રિયા ચક્રવર્તી પહેલા આ 7 અભિનેત્રીઓ પણ ખાઈ ચુકી છે જેલની હવા, જાણો કઈ બાબતે મળી હતી સજા

બોલિવુડ

બોલિવૂડની અભિનેત્રીઓ વિશે વાત કરવામાં આવે તો તે હંમેશાં કોઈને કોઈ બાબતે સમાચારો અને હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીની સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, આજે અમે તમને કેટલીક એવી જ અભિનેત્રીઓ વિશે જણાવીશું જે ખાઈ ચુકી છે જેલની સજા.

મોનિકા બેદી:અભિનેત્રી મોનિકા બેદીને પણ એક વાર જેલની હવા ખાવી પડી છે. તેના પર ગેંગસ્ટર અબુ સાલેમ સાથે સંબંધ હોવાનો આરોપ હતો, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2002 માં, અભિનેત્રી મોનિકાની અબુ સાલેમની સાથે પોર્ટુગલથી ધરપકડ કરવામાં આવી હતી. બનાવટી દસ્તાવેજો દોષી સાબિત થવા બદલ તેને 4 વર્ષની સજા ફટકારી હતી.

સોનાલી બેંદ્રે:અભિનેત્રી સોનલ બેંદ્રે 1998 માં એક કેસમાં ફસાઇ હતી. ખરેખર, તેમના પર વાંધાજનક તસવીરોને કારણે કેસ કરવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે મેગેઝિનના કવરની તસવીર માટે અભિનેત્રીએ ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તે નાના પીળા કુર્તામાં જોવા મળી હતી. પરંતુ તે કુર્તામાં ૐ ના બે ચિન્હો હતા, જેના કારણે તેમના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

અલકા કૌશલ:અભિનેત્રી અલકા કૌશલ સિનેમાની લોકપ્રિય અભિનેત્રી રહી છે. સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનમાં અલકા કરીનાની માતા કેવની ભુમિકા નિભાવતી જોવા મળી હતી. અને સાથે જ કંગના રનૌતની ફિલ્મ ક્વીનમાં પણ તે તેની માતાની ભૂમિકામાં જોવા મળી હતી. અલકા પર 50 લાખના ચેક બાઉન્સનો આરોપ હતો, જેના કારણે તેને બે વર્ષની સજા ફટકારી હતી.

પાયલ રોહતગી:અભિનેત્રી પાયલ રોહતગી તેની સ્પષ્ટતા માટે જાણીતી છે. તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ જેવા કે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર તેને ઘણીવાર પોતાના મંતવ્યો રજુ કરતી જોવા મળે છે. તેણે એક વખત ગાંધી અને નહેરુના પરિવારો પર પણ વાત-વાતમાં અપમાનજનક કમેંટ કરી હતી, જેના કારણે તેની અમદાવાદમાં ધરપકડ કરવામાં આવી હતી.જો કે, ટૂંક સમયમાં જ તે જામીન પર બહાર આવી હતી.

મમતા કુલકર્ણી:અભિનેત્રી મમતા કુલકર્ણી અને તેના પતિ વિકીની ડ્રગ્સ રેકેટ ચલાવવા બદલ વર્ષ 1997 માં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, લગભગ 5 વર્ષની સજા ભોગવ્યા પછી તેને છોડવામાં આવી હતી. જે પછી તેનું ફરીથી વર્ષ 2016 માં ડ્રગની દાણચોરીમાં નામ આવ્યું. આને કારણે, તેને અને તેના પતિને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા.

શ્વેતા બાસુ:અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદ એક સમયે ફિલ્મ મકડીમાં તેની જોરદાર એક્ટિંગ માટે ચર્ચામાં હતી. પરંતુ અચાનક તે ગાયબ થઈ ગઈ અને વર્ષ 2014 માં તેનું નામ ફરીથી મીડિયામાં આવ્યું, જેમાં તેને સેક્સ રેકેટને કારણે પકડવામાં આવી હતી. કામ ન મળવાને કારણે તેની અંદર વેશ્યાવૃત્તિ આવી હતી પરંતુ પછી તેને સુધારણા ઘરમાં મોકલવામાં આવી અને ત્યાંથી પરત આવ્યા પછી તે સામાન્ય જિંદગી જીવી રહી છે.

પ્રેરણા અરોરા:અભિનેત્રી પ્રેરણા એક અભિનેત્રીની સાથે સાથે પ્રખ્યાત નિર્માતા પણ રહી ચૂકી છે. તેમની કારકીર્દિમાં ‘પેડમેન’ અને ‘ટોઇલેટ-એક પ્રેમ કથા’, અને ‘રુસ્તમ’ જેવી મોટી ફિલ્મોના નિર્માણનું બિરુદ છે. પરંતુ એક વખત તેને કરોડો રૂપિયાની છેતરપિંડીના કારણે 8 મહિના સુધી જેલની સજા ભોગવવી પડી હતી.

Leave a Reply

Your email address will not be published.