વ્યક્તિની રાઈટિંગ જોઈને લોકો થઈ ગયા ફેન, કહ્યું- પ્રિંટિંગ મશીનથી પણ વધારે સુંદર, જુવો આ વાયરલ વીડિયો

વિશેષ

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આ આધુનિક દુનિયામાં મોટાભાગનું લેખન કાર્ય કમ્પ્યુટર, મોબાઇલ અને પ્રિન્ટરની મદદથી થાય છે. પરંતુ આજે પણ એવા ઘણા કાર્યો છે જ્યાં લખવું જરૂરી હોય છે. આ ઉપરાંત કોઈપણ વિદ્યાર્થી માટે તેના હેંડરાઈટિંગ ક્લાસમાં વધુ મહત્વ ધરાવે છે. જો કોઈ વિદ્યાર્થીના રાઈટિંગ સારા છે, તો તેની અસર ટીચર પર પણ પડે છે. સારા રાઈટિંગને કારણે આપણા ઘણા ક્લાસમેટ ટીચરના ફેવરિટ રહે છે.

આ કારણસર બાળપણથી જ આપણે બધાએ આપણા હેંડરાઈટિંગ સુધારવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. પરંતુ કેટલાક હેંડરાઈટિંગ સુધર્યા અને કેટલાક એ તો તેની પાછળ ટીચરનો માર પણ ખાધો. બની શકે છે કે સ્કૂલના દિવસોમાં ખરાબ હેંડરાઈટિંગને કારણે તમારામાંથી કોઈએ ટીચરનો માર પણ ખાધો હશે? આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક હેંડરાઈટિંગનો એક વીડિયો ચર્ચાનો વિષય બનેલો છે, જેમાં એક વ્યક્તિ પેનથી કંઈક લખી રહ્યો છે. પરંતુ આ વ્યક્તિના રાઈટિંગ એવા છે કે જાણે કોમ્પ્યુટર પર કંઈક લખાયેલું છે. લોકો આ વ્યક્તિના હેન્ડરાઈટિંગના ફેન બની ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પોતાના હાથથી પેન વડે કંઈક લખતા જોવા મળી રહ્યો છે. તમે લોકો વીડિયોમાં જોઈ શકો છો કે આ વ્યક્તિ ખૂબ જ સુંદર રાઈટિંગ લખી રહ્યો છે. આ વ્યક્તિનું લખાણ જોઈને લાગે છે કે તે પ્રિન્ટિંગ મશીનને પણ ફેલ કરી રહ્યો છે. તેણે દરેક શબ્દ શ્રેષ્ઠ રીતે લખ્યો છે, જેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ શકે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ પેન વડે સાદા સફેદ કાગળ પર કેટલીક લાઈનો લખતા જોવા મળે છે અને તે ઘણી લાઈનો પણ લખી ચુક્યો છે. સૌથી આશ્ચર્યચકિત વાત એ છે કે તેના શબ્દો એક જેવા જ છે. એટલે કે જો તે એક જગ્યાએ Y શબ્દ લખી રહ્યો છે, તો બીજી જગ્યાએ પણ તે બરાબર એ જ રીતે Y શબ્દ લખતા જોવા મળે છે.

આટલું જ નહીં પરંતુ આ વીડિયોના અંતમાં આ વ્યક્તિ બ્યૂટીફુલ શબ્દને પણ અંગ્રેજી ભાષામાં લખે છે. આ શબ્દ પણ તેણે ખૂબ જ સારી રીતે લખ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો વ્યક્તિના રાઈટિંગના ફેન બની ગયા છે.

અહીં જુઓ વિડિયો: આ વીડિયોને ટ્વિટર પર @TansuYegen નામના ટ્વિટર યુઝરે શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3.7 મિલિયનથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે. સાથે જ આ વીડિયોને 142.9 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે. આ વીડિયો જોયા પછી લોકો કમેન્ટ દ્વારા પોતાના રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે “આટલા સુંદર રાઈટીંગ મે આજ સુધી નથી જોયા.” સાથે જ એક યૂઝર એ લખ્યું કે “કાશ હું પણ આવું લખી શકું.”