દાદા-દાદી બન્યા મુકેશ અને નીતા અંબાણી, પુતવધૂ શ્લોકા એ આપ્યો પુત્રને જન્મ જુવો આ નાના મહેમાનની તસવીરો

Uncategorized

બિઝનેસમેન મુકેશ અંબાણી દાદા બની ગયા છે અને તેમના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. આજે તેની પુત્રવધૂ શ્લોકાએ એક પુત્રને જન્મ આપ્યો છે. ગયા વર્ષે જ તેમના પુત્ર આકાશ અંબાણીના લગ્ન શ્લોકા સાથે થયા હતા અને આજે તેમના ઘરે એક પુત્ર આવ્યો છે. સોશિયલ મીડિયા પર મુકેશ અંબાણીની એક તસવીર પણ ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં તે પોતાના પૌત્ર સાથે જોવા મળી રહ્યા છે. આ તસવીર હોસ્પિટલમાં બાળકના જન્મ થયા પછી તરત જ ખેંચવામાં આવી હતી.

અંબાણી પરિવાર દ્વારા જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “શ્રીકૃષ્ણ ભગવાનની કૃપાથી શ્લોકા અને આકાશ અંબાણીના ઘરે આજે પુત્ર એ જન્મ લીધો છે.” પુત્રનો જન્મ મુંબઇમાં થયો છે. નીતા અને મુકેશ અંબાણી દાદા બની ગયા છે. બંનેએ ધીરુભાઇ અંબાણી અને કોકિલાબેન અંબાણીના ગ્રાન્ડસનનું સ્વાગત કર્યું છે. બાળક અને માતા બંને સ્વસ્થ છે.

શ્લોકાએ ગુરુવારે સવારે 11 વાગ્યે એક પુત્રને જન્મ આપ્યો હતો અને હાલમાં તે હોસ્પિટલમાં છે. બીજી તરફ, અંબાણીના ઘરે નાના મહેમાનના સ્વાગતની તૈયારી કરવામાં આવી રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે, આકાશ અને શ્લોકાના લગ્ન 9 માર્ચ 2019 ના રોજ થયા હતા. તેના લગ્નમાં દુનિયાભરની જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. બ્રિટનના પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેયર, તેમની પત્ની ચેરી બ્લેયર, સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બાન કી મૂન, સુંદર પિચાઈ, તેમની પત્ની અંજલી, આનંદ મહિન્દ્રા, સચિન તેંડુલકર અને અન્ય ઘણા લોકો તેમના લગ્નમાં હાજર રહ્યા હતા. જોકે લગ્નના દોઢ વર્ષ પછી, તેમના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે.

ગયા વર્ષે ખરીદી હતી ટૉય ચેન: ગયા વર્ષે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સે લગભગ 620 કરોડમાં બ્રિટનની રમકડાની બ્રાન્ડ હૈમલેજ ગ્લોબલ હોલ્ડિંગ્સ લિમિટેડને ખરીદી હતી. તે સમયે સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું હતું કે મુકેશ તેના ઘરે આવનારા ‘નવા મહેમાન’ માટે પહેલાથી જ રમકડા એકઠા કરવામાં લાગી ગયા છે.

Leave a Reply

Your email address will not be published.