પ્લસ સાઈઝ ફિગર હોવા છતા આ 9 ટીવી અભિનેત્રીએ કર્યુ દર્શકોના દિલ પર રાજ, સાબિત કર્યું ટેલેંટ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

કહેવાય છે કે સાઈઝ મેટર નથી કરતી. તમે પોતાને કેવી રીતે કેરી કરો છો તે વધુ મહત્વ ધરાવે છે. આજકાલ છોકરીઓ જીમમાં કલાકો સુધી પરસેવો પાડીને અને સખત ડાયટ લઈને ઝીરો ફિગર મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ કેટલીક છોકરીઓ એવી પણ છે જે પોતાનું પ્લસ સાઈઝ ફિગર હોવા છતાં ખૂબ જ હોટ લાગે છે. આટલું જ નહિં તેમાંથી કેટલીક એ તો ટીવીની દુનિયામાં ખૂબ નામ પણ કમાવ્યું છે. જોકે છતા પણ લોકોની નાની વિચારસરણીને કારણે આ પ્લસ સાઇઝ ફિગરવાળી છોકરીઓને ટ્રોલર્સનો શિકાર બનવું પડે છે. તો ચાલો જોઈએ આ લિસ્ટમાં કોના-કોના નામ શામેલ છે.

પુષ્ટિ શક્તિ: ‘માહી વે’માં માહી તલવારની ભૂમિકા નિભાવીને ઘર-ઘરમાં પ્રખ્યાત બનેલી પુષ્ટિ શક્તિનું વજન પણ ખૂબ વધુ છે. તેમણે સીરિયલમાં પણ એક વજનદાર છોકરીની ભૂમિકા નિભાવી હતી. તે રિયલ લાઈફમાં પણ પોતાની હેલ્ધી બોડીને પ્રેમ કરે છે. હાલમાં તેનો સ્લિમ થવાનો પણ કોઈ પ્લાન નથી.

અક્ષયા નાયક: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અક્ષયા નાયક પણ દર્શકોની ફેવરિટ અભિનેત્રી રહી છે. આ સિરિયલમાં તેની અનન્યાની ભૂમિકા ચહકોને ખૂબ પસંદ આવી હતી. પોતાના પ્લસ સાઈઝ ફિગરને કારણે ટ્રોલર્સ અક્ષયા ને ટારગેટ કરતા રહે છે.

રીતાશા રાઠોડ: રીતાશા રાઠોડને આપણે બધા ‘બઢો વધૂ’ માં મુખ્ય ભૂમિકા નિભાવતા જોઈ ચુક્યા છીએ. લોકો તેને પણ ભારે શરીરને કારણે ટ્રોલ કરે છે. જોકે રીતાશાની ફેશન સેન્સ એટલી સારી છે કે તે પોતાના લૂક્સથી બધાની બોલતી બંધ કરી દે છે.

વાહબિઝ દોરાબઝી: ‘પ્યાર કી એક કહાની’ની ક્યૂટ અભિનેત્રી વાહબિઝને પણ લોકો ઘણી વખત તેના વજનને કારણે ટ્રોલ કરતા રહે છે. થોડા સમય પહેલા જ વાહબિઝે એક યુટ્યુબ ચેનલને આ વાત માટે ઠપકો આપ્યો હતો. જોકે આ દિવસોમાં તે જીમમાં પરસેવો પાડીને પાતળી થઈ રહી છે.

ચાંદની ભાગવાનાની: ચાંદનીને આપણે તાજેતરમાં સુમ્બુલ તૌકીર ખાનની ઈમલીમાં જોઈ ચુક્યા છીએ. એક સમયે ચાંદનીની ગણતરી પણ પ્લસ સાઈઝ અભિનેત્રીઓમાં થતી હતી, પરંતુ હવે તેણે પોતાનું વજન ખૂબ ઓછું કરી લીધું છે.

 

અંજલી આનંદ: ‘ઢાઈ કિલો પ્રેમ’ અને ‘કુલ્ફી કુમાર બાજેવાલા’માં પોતાની એક્ટિંગના જલવા બતાવી ચુકેલી અંજલી આનંદને પણ લોકો વધુ વજનને કારણે તાના મારતા રહે છે. જોકે તેણે પોતાના ટેલેંટથી બધાની બોલતી બંધ કરી દીધી છે.

ડેલનાઝ ઈરાની: પ્રખ્યાત ટીવી અભિનેત્રી ડેલનાઝ ઈરાનીને પણ પોતાના વજનને કારણે લોકોની મજાક સહન કરવી પડી હતી. પરંતુ તેની અંદર આત્મવિશ્વાસ એટલો હતો કે તેની તેમની કારકિર્દી પર કોઈ અસર ન પડી.

ભારતી સિંહ: પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહને લોકો તેના વધારે વજનને કારણે તાના મારતા હતા. પરંતુ તેના ટેલેંટે દરેકનું મોં બંધ કરી દીધું. જોકે આ દિવસોમાં તે પોતાની વેટ્લોસ જર્નીને કારણે ખૂબ હેડલાઇન્સ બનાવી રહી છે.

આશિકા ભાટિયા: આશિકા ભાટિયાને પણ સોશિયલ મીડિયા પર વધારે વજન હોવાને કારણે ટ્રોલર્સનો શિકાર બનવું પડે છે. જોકે તે આવા લોકોને અવગણવાનું પસંદ કરે છે.