ફિલ્મોમાં આવતા પહેલા જ આ 8 અભિનેતાઓએ કરી લીધા હતા લગ્ન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

બોલિવૂડમાં સફળતા મેળવવાનો કોઈ મંત્ર નથી. બસ જો તમારી અંદર ટેલેંટ છે અને તમારું નસીબ પણ સારું છે તો તમે અહીં હિટ બની શકો છો. સામાન્ય રીતે લોકોના મનમાં એ માન્યતા રહે છે કે જો બોલિવૂડમાં જવું હોય તો લગ્નના ચક્કરમાં ન પડો. પહેલા તમારી કારકિર્દી બનાવી લો અને પછી લગ્ન કરો. બોલિવૂડમાં ઘણા સ્ટાર્સે આ નિયમનું પાલન પણ કર્યું છે. જોકે આજે અમે તમારો એવા સ્ટાર્સ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેમણે બોલિવૂડમાં પગ મૂકતા પહેલા લગ્ન કરી લીધા હતા. આવી સ્થિતિમાં લગ્ન કરવા અને પત્નીનો સાથ મળવો એ આ સ્ટાર્સ માટે ખૂબ જ નસીબદાર સાબિત થયું હતું. જો કે તેમાંથી 3 કલાકાર એવા પણ છે જેમણે પ્રખ્યાત બન્યા પછી પોતાના લગ્ન તોડીને છુટાછેડા લઈ લીધા હતા.

આમિર ખાન: બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાનનું દિલ તેની પાડોશી રીના દત્ત પર આવી ગયું હતું. ધર્મ અલગ હોવાને કારણે બંનેએ ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. આમિર અને રીનાએ 1986 માં લગ્ન કર્યા હતા. બે વર્ષ પછી આમિર 1988 માં ‘કયામત સે કયામત તક’ નામની ફિલ્મમાં જોવા મળ્યો હતો. પછી 2002 માં આમિર અને રીનાના છૂટાછેડા થઈ ગયા.

ફરહાન અખ્તર: ફરહાન અખ્તરે વર્ષ 2000 માં અધુના ભબાની સાથે લગ્ન કર્યા હતા. ત્યાર પછી વર્ષ 2001 માં તેમણે ડાયરેક્ટર તરીકે ‘દિલ ચાહતા હૈં’ ફિલ્મથી બોલીવુડમાં એંટ્રી કરી હતી. એક્ટિંગમાં તેમનું ડેબ્યૂ ‘ધ ફકીર ઓફ વેનિસ’ ફિલ્મથી થયું હતું. 2017 માં ફરહાન અને અધુનાએ પણ છૂટાછેડા લીધા હતા.

અર્જુન રામપાલ: અર્જુને 1991 માં મેહર જેસિયા સાથે સાત ફેરા લીધા હતા. આ લગ્નના દસ વર્ષ પછી તેણે ‘દીવાનાપન’ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. ગયા વર્ષે જ અર્જુને તેની પત્ની સાથે છૂટાછેડા લીધા છે.

શાહરુખ ખાન: બોલીવુડના કિંગ કહેવાતા શાહરૂખ ખાન પણ બોલીવુડમાં પગ મુકતા પહેલા લગ્ન કરી ચુક્યા હતા. ગૌરી ખાન સાથે શાહરૂખે 1991 માં લગ્ન કર્યા હતા. સાથે જ 1992 થી તેણે ફિલ્મ ‘દિવાના’ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો.

આયુષ્માન ખુરાના: બોલીવુડના નવા સુપરસ્ટાર આયુષ્માન ખુરાનાએ તેની બાળપણની મિત્ર તાહિરા કશ્યપ સાથે વર્ષ 2008 માં લગ્ન કર્યા હતા. ત્યાર પછી 2012 માં આયુષ્માને ‘વિકી ડોનર’ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેમની આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી.

સુનીલ શેટ્ટી: બોલિવૂડના અન્ના એટલે કે સુનીલ શેટ્ટીએ 1991 માં માના શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. એક વર્ષ પછી તેણે ‘બલવાન’ ફિલ્મથી બોલિવૂડમાં ધમાકેદાર એંટ્રી કરી હતી.

આર. માધવન: માધવને 1999 માં સરિતા બિરજે સાથે લગ્ન કર્યા હતા. ત્યાર પછી 2002 માં તે પહેલી વખત તમિલ ફિલ્મ અલૈપાયુથેમાં જોવા મળ્યા. જોકે લગ્ન પહેલા માધવન ટીવી સીરીયલમાં આવી ચુક્યા હતા.

રાજ કપૂર: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરે 1946 માં ક્રિષ્ના કપૂર સાથે લગ્ન કર્યા હતા. ત્યાર પછી 1947 માં ફિલ્મ ‘નીલ કમલ’ થી ડેબ્યુ કર્યું હતું. જો કે બાળ કલાકાર તરીકે તે 10 વર્ષની ઉંમરમાં જ મોટા પડદા પર જોવા મળ્યા હતા.