બોલીવુડમાં એંટ્રી કરતા પહેલા કંઈક આવા દેખાતા હતા અક્ષય, જુવો ખિલાડીની પહેલી સ્ક્રીન ટેસ્ટનો વીડિયો

બોલિવુડ

બોલિવૂડના ખેલાડી એટલે કે સુપરસ્ટાર અક્ષય કુમાર છેલ્લા 30 વર્ષથી હિન્દી સિનેમા પર રાજ કરી રહ્યા છે. અક્ષય કુમાર જ્યાં પહોંચ્યા છે ત્યાં પહોંચવા માટે તેણે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. નોન-ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી હોવા છતાં અક્ષયે બોલિવૂડમાં સુપરસ્ટારનું બિરુદ મેળવ્યું છે. અક્ષયની ગણતરી આજકાલના સૌથી હિટ, ફીટ અને વ્યસ્ત કલાકારોમાં થાય છે.

અક્ષય કુમારે આજ સુધી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. આ વાતથી દરેક વ્યક્તિ વાકેફ છે કે, અક્ષયે હિંદી સિનેમામાં પોતાનો પગ વર્ષ 1991 માં આવેલી ફિલ્મ ‘સૌગંધ’ થી મુક્યો હતો. ત્યારથી લઈને આજ સુધી પડદા પર તે કહેર ફેલાવી રહ્યા છે. અક્ષય એ આ 30 વર્ષમાં એકથી કે ચઢિયાતી ફિલ્મો બોલીવુડને આપી છે.

અક્ષય કુમારે એક્શન હોય કે કોમેડી અથવા પછી રોમાંસ દરેક ફિલ્મોમાં કામ કર્યું છે. કોમેડી અને એક્શન ફિલ્મોમાં અક્ષય કુમારને ખૂબ પસંદ કરવામાં આવી છે. અક્ષય કુમારની સફળતાથી દરેક વાકેફ છે, પરંતુ દરેકને તેમના સંઘર્ષથી પણ વાકેફ હોવું જોઈએ. હાલમાં અક્ષય કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે તેની બોલીવુડમાં એંટ્રી પહેલાનો છે.

અક્ષય કુમારનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અક્ષય અને તેના લાખો ચાહકો માટે ખૂબ જ ખાસ છે. જણાવી દઈએ કે આ અક્ષય કુમારની પહેલી સ્ક્રીન ટેસ્ટનો વીડિયો છે. જેમાં અક્ષય કુમાર સ્ક્રીન ટેસ્ટ આપતા જોવા મળી શકે છે. બોલિવૂડની જાણીતી અને સુંદર અભિનેત્રી નગ્મા પણ તેની સાથે જોવા મળી રહી છે.

ખરેખર આ વીડિયો અક્ષયકુમારને અભિનેતા ફારુખ શેખે તેના ચેટ શો ‘જીના ઇસી કા નામ હૈ’માં મહેમાન તરીકે આવેલા અક્ષયને બતાવ્યો હતો. ફારૂખ શેખે અક્ષય કુમારને એક ખાસ ગિફ્ટ આપી હતી અને અક્ષયકુમારને તેની સ્ક્રીન ટેસ્ટનો વીડિયો બતાવ્યો હતો. જે હાલમાં સોશિયલ મીડિયા પર જોઇ શકાય છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે અક્ષય કુમાર માર્શલ આર્ટ કરી રહ્યો છે. આ સાથે અભિનેત્રી નગ્મા સાથે તેનો રોમેન્ટિક સીન પણ છે. અક્ષય કુમાર ફારૂખ શેખ સાથે ઉભા છે, તેની સ્ક્રીન ટેસ્ટ વિંડો જોયા પછી સ્માઈલ આપી રહ્યા છે. અક્ષયના ચાહકોને આ વીડિયોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અક્ષય પોતાનો વીડિયો જોઈને કહી રહ્યા છે કે, ‘મારા વાળ કેટલા મોટા છે’. આગળ ખિલાડી કુમાર ફારૂખ તરફ જોઈને કહી રહ્યા છે કે, ‘નોકરી માંથી કઢાવશો તમે મને’.

જણાવી દઇએ કે સ્ક્રીન ટેસ્ટ પછી અક્ષયને ફિલ્મ ‘સૌગંધ’ માટે પસંદ કરવામાં આવ્યો હતો. 25 જાન્યુઆરી 1991 માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે શાંતિ પ્રિયા, રાખી ગુલઝાર, પંકજ ધીર, મુકેશ ખન્ના અને અમિતા નાંગીયા જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમારની આગામી ફિલ્મોમાં આશરે અડધો ડઝન જેટલી ફિલ્મો શામેલ છે. અક્ષય કુમારની આગામી ફિલ્મમાં ‘સૂર્યવંશી’ શામેલ છે. આ ફિલ્મ રીલીઝ પર આવીને ઘણીવખત અટકી ગઈ છે, પરંતુ કોરોના મહામારીના કારણે તેની રીલીઝ ડેટ ઘણીવાર ટાળવામાં આવી છે. ચાહકો અક્ષયની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

સાથે જ જણાવી દઈએ કે અક્ષય કુમારની આગામી ફિલ્મોમાં પૃથ્વીરાજ, બચ્ચન પાંડે, રામ સેતુ, અતરંગી રે, રક્ષા બંધન, બેલ બોટમ જેવી ફિલ્મો શામેલ છે. કોરોના રોગચાળાને કારણે હાલમાં ફિલ્મોનું શૂટીંગ અટકી ગયું છે અને ખિલાડી કુમાર તેના પરિવાર સાથે ક્વાલીટી ટાઈમ સ્પેંડ કરી રહ્યા છે.