શું તમે જાણો છો કે મંદિરમાં શા માટે લગાવવામાં આવે ઘંટડીઓ, જો નહિં તો અહિં ક્લિક કરીને જાણો….

ધાર્મિક

જેમ કે તઅપણે બધા જાણીએ છીએ કે આપણા ભારત દેશમાં ઘણી પરંપરાઓ અને માન્યતાઓ છે, આપણો દેશ પરંપરા અને માન્યતાઓનો દેશ માનવામાં આવે છે, અહીંના લોકોમાં ઘણી આસ્થા ભરેલી છે અને આ આસ્થાનું કેન્દ્ર છે મંદિર. ભારતમાં તમને દરેક ગલીમાં કોઈને કોઈ મંદિર જોવા મળશે, પછી ભલે તમને કોઈ વ્યક્તિ ન દેખાય પણ મંદિર નિશ્ચિતરૂપે જોવા મળશે, ભારતમાં લાખો મંદિરો છે. ભારતમાં ઘણા સ્થળોએ એવી માન્યતા છે કે જો કોઈ જગ્યાએ મંદિર ન હોય તો તે જગ્યા પર લોકો બેસતા નથી, જે કંઈ પણ હોય આપણે બધા આપણી આસ્થા મુજબ મંદિરે જતા હોઈએ છીએ. મંદિરમાં પ્રવેશ કરતી વખતે ત્યાં લટાકાવેલી ઘંટડી અથવા ઘંટ જરૂર વગાડીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે મંદિરમાં ઘંટ શા માટે લગાડવામાં આવે છે? અને આપણે શા માટે તેને વગાડીએ છીએ? ચાલો જાણીએ આ બધી બાબતો વિગતે.

એવું કહેવામાં આવે છે કે હિન્દુ ધર્મમાં સદીઓથી ચાલતી તમામ પ્રકારની પરંપરાઓ અકારણ નથી, તે બધી પરંપરાઓ પાછળ કોઈને કોઈ કારણ જરૂર હોય છે, ઘણા કારણો વૈજ્ઞાનિક છે તો ઘણા કારણો આધ્યાત્મિક હોય છે. એવું જ કંઈક કારણ મંદિરના ઘંટ સાથે પણ છે આજે અમે તમને આ લેખ દ્વારા મંદિરમાં ઘંટડી વગાડવા પાછળનું કારણ શું છે તે વિશે ખૂબ જ રસપ્રદ માહિતી આપવા જઈ રહ્યા છીએ.

જ્યારે આપણે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે મંદિરનું વાતાવરણ એટલું શાંત અને શુદ્ધ હોય છે કે ત્યાં જતા દરેક વ્યક્તિ થોડા સમય માટે સંસારની ભૌતિક સમસ્યાઓથી દૂર થઈ જાય છે અને તેના મનને ઘણી શાંતિ મળે છે. તેના મનમાં ચાલી રહેલા બધા વિચારો દૂર થઈ જાય છે, તે થોડા સમય માટે બધી સમસ્યાઓથી મુક્ત થઈ જાય છે. દરેક વ્યક્તિના મનને શાંત કરવા અને મંદિરના વાતાવરણને શુદ્ધ રાખવા માટે ત્યાં લટકાવેલા ઘંટનું ખૂબ મોટું યોગદાન માનવામાં આવે છે.

આધ્યાત્મિક કારણ: જ્યારે કોઈ પણ વ્યક્તિ મંદિરમાં પ્રવેશ કરે છે, સૌથી પહેલા ત્યાં લટકાવેલી ઘંટડી વગાડે છે, અને ત્યાર પછી જ તે પૂજા શરૂ કરે છે, ભલે આજના સમયમાં મંદિરોની ચારેય બાજુ દિવાલો બનાવવામાં આવી છે, પરંતુ પહેલાના સમયમાં આવું ન હતું. જેના કારણે પ્રાણીઓ ઘણીવાર મંદિરમાં ઘુસી જતા હતા, આ સમસ્યાથી બચવા માટે, મંદિરોમાં ઘંટડીનો ઉપયોગ કરવામાં આવતો હતો કારણ કે પ્રાણીઓ ઘંટડીનો અવાજ સાંભળીને ડરી જાય છે અને મંદિરમાં પ્રવેશ કરતા નથી.

વૈજ્ઞાનિક કારણ: વૈજ્ઞાનિક કારણો અનુસાર, ઘંટડીમાંથી નીકળતા તરંગો મનુષ્યના મગજ માટે સારા માનવામાં આવે છે, તેની પાછળનું કારણ એ છે કે મંદિરમાં લગાવેલી ઘંટડીઓ લોખંડ અને તાંબુ જેવી ધાતુઓ માંથી બનેલી હોય છે. ધાતુમાંથી બનાવેલી આ ઘંટડીને જ્યારે પણ કોઈ વગાડે છે. અને ત્યારે જે તરંગ તેમાંથી નિકળે છે તે વ્યક્તિની અંદર રહેલી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે, જેના કારણે વ્યક્તિનું મન શાંત રહે છે.

Leave a Reply

Your email address will not be published.