રોગમુક્ત થવા માટે શ્રાવણના પહેલા સોમવારે કરો આ ઉપાય, દૂર થઈ જશે બધા દુઃખ

ધાર્મિક

આજે શ્રાવણનો પહેલો સોમવાર છે અને આ દિવસે શિવજીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સોમવારના દિવસે ભોલેનાથની પૂજા કરવાથી જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. જે લોકો સાચા મનથી શ્રાવણ દરમિયાન ભોલેનાથની પૂજા કરે છે. તેમની દરેક ઈચ્છા ભોલેનાથ જરૂર પૂર્ણ કરે છે.

શાસ્ત્રો અનુસાર ભગવાન શિવજીની લિંગ સ્વરૂપમાં પૂજા કરવાથી તે ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. શ્રાવણ મહિનો વિશેષ હોય છે અને આ સમય દરમિયાન ભોલેનાથની પૂજા જરૂર કરવી જોઈએ. જે લોકો નીચે જણાવેલા ઉપાય શ્રાવણના પહેલા સોમવારના દિવસે કરી દે તેમને લગ્ન, બીમારી અને કુંડળી સંબંધિત દોષથી છુટકારો મળે છે. તેથી તમે આ ઉપાયને જરૂર કરી જુવો. આ ઉપાય આ મુજબ છે.

શ્રાવણના પહેલા સોમવારે કરો આ ઉપાય: સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. ત્યાર પછી મંદિરે જઈને શિવલિંગની પૂજા કરો. પૂજા કરતી વખતે જળ અર્પણ કરો. હવે શિવલિંગ પર દૂધની અંદર કાળા તલ મિક્સ કરીને ચળાવો. આ ઉપાય કરવાથી રોગોથી મુક્તિ મળે છે. ખરેખર કુંડળીમાં શનિ ગ્રહ ભારે હોય છે, ત્યારે વ્યક્તિ રોગોથી ઘેરાયેલા રહે છે. આવી સ્થિતિમાં, આ ગ્રહને શાંતિ આપવી જરૂરી છે. શનિ ગ્રહના પ્રકોપથી બચવા માટે શ્રાવણના પહેલા સોમવારે આ ઉપાય કરો. તેને કરવાથી આ ગ્રહ તમારી અનુકૂળ ફળ આપશે અને તમને રોગોથી છુટકારો મળશે. જો તમે ઈચ્છો તો શ્રાવણના દરેક સોમવારે પણ આ ઉપાય કરી શકો છો. આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે.

રાખ ચળાવો: શ્રાવણ મહિનામાં શિવની મૂર્તિને રાખ જરૂર ચળાવો. રાખ ચળાવવાથી ભલેનાથ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. ખરેખર રાખ ભોલેનાથને ખૂબ પ્રિય છે. આવી સ્થિતિમાં ભોલેનાથને પ્રસન્ન કરવા માટે, તેમની પૂજા કરતી વખતે રાખનો ઉપયોગ જરૂર કરો. પૂજા કર્યા પછી રાખ તમારા શરીર પર લગાવો. એવું માનવામાં આવે છે કે જો ભોલેનાથને ચળાવેલી રાખ શરીર પર લગાવવામાં આવે તો વ્યક્તિને રોગોથી છુટકારો મળે છે અને દરેક ઈચ્છા પૂર્ણ થાય છે.

બિલિપત્ર: ઘણા લોકોનું મન ખૂબ જ ગભરાઈ છે અને તેમને ખરાબ સ્વપ્ન પણ આવે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ ઉપાય કરો. આ ઉપાય હેઠળ તમે ભોલેનાથને બિલિપત્ર ચળવો. બિલિપત્ર ચળાવતા પહેલા તેને સારી રીતે સાફ કરી લો. ત્યાર પછી તેના પર ચંદનથી ‘ૐ નમઃ શિવાય’ લખો. એક એક કરીને બિલિપત્ર શિવલિંગ પર ચળાવો. જો કે આ ઉપાય કરતી વખતે આ વાતનું ધ્યાન જરૂર રાખો કે બિલિપત્ર ક્યાંયથી પણ તૂટેલું ન હોવું જોઈએ અને એકદમ સાફ હોવું જોઈએ.

કેસર વાળું જળ: જો લગ્ન જીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી છે તો તમે કેસર વાળું જળ શિવલિંગ પર ચળાવો. કેસર વાળું જળ શિવલિંગ પર ચળાવવાથી લગ્ન જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે. આ ઉપાય કરવા માટે એક કળશ લો. તેમાં પાણી ભરો અને તેમાં થોડું કેસર નાખો. ત્યાર પછી આ જળને શિવલિંગ પર ચળાવી દો.