બેટ્સમેનથી સિંગર બન્યા વિરાટ કોહલી, ગીત સાંભળીને લોકોએ કહ્યું- રિટાયરમેંટ પછી પ્રોફેશનલ સિંગર બની જજો, જુવો તેમનો આ વીડિયો

બોલિવુડ

વિરાટ કોહલીની ગણતરી દેશ-વિદેશના પ્રખ્યાત ક્રિકેટરોમાં થાય છે. તે એક ધુરંધર બેટ્સમેન છે. આ દિવસોમાં વિરાટ IPL 2022ને લઈને ચર્ચામાં છે. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમી રહ્યા છે. જો કે આ વખતે તે ટીમના કેપ્ટન નથી. આરસીબીએ અત્યાર સુધીમાં બે મેચ રમી છે. તેમાંથી તેણે એક મેચ જીતી છે, જ્યારે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આજે અમે તમને વિરાટની રમત અથવા IPL વિશે જણાવી રહ્યા નથી. પરંતુ અમે તમને વિરાટના નવા ટેલેંટ સિંગિંગની ઝલક બતાવી રહ્યા છીએ.

બેટિંગથી સિંગિંગ કરવા લાગ્યા વિરાટ: ક્રિકેટને થોડા સમય માટે બાજુ પર રાખીએ તો, વિરાટ અન્ય ચીજોને લઈને પણ ચાહકોના ફેવરિટ છે. તેનો લુક અને સ્ટાઈલ અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. સાથે જ તેની પર્સનાલિટીના પણ ઘણા લોકો દીવાના છે. આ જ કારણ છે કે તે બ્રાન્ડ્સની પણ પહેલી પસંદ છે. જોકે ક્રિકેટ, મોડલિંગ ઉપરાંત વિરાટમાં સિંગિંગનું પણ ટેલેન્ટ છે. તેનું આ અનોખું ટેલેંટ તાજેતરમાં જ એક વીડિયો દ્વારા જોવા મળ્યું છે.

IPL મેચ વચ્ચે વિરાટનો એક ગીત ગાતા વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કોહલી ‘જો વાદા કિયા નિભાના પડેગા’ ગીત ગાતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમણે ક્રિકેટ બોર્ડનું ઓફિશિયલ બ્લેઝર પહેર્યું છે. એટલે કે તે ક્રિકેટના કોઈ કાર્યક્રમમાં પોતાનું સિંગિંગ ટેલેંટ બતાવી રહ્યા છે. વિરાટ સાથે સ્ટેજ પર એક મહિલા પણ જોવા મળી રહી છે.

ચાહકોને પસંદ આવ્યા સિંગર કોહલી: વિરાટ ગીત ગાતા ખૂબ જ ક્યૂટ અને માસૂમ લાગી રહ્યા છે. તેમનો આ અવતાર આ પહેલા ચાહકોએ ક્યારેય નથી જોયો. નવાઈની વાત એ છે કે વિરાટ ગીત સંપૂર્ણ સુર અને તાલમાં ગાય છે. તેમને ગીત ગાતા સાંભળીને કાન અને આંખોને ખૂબ સારું લાગે છે. જોકે જણાવી દઈએ કે આ વિડિયો થોડો જૂનો છે. પરંતુ આઈપીએલની ચર્ચાઓ વચ્ચે તે ફરી વાયરલ થયો છે.

વિરાટનો ગીત ગાતા આ વીડિયો ભારતના પ્રખ્યાત બિઝનેસમેન હર્ષ ગોયનકાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, “વિરાટ કોહલીને ગીત ગાતા જોઈને સારું લાગ્યું.” ચાહકો વિરાટનો આ સિંગિંગ વીડિયો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. દરેક કમેન્ટમાં વિરાટની આ કુશળતાની પ્રસંશા કરી રહ્યા છે.