સાઉથના આ 9 સ્ટાર્સ બની ચુક્યા છે સુંદર મહિલા, ચિરંજીવી પરથી તો નજર જ નહિં હટે

Uncategorized

સાઉથના જે સ્ટાર્સની એક્શનના તમે દિવાના છો. જેમની ફાઈટ અને ડાયલોગ સાંભળીને તમે જૂમી ઉઠો છો. શું તમે ક્યારેય તેમને છોકરીઓ બનતા જોયા છે? વિચારો કે જો તમારા ફેવરિટ સ્ટાર્સ છોકરીઓના કપડા પહેરી લે તો કેવા લાગશે. અમે તમને આ સ્ટાર્સનો પરિચય આપવા જઈ રહ્યા છીએ. તે પણ એવા લુકમાં જેમાં તમે તેમને પહેલા ક્યારેય જોયા નહિં હોય. અલ્લુ અર્જુનથી લઈને થલાપતિ વિજય સુધી, આ સ્ટાર્સે છોકરીના ગેટઅપમાં દરેકને આશ્ચર્યચકિત કર્યા હતા.

રજનીકાંત: સુપરસ્ટાર રજનીકાંત પણ મહિલાઓના ગેટઅપમાં જોવા મળી ચુક્યા છે. તેણે તમિલ ફિલ્મ પન્નાકરણ ફિલ્મના ગીતમાં મહિલાના કપડાં પહેર્યા હતા. આ ફિલ્મમાં, તે તેના સ્વેગ સાથે એક મહિલા બન્યા હતા. મૂછો સાથે રજનીકાંતના આ લુકે તેના ચાહકોને ખૂબ હસાવ્યા હતા.

ચિરંજીવી: ચિરંજીવી પણ સાઉથ ફિલ્મોના મોટા અભિનેતા છે. ચિરંજીવી પણ એક તેલુગુ ફિલ્મમાં ખૂબ જ સુંદર મહિલા પણ બની ચુક્યા છે. તેનો ગેટઅપ ખૂબ જ સુંદર હતો. ચિરંજીવીના આ લુક પર, થિયેટરમાં ઘણી સીટિઓ વગાડવામાં આવી હતી. તેની આ ફિલ્મ તેના ગેટ-અપને કારણે ખૂબ પસંદ કરવામાં આવી હતી.

કમલ હાસન: કમલ હાસનને કોણ ભૂલી શકે છે? તમિલ સ્ટાર કમલ હાસને ફિલ્મ ચાચી 420 મા એક વૃદ્ધ મહિલાનું પાત્ર નિભાવ્યું હતું. તમિલની આ ફિલ્મનું નામ ભામેન સત્યાભામેન હતું. આ ફિલ્મ આજ સુધી યાદ કરવામાં આવે છે.

અલ્લુ અર્જુન: તેલુગુ સ્ટાર અલ્લુ અર્જુનને દરેક વ્યક્તિ એક્શનમાં જોવા ઈચ્છે છે. અલ્લુ અર્જુન પણ એક છોકરી તરીકે જોવા મળ્યો છે. તેણે ફિલ્મ ગંગોત્રીમાં છોકરીનો ગેટઅપ લીધો હતો. અલ્લુ અર્જુનના આ લુક પર ચાહકો હસી પડ્યા હતા.

વિજય સેતુપતિ: તમિલ સ્ટાર વિજય સેતુપતિએ તેમની એક ફિલ્મમાં ટ્રાંસજેન્ડર પાત્ર નિભાવ્યું હતું. આ ફિલ્મનું નામ સુપર ડિલક્સ હતું. આ ફિલ્મમાં તેનો ફીમેલ ગેટઅપ તેના દર્શકોને ખૂબ પસંદ આવ્યો હતો. લોકોએ તેના આ પાત્રની ખૂબ પ્રશંસા કરી હતી.

શિવ કાર્તિકેયન: શિવ કાર્તિકેયન એક ફિલ્મ રેમોમાં ખૂબ જ સુંદર નર્સની ભૂમિકામાં જોવા મળ્યા હતા. અભિનેતાનો આ લુક ઘણા લોકોએ પસંદ કર્યો હતો. તેમની ફિલ્મે ખૂબ પૈસા કમાવ્યા હતા.

ચિયાન વિક્રમ: તમિલ ફિલ્મ સ્ટાર ચિયાન વિક્રમ વર્ષ 2009 માં આવેલી ફિલ્મ કાંથાસ્વામીમાં ખૂબ જ સુંદર સ્ત્રીની ભૂમિકામાં જોવા મળ્યા હતા, લોકોને તેનો આ લુક ખૂબ પસંદ આવ્યો હતો.

થલાપતિ વિજય: થલાપતિ વિજયે તેમના સુપરસ્ટાર રજનીકાંતની નકલ કરતા ફિલ્મ પ્રિયામનાવલેના એક ગીતમાં છોકરીઓના કપડાં પહેર્યા હતા. તેના આ પાત્રની સૌથી ખાસ વાત એ હતી કે તેણે પોતાની મૂછો કાઢી ન હતી. તેના પાત્રને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું.

સૂર્યા: તામિલ સ્ટાર સૂર્યા શિવકુમાર ફિલ્મ અયાન માં ખૂબ જ ગ્લેમરસ લુકમાં જોવા મળ્યા હતા. તેના આ લુકને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં તેમના આ પાત્રને ખૂબ પ્રસંશા મળી હતી.