બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર એવા સુપરસ્ટાર છે જે કોઈ પણ ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી ન હોવા છતા પણ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ રોશન કર્યું છે અને પોતાને સુપરસ્ટાર સાબિત કર્યો છે. તાજેતરમાં અક્ષય કુમારે તેનો 53 મો જન્મદિવસ ઉજવ્યો છે. જણાવી દઈએ કે આ દિવસોમાં ફિલ્મના શૂટિંગને કારણે અક્ષય કુમાર વિદેશમાં છે.
90 ના દાયકામાં બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અક્ષય કુમારનું સ્થાન બોલિવૂડમાં એવું જ છે જેવું તે સમયે હતું. દરેક અક્ષય કુમારના સરળ વ્યવહાર અને આનંદિત સ્વભાવને પસંદ કરે છે. આ સાથે જ અક્ષયના ચાહકો પણ તેમના પ્રિય સ્ટારના દરેક સમાચારોમાં રસ લે છે. તો આજે તમને અક્ષયને લગતા આવા જ એક રસિક સમાચાર શેર કરવા જઇ રહ્યા છીએ. બહુ ઓછા લોકો જાણતા હશે કે અક્ષય કુમારની સાસુ ડિમ્પલ કાપડિયા તેમના જમાઈને ‘ગે’ સમજતી હતી?
અક્ષયને ગે સમજતી હતી ડીમ્પલ
ખરેખર, આ વાતનો ખુલાસો અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ કર્યો છે. અભિનેત્રીએ વર્ષ 2016 માં કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરન’ દરમિયાન તેની પર્સનલ લાઇફને લગતી ઘણી વાતો શેર કરી હતી. આ શોમાં ટ્વિંકલ સાથે તેનો પતિ અક્ષય કુમાર પણ હતો. અભિનેત્રીએ કહ્યું કે તેની માતા ડિમ્પલ અક્ષયને ગે સમજતી હતી.તેને આ વાતની શંકા આટલા માટે થઈ હતી કારણ કે એક પત્રકાર મિત્રે કહ્યું હતું કે અક્ષય ગે છે. અને બીજી તરફ અક્ષય સાથે ટ્વિંકલનું અફેર શરૂ થયું હતું.
ત્યાર પછી, જ્યારે અક્ષય ડિમ્પલ પાસે તેની પુત્રીનો હાથ માંગવા ગયો ત્યારે તેણે પહેલા અક્ષય વિશે તપાસ કરાવી. આટલું જ નહીં, જણાવી દઈએ કે અક્ષય અને ટ્વિંકલની બે વાર સગાઈ થઈ હતી, પરંતુ તૂટી ગઈ. અહેવાલો અનુસાર, જે સમયે બંનેની સગાઈ થઈ, તે સમયે ટ્વિંકલ ફિલ્મ ‘મેલા’ના શૂટિંગમાં વ્યસ્ત હતી અને અભિનેત્રીને વિશ્વાસ હતો કે તેની ફિલ્મ હિટ જશે. આવી સ્થિતિમાં અક્ષયે તેને કહ્યું હતું કે જો ફિલ્મ ફ્લોપ થઈ જાય તો તે તેની સાથે લગ્ન કરશે. આ વિશે ટ્વિંકલે હા પાડી. પરંતુ ટ્વિંકલ ખન્નાનો વિશ્વાસ ત્યારે તૂટી ગયો જ્યારે તેની ફિલ્મ મોટા પડદા પર ખરાબ રીતે ફ્લોપ થઈ.
અક્ષયે લગ્ન પહેલા સ્વીકારી હતી આ શરત
જણાવી દઈએ કે ટ્વિંકલે લગ્ન પહેલા અક્ષય કુમારની સામે એક શરત મૂકી હતી, જેમાં લગ્ન પહેલા અક્ષયે ટ્વિંકલ ખન્ના સાથે 1 વર્ષ રહેવાનું હતું.આ દરમિયાન અભિનેત્રીએ અક્ષયના પરિવારમાં કોને કઈ બિમારી છે? શું કુટુંબના લોકોને ટૂંક સમયમાં ટાલ તો નથી પડતીને? કયા રોગથી કોનું મૃત્યુ થયું? આ બધા વિશેનો આખો રેકોર્ડ તેણે ચેક કર્યો અને પછી એક વર્ષ પછી તેમના લગ્ન થયા. વર્ષ 2001 માં બંનેના લગ્ન થયા હતા અને હવે તેમના 2 બાળકો છે.
અક્ષય કુમારની ફિલ્મી વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષયની આગામી ફિલ્મ લક્ષ્મી બોમ્બ ખૂબ જ જલ્દી સ્ક્રીન પર રજૂ થવા જઇ રહી છે. અક્ષયના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જણાવી દઈએ કે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને પહેલા આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની હતી પરંતુ પછી નિર્માતાઓએ તેને થિયેટર પર રજૂ કરવાનો નિર્ણય કર્યો. આવી સ્થિતિમાં ફિલ્મના નિર્માતાઓ થિયેટર ખુલવાની રાહ જોઇ રહ્યા છે.ફિલ્મની વાત કરીએ તો અક્ષયની આ ફિલ્મ સાઉથ ઇંડિયન ફિલ્મ કંચનાની હિન્દી રિમેક છે. આ સિવાય અક્ષય આ દિવસોમાં બેલબોટમના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ સ્કોટલેન્ડમાં થઈ રહ્યું છે. તાજેતરમાં જ અભિનેતાએ ફિલ્મના શૂટિંગ દરમિયાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.