘કમિંગ સુન.. જુલાઈ 2021’.

ત્યાર પછી તે ઘણી વાર પોતાની પ્રેગ્નેંસીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી ચુકી હતી. તેના બેબી બમ્પ વાળી તસવીરો ચાહકોને ખૂબ પસંદ આવતી હતી. હવે 9 મહિના રાહ જોયા પછી, તેનું બાળક આ દુનિયામાં આવી ગયું છે. ભજ્જી અને ગીતા બંને પોતાના ઘરે આવેલા આ નાના મહેમાનને જોઈને ખૂબ ખુશ થઈ રહ્યા છે.

ગીતા અને હરભજનની લવ સ્ટોરી પણ ખૂબ જ રસપ્રદ છે. ભજ્જીએ પહેલી વખત ગીતાને ટીવી પર જોઈ હતી. તે સમયે તે યુવરાજ સાથે ઇંગ્લેન્ડમાં હતા. તેને ગીતા પહેલી વખતમાં જ પસંદ આવી ગઈ હતી. ત્યારે યુવીએ કહ્યું હતું કે તેના બોલિવૂડમાં કનેક્શન છે અને તે ગીતાની માહિતી કાઢવામાં મદદ કરશે.

પછી આફ્રિકામાં ટી -20 મેચ જીત્યા પછી ભજ્જીએ એક મિત્ર પાસેથી ગીતાનો નંબર લીધો અને તેને પોતાની સાથે કોફી પીવાના બહાને ડેટ પર બોલાવી. ગીતાએ ચાર દિવસ સુધી ભજ્જીના મેસેજનો જવાબ ન આપ્યો. પરંતુ પછી તે માની ગઈ. બસ ત્યાંથી જ બંનેની લવ સ્ટોરી શરૂ થઈ અને લગ્ન સુધી પહોંચી ગઈ. ગીતાને આપણે ‘દિલ દે દિયા હૈ’ અને ‘ધ ટ્રેન’ જેવી ફિલ્મોમાં ઇમરાન હાશ્મીની વિરુદ્ધ જોઈ ચુક્યા છીએ. જોકે તેની બોલિવૂડ કારકીર્દિ કંઈ ખાસ રહી નથી. લગ્ન પછી તે ઈન્ડસ્ટ્રીથી સંપૂર્ણ ગાયબ થઈ ગઈ.