‘મિસ દિવા મિસ યુનિવર્સ ઇન્ડિયા 2021’ નું ફાઇનલ થઈ ચુક્યું છે. તેના ફાઇનલમાં પંજાબની હરનાઝ સંધુએ મિસ યુનિવર્સ ઇન્ડિયા 2021 નો એવોર્ડ જીતી લીધો છે. આ એવોર્ડ પર કબજો મેળવ્યા પછી હવે હરનાઝ મિસ યૂનિવર્સ 2021 માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. નોંધપાત્ર છે કે હરનાઝ સંધૂની સાથે-સાથે ટોપ 10 ફાઈનાલિસ્ટમાં અંકિતા સિંહ, આયશા અસદી, દિવિતા રાય, હરનાઝ સંધુ, નિકિતા તિવારી, પલ્લબી સૈકિયા, રિતિકા ખતનાની, સિદ્ધિ ગુપ્તા, સોનલ કુકરેજા અને તારિણી કલિંગરાયરના નામ શામેલ હતા.
હરનાઝ સંધૂએ જીતી છે આ બધી સ્પર્ધા: હરનાઝ સંધુ આ પહેલા પણ ઘણી તક પર એવોર્ડ જીતી ચુકી છે. વર્ષ 2018 માં હરનાઝ મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટારનો એવોર્ડ પોતાના નામે કરી ચુકી છે અને વર્ષ 2019 માં તે ફેમિના મિસ ઇન્ડિયા પંજાબ બની હતી. આ સ્પર્ધામાં તેની સામે 29 મોડલ પણ હતા. દરેકને ટક્કર આપીને તેમણે ટોપ 12 માં પોતાની જગ્યા પાક્કી કરી હતી. આ સ્પર્ધાની તૈયારી કરતી વખતે હરનાઝે પોતાના અભ્યાસ સાથે પણ સમાધાન કર્યું ન હતું. તે આ દિવસોમાં પોતાના માસ્ટર્સનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે.
આ ફિલ્મોમાં હરનાઝ એ બતાવ્યા છે પોતાના જલવા: કામની વાત કરીએ તો હરનાઝ પોતાના અભ્યાસ અને સ્પર્ધાની તૈયારી કરવાની સાથે-સાથે કેટલીક ફિલ્મોનો ભાગ પણ રહી ચુકી છે. હરનાઝે ‘યારા દિયાં પૂ બારાં’ અને ‘બાઇ જી કુટ્ટાંગે’ જેવી શ્રેષ્ઠ ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. આ સાથે તે ડિસેમ્બર મહિનામાં ઇઝરાયલમાં યોજાનારી મિસ યુનિવર્સ 2021 સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે.
મિસ યૂનિવર્સમાં હરનાઝ કરશે ભારતનું પ્રતિનિધિત્વ: હરનાઝ સંધુની વાત કરીએ તો તે પંજાબના ચંદીગઢમાં રહેતી એક મોડેલ છે. તેમણે પોતાની કારકિર્દીનો શરૂઆતનો અભ્યાસ ચંડીગઢની શિવાલિક પબ્લિક સ્કૂલથી કર્યો છે. ત્યાર પછી તેણે ચંડીગઢમાંથી જ ગ્રેજ્યુએશન કર્યું છે. જણાવી દઈએ કે 70 મી મિસ યુનિવર્સ સ્પર્ધાન આ વર્ષે ઈઝરાયલ (હરનાઝ સંધુ) દ્વારા હોસ્ટ કરવામાં આવી રહી છે. ગયા વર્ષે આ ઇવેન્ટમાં, મેક્સીકોની મોડલ એન્ડ્રીયા મેઝા વિજેતા બની હતી અને આ વર્ષે એન્ડ્રીયા પોતાનો તાજ નવી વિજેતાને પહેરાવશે.
જણાવી દઈએ કે આ સ્પર્ધામાં જયપુરની સોનલ કુકરેજા ફર્સ્ટ રનર-અપ, દિવિતા રાય સેકન્ડ રનર-અપ, તરિણી કલિંગરાયાર થર્ડ રનર-અપ રહી છે. સોશિયલ મીડિયા પર ‘મિસ દિવા મિસ યુનિવર્સ ઇન્ડિયા 2021’ ઇવેન્ટની તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. હરનાઝ સંધુ સાથે પુણેની રિતિકા ખતનાનીએ પણ લીવા મિસ દિવા સુપર નેચરલ 2021 નો એવોર્ડ જીત્યો છે.
આ સ્પર્ધા જીત્યા પછી હરનાઝ સંધુને સોશિયલ મીડિયા પર ખૂબ અભિનંદન મળી રહ્યા છે. દરેક વ્યક્તિ તેને કમેન્ટ કરીને અભિનંદન આપી રહ્યા છે. આ બધાની સાથે હરનાઝ સંધુની ઘણા શો દરમિયાન લેવામાં આવેલી તસવીર પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. હવે દરેક તેને સોશિયલ મીડિયા પર ફોલો કરી રહ્યા છે. એવોર્ડ જીતવાની સાથે જ સોશિયલ મીડિયા પર તેના ચાહકોને સંખ્યામાં પણ વધારો થઈ ગયો છે.