ભાભીજી ઘર પર હૈ: જાણો કોને મળે છે સૌથી વધુ ફી અને કોણ લે છે સૌથી ઓછી ફી

બોલિવુડ

‘ભાભીજી ઘર પર હૈ!’ નાના પડદા પરની એક પ્રખ્યાત અને ચર્ચિત સિરિયલ છે. આ કોમેડી સિરિયલ દરેકને ખૂબ જ પસંદ આવે છે. ઘણા વર્ષોથી આ સીરિયલ દર્શકોનું મનોરંજન કરતા જોવા મળી રહી છે. આ શો અને તેની કાસ્ટ દરેક ઘરમાં લોકપ્રિય છે.

જણાવી દઈએ કે ‘ભાભીજી ઘર પર હૈ!’ની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. આ શો લગભગ સાત વર્ષથી ચાલી રહ્યો છે. દર્શકોને હસાવવામાં શોના તમામ કલાકારો કોઈ કસર છોડતા નથી, જો કે શું તમે જાણો છો કે તમને હસાવવા અને ગલીપચી કરવાના બદલામાં શોમાં કામ કરતા કલાકારોને કેટલા પૈસા મળે છે. કદાચ તમારી પાસે જવાબ નહીં હોય. તો ચાલો આજે જાણીએ આ શોમાં કામ કરતા કલાકારોને મળતી ફી વિશે.

મનમોહન તિવારી (રોહિતાશ ગૌર): શોમાં મનમોહન તિવારીની ભૂમિકા નિભાવનાર અભિનેતાનું સાચું નામ રોહિતાશ ગૌર છે. જણાવી દઈએ કે શોની શરૂઆતથી જ રોહિતાશ ગૌર આ શો સાથે જોડાયેલા છે અને તે આ પાત્રથી દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રોહિતાશને મેકર્સ દરેક એપિસોડ માટે 60 હજાર રૂપિયા ફી તરીકે આપે છે.

નેહા પેંડસે (ગોરી મેમ ઉર્ફે અનિતા ભાભી): શોમાં પહેલા ગોરી મેમ ઉર્ફ અનીતા ભાભીનું પાત્ર સૌમ્યા ટંડને નિભાવ્યું હતું, જોકે તેની જગ્યાએ અભિનેત્રી નેહા પેંડસેને રિપેલ્સ કરવામાં આવી હતી. નેહા પેંડસેએ પણ સૌમ્યાની જેમ અનિતા ભાભીના પાત્રમાં લોકપ્રિયતા મેળવી છે. કહેવાય છે કે આ રોલ માટે નેહાને પ્રતિ એપિસોડ 55 હજાર રૂપિયા આપવામાં આવે છે.

શુભાંગી અત્રે (અંગૂરી ભાભી): અંગૂરી ભાભી આ શોનું મુખ્ય અને સૌથી મોટું પાત્ર છે. અંગૂરી ભાભી મનમોહન તિવારીની પત્ની છે. જણાવી દઈએ કે અંગૂર ભાભીના પાત્રમાં શુભાંગી અત્રે જોવા મળે છે. માહિતી મુજબ તેને એક એપિસોડ માટે મેકર્સ દ્વારા 40 હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે.

સાનંદ વર્મા (સક્સેના જી): મીડિયા રિપોર્ટ્સ મુજબ સાનંદ વર્માને એક એપિસોડ માટે 20 હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે. જણાવી દઈએ કે સાનંદ વર્મા આ શોમાં સક્સેનાજીના પાત્રમાં જોવા મળે છે. જોકે તેનો રોલ ખૂબ નાનો છે.

આસિફ શેખ (વિભૂતિ નારાયણ મિશ્રા): શોમાં વિભૂતિ નારાયણ મિશ્રાના પાત્રમાં જોવા મળેલા અભિનેતાનું સાચું નામ આસિફ શેખ છે. આસિફે આ શોથી સારી લોકપ્રિયતા મેળવી છે. તેની ફીની વાત કરીએ તો તેને પ્રતિ એપિસોડ 70 હજાર રૂપિયા આપવામાં આવે છે.