હનુમાનજીની પૂજા માટે આ 5 દિવસ છે સૌથી છે સૌથી શ્રેષ્ઠ, ટૂંક સમયમાં જ મળશે ફળ

ધાર્મિક

કળિયુગમાં હનુમાનજીને ટૂંક સમયમાં જ પ્રસન્ન થતા ભગવાન માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ ભક્ત તેમને સાચા મનથી યાદ કરે છે તો હનુમાનજી તેમની મદદ માટે જરૂર આવે છે. હનુમાનજીને સૌથી શક્તિશાળી ભગવાન માનવામાં આવે છે. જે વ્યક્તિ હનુમાનજીની ભક્તિ કરે છે, તેના જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. હનુમાનજીની ભક્તિ કરવાથી ભૂત પિશાચ, શનિ અને ગ્રહ બાધા, રોગ અને શોક, કોર્ટ કચેરી, વગેરેથી છુટકારો મળે છે, અને બધી સમસ્યાઓ દૂર થાય છે.

આજના સમયમાં એવા ઘણા લોકો છે જે હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે તેમની પૂજા કરે છે અને અનેક પ્રકારના ઉપાય કરે છે. જો તમે કોઈ વિશેષ દિવસે હનુમાનજીની પૂજા કરો છો, તો તમે ટૂંક સમયમાં જ સંકટ મોચન હનુમાનજીને પ્રસન્ન કરી શકો છો. આજે અમે તમને આ આર્ટિકલ દ્વારા હનુમાન પૂજાના વિશેષ દિવસ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જો તમે આ સમયે પૂજા કરો છો, તો તમને ટૂંક સમયમાં જ ફળ મળશે.

મંગળવારે કરો હનુમાનજીની પૂજા: મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે જો હનુમાનજીની પૂજા કરવામાં આવે તો, તેનાથી તેમના આશીર્વાદ મળે છે. તમે મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરી શકો છો અને હનુમાન ચાલીસાના પાઠ વાંચી શકો છો, તેનાથી તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જશે. આટલું જ નહીં પરંતુ મંગળ દોષથી પણ છુટકારો મળશે. જો તમે કોઈ શુભ કાર્યને સિદ્ધ કરવા ઈચ્છો છો અથવા દેવાથી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો મંગળવારે ભગવાન હનુમાનજીની પૂજા કરો.

શનિવારે કરો સુન્દરકાંડના પાઠ: મંગળવાર ઉપરાંત શનિવારનો દિવસ પણ હનુમાનજીની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે શનિવારે હનુમાનજીના સુંદરકાંડના પાઠ કરો છો, તો તેનાથી તમને શુભ ફળ મળે છે. શનિવારે સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શનિદેવની ખરાબ અસરથી છુટકારો મળે છે. શનિવારે તમે કોઈ પણ હનુમાન મંદિરે જઈને હનુમાનજીની મૂર્તિ સામે દીવો પ્રગટાવો તેનાથી તમને લાભ મળશે.

હનુમાન જયંતી પર કરો વિશેષ પૂજા: હનુમાન જયંતિનો દિવસ હનુમાનજીની પૂજા માટે સૌથી વિશેષ દિવસ માનવામાં આવે છે. જણાવી દઈએ કે ચૈત્ર મહિનાની પૂનમ હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. જો તમે આ દિવસે હનુમાનજીની પૂજા કરો છો તો તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જશે.

માગસર મહિનાની તેરસના દિવસે રાખો વ્રત: માગસર મહિનાની શુક્લ પક્ષની તેરસના દિવસે વ્રત રાખો અને આ દિવસે હનુમાન ચાલીસાના પાઠ, જાપ અને પૂજા કરવાથી ટુંક સમયમાં જ ફળ મળે છે.

પૂનમ અને અમાસ પણ હનુમાનજીની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે: સંકટ મોચન મહાબાલી હનુમાનજીની પૂજાના વિશેષ દિવસ પૂનમ અને અમાસ પણ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે હનુમાનની પૂજા કરે છે, તો તેને તમામ પ્રકારના ભયથી છુટકારો મળે છે. વ્યક્તિની માનસિક અશાંતિ દૂર થાય છે. ભૂત-પિશાચ અને તમામ પ્રકારની દુર્ઘટનાથી સુરક્ષા મળે છે. એટલું ન નહિં પરંતુ ચંદ્રદોષ અને દેવદોષથી પણ છુટકારો મળે છે.

Leave a Reply

Your email address will not be published.