આ ડરના કારણે જૂહી ચાવલા એ દુનિયાથી વર્ષો સુધી છુપાવી રાખ્યા હતા પોતાના લગ્ન, જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

બોલિવુડ

80ના દાયકાના મધ્યમાં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેત્રી જુહી ચાવલાની ગણતરી 90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રીઓમાં થાય છે. પોતાના જમાનાના ઘણા મોટા સુપરસ્ટાર્સ સાથે કામ કરનાર જુહી ચાવલાએ 90ના દાયકામાં મુખ્ય અભિનેત્રી તરીકે ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે.

જુહીએ પોતાના ચાહકોનું દિલ પોતાની સુંદર એક્ટિંગની સાથે જ સુંદરતા અને ચુલબુલી સ્ટાઈલથી પણ જીત્યું છે. જોકે જુહીએ વર્ષ 1995માં અચાનક લગ્ન કરીને લાખો ચાહકોના દિલ તોડી નાખ્યા હતા. નોંધપાત્ર છે કે, જ્યારે જૂહી તેની ફિલ્મી કારકિર્દીમાં ટોપ પર હતી ત્યારે તેણે વર્ષ 1995માં બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા હતા.

13 નવેમ્બર 1967ના રોજ હરિયાણાના અંબાલામાં જન્મેલી જુહી ચાવલા લગ્ન સમયે 28 વર્ષની હતી. કારકિર્દીના પીક પર જૂહીએ લગ્ન કર્યા હતા, જોકે તેણે પોતાના લગ્નની વાત લાંબા સમય સુધી છુપાવીને રાખી હતી. સાથે જ પોતાના લગ્ન વિશે લાંબા સમય પછી વાત કરી હતી.

જુહીએ એક ઈન્ટરવ્યુમાં પોતાના અને જયના ​​સંબંધ અને પોતાના લગ્ન વિશે ખુલીને વાત કરી હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે હું બોલિવૂડમાં આવતા પહેલા જ જય મહેતાને ઓળખતી હતી. જોકે ઘણા વર્ષો પછી અચાનક બંનેની મુલાકાત મિત્રના ઘરે ડિનર દરમિયાન થઈ હતી.

જુહી ચાવલા પોતાની માતા ગુમાવી ચુકી હતી અને તે તેના માટે ખૂબ જ ખરાબ સમય હતો. અભિનેત્રીએ કહ્યું કે તે સમયે મને એવું લાગી રહ્યું હતું કે જાણે મારાથી દરેક પ્રિય ચીજ છુટી રહી છે. ત્યારે જય તેમના સહારો બન્યા. જુહીના કહેવા મુજબ, “તેણે એક વખત ગુલાબથી ભરેલો ટ્રક મોકલ્યો હતો. તેને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મને લાગ્યું કે હું તેનું શું કરીશ.”

બીજી તરફ લગ્નની વાતને લાંબા સમય સુધી છુપાવીને રાખવા વિશે જુહીએ કહ્યું કે તે સમયે ઈન્ટરનેટ ખૂબ લોકપ્રિય ન હતું. ફોનમાં કેમેરા પણ ન હતા. તે દિવસોમાં હિરોઈનની કારકિર્દી લગ્ન પછી સમાપ્ત થઈ જતી હતી. મારી કારકિર્દી પીક પર હતી, હું ઈચ્છતી ન હતી કે તેની અસર કારકિર્દી પર પડે. તેથી મારે મારા લગ્ન છુપાવવા પડ્યા.

બે બાળકોના માતા-પિતા છે જુહી અને જય: લગ્ન પછી જુહી ચાવલા અને જય મહેતા બે બાળકોના માતા-પિતા બન્યા હતા. બંનેને એક પુત્ર અને એક પુત્રી છે. કપલની પુત્રીનું નામ જાન્હવી મેહતા અને પુત્રનું નામ અર્જુન મેહતા છે.