ખૂબ જ નાની ઉંમરમાં વિધવા બની ગઈ હતી આ 6 અભિનેત્રીઓ, નંબર 4 તો માત્ર 25 વર્ષની ઉંમરમાં જ બની ગઈ હતી વિધવા

બોલિવુડ

ભારતમાં લગ્ન બંધનને સૌથી પવિત્ર બંધનમાંથી એક માનવામાં આવે છે. લગ્ન બંધનમાં બંધાતી વખતી જોડી હંમેશા સાથે જીવવા મરવાની કસમ ખાય છે. પરંતુ બને છે તે જ જે નસીબમાં લખેલું હોય છે. બોલિવૂડની એવી ઘણી અભિનેત્રીઓ રહી છે, જેમને નાની ઉંમરમાં જ પતિથી અલગ થવાનું દુઃખ સહન કરવું પડ્યું છે અને તે નાની ઉંમરમાં જ વિધવા થઈ ગઈ હતી. ચાલો આજે આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે તમને જણાવીએ.

મંદિરા બેદી: બોલિવૂડની જાણીતી અભિનેત્રી મંદિરા બેદી એ તાજેતરમાં જ પોતાનો પતિ ગુમાવ્યો છે. પતિનું આમ અચાનક ચાલ્યા જવાથી મંદિરા સંપૂર્ણ રીતે તૂટી ચુકી છે. તે હાલમાં તેના જીવનના સૌથી દુઃખદ અને ખરાબ દિવસોનો સામનો કરી રહી છે. જણાવી દઈએ કે 30 જૂને મંદિરાના પતિ રાજ કૌશલનું નિધન થયું હતું. 49 વર્ષની મંદિરાના પતિનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે.

રેખા: રેખા હિન્દી સિનેમાની સદાબહાર અભિનેત્રી છે. રેખાએ પોતાની શ્રેષ્ઠ એક્ટિંગની સાથે જ દેશા દુનિયાને પોતાની સુંદરતાથી પણ દીવાના બનાવ્યા છે. રેખા પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ ચર્ચામાં પણ રહી છે. ઘણા અફેયર્સ પછી રેખાએ વર્ષ 1990 માં બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્ન એક વર્ષ પણ ન ટકી શક્યા. થોડા સમય પછી મુકેશે આત્મહત્યા કરી લીધી. આ સમય દરમિયાન રેખાની ઉંમર માત્ર 35 વર્ષ હતી.

શાંતિપ્રિયા: શાંતિપ્રિયા દક્ષિણ ભારતીય ફિલ્મો પછી હિન્દી સિનેમામાં પણ પોતાના જલવા ફેલાવવામાં સફળ રહી. હિન્દી સિનેમામાં શાંતિપ્રિયાએ વર્ષ 1991 માં ફિલ્મ ‘સૌગંધ’ થી પગ મુક્યો હતો. આ ફિલ્મ બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની પણ પહેલી ફિલ્મ હતી. અભિનેત્રીએ અભિનેતા સિદ્ધાર્થ રે સાથે વર્ષ 1999 માં લગ્ન કર્યાં હતાં. પરંતુ પાંચ વર્ષ પછી વર્ષ 2004 માં આ સંબંધ સિદ્ધાર્થના મૃત્યુ સાથે સમાપ્ત થયો હતો. સિદ્ધાર્થને હાર્ટ એટેક આવ્યો હતો અને તે 40 વર્ષની ઉંમરમાં 35 વર્ષની શાંતિપ્રિયાને છોડીને ચાલ્યા ગયા હતા.

લીના ચંદ્રવાકર: લીના ચંદ્રવાકર હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી રહી છે. લીના ચંદ્રવાકર હિન્દી સિનેમા દિગ્ગઝ સિંગર અને અભિનેતા કિશોર કુમારની ચોથી પત્ની હતી, જ્યારે કિશોર કુમાર લીનાના બીજા પતિ હતા. લીનાના પહેલા લગ્ન સિદ્ધાર્થ બંદોડકર સાથે થયા હતા. જો કે થોડા દિવસો પછી 25 વર્ષીય લીના તેના પતિના મૃત્યુ પછી વિધવા બની હતી. પછી તેના લગ્ન કિશોર કુમાર સાથે થયાં. કિશોર કુમારનું નિધન વર્ષ 1987 માં થયું હતું. ત્યારે લીનાની ઉંમર 37 વર્ષ હતી.

કહકંશા પટેલ: અભિનેત્રી કહકંશા પટેલના લગ્ન બિઝનેસમેન આરીફ પટેલ સાથે થયા હતા. વર્ષ 2018 માં કામ દરમિયાન આરીફે કાર્ડિયાક એરેસ્ટને કારણે દુનિયાને અલવિદા કહ્યું હતું. બંને પુત્રો અરહાન અને નુમૈરે ની કહકંશા પટેલ એકલા જ ઉછેર કરી રહી છે.

વિજેતા પંડિત: હિન્દી સિનેમાની એક ડઝનથી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી વિજેતા પંડિતે 48 વર્ષની ઉંમરમાં પતિ આદેશ શ્રીવાસ્તવને ગુમાવ્યા હતા. વર્ષ 1990 માં બંનેના લગ્ન થયા હતા અને પ્રખ્યાત સંગીતકાર આદેશ શ્રીવાસ્તવનું કેન્સરના કારણે 2015 માં નિધન થયું હતું.