બદામનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ જણાવવામાં આવે છે કારણ કે જો બદામનું સેવન કરવામાં આવે તો તેનાથી આપણા શરીરને અનેક પ્રકારના પોષક તત્વો મળે છે. બદામમાં રહેલા પોષક તત્ત્વો, ફાઈબર, પ્રોટીન, વિટામિન ઈ, કેલ્શિયમ અને ઝીંક આપણા મગજ, આંખો, હાડકાં અને શરીરને પોષણ આપે છે અને તેને સ્વસ્થ બનાવે છે. આટલું જ નહીં બદામનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ દૂર થાય છે.
બદામ શરૂઆતથી જ આપણા પૌષ્ટિક આહારનો એક ભાગ રહી છે. બદામ ખાવાથી એક નહીં પરંતુ અનેક ફાયદા થાય છે. આયુર્વેદ અનુસાર મુજબ બદામ ખાવાથી સ્નાયુઓ મજબૂત રહેવાની સાથે ત્વચા પણ સારી રહે છે. પરંતુ શું તમે જાણો છો કે બદામ ખાવાની યોગ્ય રીત કઈ છે?
બદામને છોલીને ખાવી જોઈએ કે છોલ્યા વગર? ઘણા લોકો એવા છે જે બદામને છોલીને ખાય છે. સાથે જ ઘણા લોકો એવા છે જે દૂધ અથવા પાણીમાં પલાળેલી બદામનું સેવન કરે છે. આજે અમે તમને આ લેખ દ્વારા બદામ ખાવાની યોગ્ય રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
બદામને પલાળીને અને છોલીને ખાવી જોઈએ: સૌથી પહેલા તો તમે એ જાણી લો કે તમારે હંમેશા ઓર્ગેનિક બદામ ખરીદવી જોઈએ કારણ કે બદામની છાલ પચવામાં ખૂબ જ મુશ્કેલ હોય છે. આ કારણથી આયુર્વેદમાં એવું પણ એ કહેવામાં આવ્યું છે કે બદામને પલાળીને તેની છાલ કાઢ્યા પછી બદામનું સેવન કરવું જોઈએ.
જો તમે બદામને છોલીને ખાઓ તો તે સારી રીતે પચી જાય છે. આટલું જ નહીં આ રીતે બદામ ખાવાથી તેમાં છુપાયેલા તમામ પોષક તત્વો શરીરને મળે છે. તમને જણાવી દઈએ કે બદામ વિટામિન E, ઝિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઓમેગા 3 ફેટી એસિડનો શ્રેષ્ઠ સ્ત્રોત છે.
સૂકી બદામ ખાવાથી પિત્તનું પ્રમાણ વધે છે: જો તમે બદામને પલાળ્યા વગર અને છોલ્યા વગર ખાઓ છો તો લોહીમાં પિત્તનું પ્રમાણ વધવા લાગે છે. બદામનું સેવન કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેને આખી રાત નવશેકા પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી બદામની છાલ કાઢીને તેનું સેવન કરો. જો તમે ઈચ્છો તો બદામની સાથે કિસમિસ અને ખજૂરનું પણ સેવન કરી શકો છો. તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમે દિવસમાં માત્ર 10 બદામ ખાઓ.
બદામની છાલમાં હોય છે ટેનીન: તમને જણાવી દઈએ કે બદામની છાલમાં ટેનીન જોવા મળે છે, જે પોષક તત્વોને અવશોષિત થવાથી રોકવાનું કામ કરે છે. જ્યારે તમે બદામને પલાળીને અને તેની છાલ કાઢીને તેનું સેવન કરો છો, ત્યારે તમને બદામના તમામ પોષક તત્વોના ફાયદા મળે છે.
ખાલી પેટ બદામનું સેવન ન કરો: તમારે ખાલી પેટ બદામ ખાવાથી બચાવું જોઈએ કારણ કે ખાલી પેટ બદામ ખાવાથી પિત્ત વધે છે. આટલું જ નહીં, પરંતુ પાચન સંબંધિત સમસ્યાઓ થવાની સંભાવના પણ વધુ રહે છે. જો તમે ખાલી પેટ છો તો શાકભાજી અને ફળો સાથે બદામનું સેવન કરો.
બદામ ના ફાયદા: બદામમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જો તમે નિયમિતપણે પલાળેલી બદામનું સેવન કરો છો, તો તે શરીરનું વજન ઘટાડવામાં મદદ કરે છે. આટલું જ નહીં, પરંતુ પલાળેલી બદામમાં વિટામિન B17 અને ફોલિક એસિડ પણ હોય છે, જે આપણને કેન્સર જેવી જીવલેણ બીમારીઓથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે અને તે શરીરમાં ટ્યૂમરના વિકાસને રોકવાની ક્ષમતા પણ ધરાવે છે.