શ્રાવણ મહિનામાં ખરીદો આ 5 ચીજો, જીવનભર થતી રહેશે બરકત, ખુલી જશે પ્રગતિના રસ્તા

ધાર્મિક

શ્રાવણ મહિનો 25 જુલાઈ એ શરુ થવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં શિવ તેના ભક્તોની પ્રાર્થના ઝલ્દી સાંભળે છે. એવું કહેવામાં આવે છે કે આ તે મહિનો છે જ્યારે શિવ સ્વર્ગમાંથી ધરતી પર ભ્રમણ કરવા નીકળે છે. આવી સ્થિતિમાં જો તમે પણ ઈચ્છો છો કે શિવ તમારા ઘરે જરૂર પધારે તો શ્રાવણ મહિનામાં કેટલીક ખાસ ચીજો ખરીદીને પોતાના ઘરે લઈ આવો. આ કરવાથી શિવજી તમારા ઘર તરફ આકર્ષિત થશે અને તમને સારું નસીબ, સંપત્તિ, પ્રગતિ અને અન્ય ઘણા ફાયદાઓ આપશે.

ચંદન: શ્રાવણ મહિનામાં ચંદન ખરીદીને શિવજીને લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચંદનની અંદર એક સકારાત્મક ઉર્જા હોય છે. તેને શિવલિંગ અથવા ભોલેનાથની મૂર્તિ ઉપર લગાવવાથી સકારાત્મક વાતાવરણ બને છે. ઘરમાં તેને રાખવાથી નેગેટિવ ઉર્જા દૂર થાય છે. આ રીતે એક શાંત અને પોઝિટીવ વાતાવરણ જોઈને શિવજી તમારા ઘરે પહેલા આવે છે આ સાથે જ તમારી દરેક ઈચ્છા પણ પૂર્ણ થઈ જાય છે.

સોનું-ચાંદી: શ્રાવણ મહિનામાં સોના-ચાંદીની ખરીદી કરવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો તમે આ મહિનામાં સોના અથવા ચાંદીની ખરીદી કરો છો અને તેને શિવજી પાસે રાખીને પૂજા કરો છો તો તમારા જીવનમાં ક્યારેય પણ પૈસાની અછત થતી નથી. તમે જે દિવસે પણ તેને ખરીદો તે દિવસે શિવજીની પૂજા સમયે શિવ પાસે રાખી દો. પૂજા પૂર્ણ થયા પછી, તમે તેને ઘરની તિજોરીમાં રાખી શકો છો. તેનાથી તમારી બરકતમાં વધારો થશે.

ભગવા વસ્ત્ર: શ્રાવણ મહિનામાં ભગવા રંગના કપડાં ખરીદવાના ઘણા ફાયદા છે. આ રંગ શિવજીને ખૂબ પસંદ છે. જ્યારે તમે ભગવાન શિવની આ રંગના કપડાં પહેરીને પૂજા કરો છો, ત્યારે તે તમારી પ્રાર્થના ઝડપથી સાંભળે છે. આ ઉપરાંત આ રંગને શ્રાવણ મહિનામાં પહેરવો ખૂબ લકિ પણ માનવામાં છે. તેને પહેરીને તમે જે પણ કામ કરો છો તે પૂર્ણ થવાના ચાંસ પણ વધી જાય છે.

શિવજીની મૂર્તિ: જો તમારા ઘરમાં શિવજીની શિવલિંગ નથી, તો તમે શ્રાવણ મહિનામાં તેને જરૂર ખરીદો. તેને ખરીદવાનો તેનાથી સારો સમય કોઈ અન્ય નથી. જો પહેલાથી તમારા મંદિરમાં શિવલિંગ છે તો ફરીથી ન ખરીદો. મંદિરમાં એક જ જગ્યાએ બે શિવલિંગ રાખવામાં આવતી નથી. જો કે જો તમે ઇચ્છો, તો તમે શિવજીની કોઈપણ તસવીર અથવા મૂર્તિ લઈ શકો છો. તમે તેને તમારા ઘર, ઓફિસ, દુકાન અથવા કારમાં ગમે ત્યાં રાખી શકો છો.

ગાય: જેમ કે તમે બધા જાણો છો કે નંદી શિવજીનું વાહન છે. તેથી, આ મહિનામાં નંદી અથવા ગાયની તસવીર ખરીદવી પણ શુભ માનવામાં આવે છે. તે સારા નસીબના સંકેત છે અને તમારા દુશ્મનો તેનાથી દૂર રહે છે. જો તમારા ઘરમાં જગ્યા છે તો તમે સાચી ગાય અથવા બળદ પણ ખરીદી શકો છો.