બોબી દેઓલની પત્નીની સુંદરતા જોઈને બોલીવુડ અભિનેત્રીની સુંદરતા પણ ભુલી જશો, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

બોલિવૂડ કલાકારો ઘણીવાર તેમની ફિલ્મોની સાથે જ તેમની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. ઘણીવાર બોલિવૂડ સ્ટાર્સની સાથે જ તેમના પરિવારના સભ્યો પણ હેડલાઇન્સનો ભાગ બની રહે છે. જો કે, એવા ઘણા કલાકારો છે જેમના પરિવારના સભ્યો ભાગ્યે જ હેડલાઇન્સનો ભાગ બને છે. અભિનેતા બોબી દેઓલની પત્નીનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે.

બોબી દેઓલનાં લગ્નને 25 વર્ષ થઈ ચુક્યા છે, જોકે તેની પત્ની વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. જણાવી દઈએ કે તેની પત્નીનું નામ તાન્યા દેઓલ છે. બોબી અને તાન્યાએ વર્ષ 1996 માં લગ્ન કર્યા હતા. બોબીની પત્ની તાન્યા લૂકમાં કોઈ બોલિવૂડ અભિનેત્રી થી ઓછી સુંદર નથી. તેને જોઈને લાગે છે કે તે બોલિવૂડની અભિનેત્રી હશે.

જણાવી દઈએ કે વર્ષ 1996 માં બોબી દેઓલ અને તાન્યાના લગ્ન 30 મેના રોજ થયા હતાં. તાજેતરમાં જ્યારે કપલના લગ્નને 25 વર્ષ પૂર્ણ થયા હતા ત્યારે બોબીએ સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરીને પત્ની તાન્યાને લગ્નની એનિવર્સરીની શુભકામનાઓ આપી હતી. તસવીર શેર કરતા અભિનેતાએ લખ્યું કે, “તમે મારા દિલ, મારી આત્મા, મારી દુનિયા છો. હું તમને હંમેશા હંમેશા માટે પ્રેમ કરતો રહીશ. 25 મી એનિવર્સરીની શુભકામના.” આ તસવીરોમાં બંનેના લગ્નની તસવીર પણ શામેલ હતી.

એવું કહેવામાં આવે છે કે કોઈ રેસ્ટોરંટમાં બોબી એ તાન્યાને પહેલી વખત જોઈ હતી અને તેણે પહેલી જ નજરમાં તાન્યાને પોતાનું દિલ આપી દીધું હતું. તેમણે ઘણી વખત તાન્યાને ઈમ્પ્રેસ કરવાના પ્રયત્નો કર્યા હતા અને છેવટે તે સફળ રહ્યા હતા.

જણાવી દઈએ કે તાન્યા મિલિયનર બેંકર રહી ચુકેલ દેવેન્દ્ર આહુજાની પુત્રી છે. દેવેન્દ્ર હવે આ દુનિયામાં નથી. તેનો એક ભાઈ છે જેનું નામ વિક્રમ છે. જ્યારે બોબી અને તાન્યાના લગ્ન થયા હતા ત્યારે તાન્યાના પરિવારમાં વિવાદ થયો હતો. ત્યાર પછી તેના ભાઈ અને પિતા વચ્ચેના સંબંધો બગડ્યા હતા. જ્યારે તાન્યાના પિતાનું નિધન થયું હતું, ત્યારે તેના અંતિમ સંસ્કાર બોબી દેઓલ દ્વારા કરવામાં આવ્યા હતા.

તાન્યા અને બોબી દેઓલે દેવેંદ્ર આહૂજાના ખરાબ સમયમાં તેમનો સાથ આપ્યો હતો. એવું કહેવામાં આવે છે કે દેવેન્દ્રએ પુત્રી તાન્યાના નામે પોતાની 300 કરોડની સંપત્તિ કરી હતી અને પુત્ર વિક્રમને તેમાંથી કાઢી નાખ્યો હતો.

બોબી અને તાન્યાની લવ સ્ટોરી વિશે વાત કરીએ તો, બોબીએ તાન્યાને તે રેસ્ટોરંટમાં પ્રપોઝ કર્યો હતો, જેમાં તેમણે તાન્યાને પહેલી વખત જોઈ હતી. બંનેની લવ સ્ટોરી વિશે તાન્યાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “હું ચંકી પાંડેના ઘરે દિવાળી સીઝનમાં કાર્ડ્સ રમવા ગઈ હતી અને બોબી આવ્યા અને તે મારી પાસે બેસી ગયા અને અમે સેમ ટેબલ પર કાર્ડ્સ રમ્યા. તે મારાથી હારતા રહ્યા, પરંતુ તેમણે મને પૈસા ન આપ્યા અને તે કહેતા રહ્યા કે તે મને ડિનર પર લઈ જશે. હું વિચારી રહી હતી કે આ છોકરાને શું થઈ ગયું છે.”

તો એક ઈંટરવ્યૂમાં બોબીએ પત્ની તાન્યાને લઈને કહ્યું હતું કે, “મારી પત્ની મારી શક્તિના આધારસ્તંભ જેવી છે. તે મારા ઉતાર-ચળાવમાં મારી સાથે ઉભી રહે છે, તેણે મારા પર વિશ્વાસ કર્યો. તેણે ઘણી વખત મને આગળ વધવા માટે મોટિવેટ કરવાના પ્રયત્ન કર્યા અને તેમનો આ વિશ્વાસ અને મોટિવેશન જ છે, જેણે મને અહીં સુધી પહોંચાડી. તે એક સારી મહિલા છે અને હું ખૂબ લકી છું કે મારા તેમની સાથે લગ્ન થયા.”