બોલીવુડની આ 6 દુલ્હનો આગળ ફિક્કી પડી ગઈ હતી અપ્સરાની સુંદરતા, લગ્નમાં લાગી રહી હતી ચાંદનો ટુકડો, જુવો તસવીરો

બોલિવુડ

જ્યારે પણ સુંદરતાની વાત આવે છે ત્યારે સૌથી પહેલા મગજમાં બોલીવુડ અભિનેત્રીઓનો ચેહરો આવે છે. જો આ અભિનેત્રીઓ દુલ્હનના રૂપમા હોય તો પછી શું કહેવું? બોલીવુડની ઘણી અભિનેત્રીઓ છે જ્યારે એ દુલ્હન બની તો તેમણે મેહફિલ લૂટી લીધી. લગ્ન દરમિયાન તે કોઈ અપ્સરાથી ઓછી નથી લાગતી. ચાલો આજે તમને આવી 6 અભિનેત્રીઓ વિશે જણાવીએ.

એશ્વર્યા રાય બચ્ચન: હિન્દી સિનેમાની સૌથી સફળ અને સુંદર અભિનેત્રીઓમાં એશ્વર્યાનું નામ સૌથી ઉપર આવે છે. આખી દુનિયામાં પોતાની એક્ટિંગથી સુંદર નામ કમાવનાર એશ્વર્યાએ વર્ષ 2007 માં અભિનેતા અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. તેણે લગ્નમાં હેવી ગોલ્ડ જ્વેલરી પહેરી હતી જેમાં કુંદન જડેલા હતા.

કરીના કપૂર ખાન: હિન્દી સિનેમાની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક કરીના કપૂર ખાનના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા હતા. કરીનાનું દિલ આવ્યું હતું છૂટાછેડા લીધેલા સૈફ અલી ખાન પર. ફિલ્મ ટશન દરમિયાન બંને એકબીજાને દિલ આપી બેઠા હતા. બંનેએ ઘણાં વર્ષો સુધી એકબીજાને ડેટ કરી હતી. ત્યાર પછી કરીના અને સૈફે નવેમ્બર 2012 માં લગ્ન કર્યાં હતાં. અભિનેત્રીએ લગ્નમાં પરંપરાગત શારાર પહેર્યો હતો અને તે જ રીતે પરંપરાગત ઘરેણાં પણ પહેર્યા હતા. તેને આ સ્ટાઈલમાં જોઈને દરેક તેમના દિવાના બની ગયા હતા.

શિલ્પા શેટ્ટી: હિન્દી સિનેમાની ફીટ અને હિટ અભિનેત્રી શિલ્પા શેટ્ટી 45 વર્ષની ઉંમરે પણ પોતાની ફિટનેસ અને સુંદરતાથી દરેકને ટક્કર આપે છે. વર્ષ 2009 માં શિલ્પાએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા. તેણે લગ્નમાં પરંપરાગત દુલ્હનની જેમ નેકલેસથી લઈને બાજૂબંધ પણ પહેર્યું હતું. તેના બધા ઘરેણાં સંપૂર્ણપણે પરંપરાગત હતા. તે લગ્ન દરમિયાન ખૂબ જ સુંદર લાગી રહી હતી.

અનુષ્કા શર્મા: અનુષ્કા શર્મા હિન્દી સિનેમાની ખૂબ જ સુંદર દુલ્હનોમાંની એક છે. અનુષ્કા શર્માએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે ઇટલીમાં વર્ષ 2017 માં ગુપ્ત લગ્ન કર્યા હતા. જ્યારે વિરાટ અને અનુષ્કાના લગ્નની તસવીરો સામે આવી હતી, ત્યારે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. અનુષ્કા તેમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેની જ્વેલરીએ તેની સુંદરતામાં વધારો કર્યો હતો.

 

સોનમ કપૂર: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની પુત્રી અભિનેત્રી સોનમ કપૂર પોતાની સાથે બોલિવૂડ ફેશનિસ્ટાનું ટેગ લઈને ચાલે છે. તેની ફેશનને ખૂબ પસંદ કરવામાં આવે છે. તો પછી પોતાના લગ્નમાં સુંદર દેખાવામાં સોનમ કેવી રીતે પાછળ રહી શકે. વર્ષ 2018 માં સોનમે બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા. સોનમના હેવી લહેંગાથી લઈને હેવી જ્વેલરી સુધીની દરેક ચીજ ખૂબ જ સુંદર લાગી રહી હતી.

સોહા અલી ખાન: અભિનેતા સૈફ અલી ખાનની બહેન અને અભિનેત્રી કરીના કપૂર ખાનની નણંદ સોહા અલી ખાને વર્ષ 2015 માં બોલિવૂડ અભિનેતા કુણાલ ખેમુ સાથે લગ્ન કર્યા. એવું કહેવામાં આવે છે કે સોહાએ તેના લગ્નમાં પટૌડી પરિવારના વિશેષ ઘરેણાં પહેર્યા હતા, જેણે તેની સુંદરતામાં વધારો કર્યો હતો.