સ્મશાન ઘાટ પહોંચ્યો બપ્પી લહિરીનો પાર્થિવ દેહ, અંતિમ યાત્રામાં ઉમટી ચાહકોની ભીડ, જુવો તસવીરો

બોલિવુડ

દિગ્ગ્ઝ સિંગર બપ્પી લહિરી હવે આપણી વચ્ચે નથી રહ્યા અને આજે એટલે કે ગુરુવારે તેમના વિલે પાર્લેના પવન હંસ સ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જણાવી દઈએ કે બપ્પી લહિરીનું નિધન 15 ફેબ્રુઆરીએ થયું હતું. ત્યાર પછી તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે, કારણ કે તેમનો પુત્ર અમેરિકામાં રહે છે અને તે મોડી રાત્રે મુંબઈ પહોંચી ગયો છે.

જણાવી દઈએ કે ટુંક સમયમાં જ તેમનો પરિવાર અને કેટલાક નજીકના મિત્રો બપ્પી દાના પાર્થિવ દેહને લઈને સ્મશાન ઘાટ પહોંચવાના છે. સાથે જ જણાવી દઈએ કે ‘ધ ડિસ્કો કિંગ’ ના નામથી પ્રખ્યાત બપ્પી લહિરીની સારવાર છેલ્લા 1 મહિનાથી ચાલી રહી હતી અને તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી. પરંતુ તે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી અન્ય સમસ્યાઓથી પીડિતા હતા અને મંગળવારે તેમની સ્થિતિ નાજુક બની ગઈ હતી. ત્યાર પછી તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી હોસ્પિટલમાં જ સારવાર દરમિયાન બપ્પી દાએ દુનિયાને અલવિદા કહી દીધું.

જણાવી દઈએ કે બપ્પી લહિરીનું અવસાન OSA એટલે કે ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા નામની બીમારીને કારણે થયું છે અને અજય દેવગણ, અક્ષય કુમાર અને અનુપમ ખેર સહિત ઘણા બૉલીવુડ સ્ટાર્સે બપ્પી લહિરીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

જણાવી દઈએ કે થોડા કલાકો પહેલા જ બપ્પી લહિરીનો પુત્ર બપ્પા (બપ્પી દા પુત્ર) આખા પરિવાર સાથે મુંબઈ પરત ફર્યો છે અને ટૂંક સમયમાં જ બપ્પી દાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

માહિતી માટે જણાવી દઈએ કે ફૂલોથી સજેલી ગાડીમાં બોલીવુડના ડિસ્કો કિંગની અંતિમ યાત્રા પૂરી થઈ અને બપ્પી દાના પાર્થિવ દેહને વિલે પાર્લેના પવન હંસ સ્મશાન ઘાટમાં લાવવામાં આવી ચુક્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla) 

તસવીરોમાં તમે જોઈ શકો છો કે બોલિવૂડના ડિસ્કો કિંગની અંતિમ યાત્રામાં તેમના ચાહકો પણ શામેલ થઈ રહ્યા છે અને બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે પણ બપ્પી લહિરીને યાદ કરતા ટ્વિટર પર એક ઈમોશનલ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા તેમણે લખ્યું છે કે, “શા માટે ચાલ્યા જાય છે દુનિયામાંથી કેટલાક લોકો? બપ્પી દા! ૐ શાંતિ.”

સાથે જ સમાચાર એજન્સી ANIના આ ટ્વીટમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો બપ્પી લહિરીના પાર્થિવ દેહને વિલે પાર્લે સ્મશાનઘાટ લઈ જઈ રહ્યા છે અને અહીં જ ટૂંક સમયમાં જ તેમના અંતિમ સંસ્કારની વિધિ શરૂ થઈ જશે.

પુત્રી રીમાના ખોળામાં લીધો છેલ્લો શ્વાસ: સાથે જ છેલ્લે જણાવી દઈએ કે બપ્પી લહિરીએ મુંબઈના જુહુ સ્થિત ક્રિટી કેર હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બપ્પી દાએ તેમની પુત્રી રીમાના ખોળામાં અંતિમ શ્વાસ લીધો અને તેમની પુત્રી રીમાની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે ઘરે પોતાના પિતાના મૃતદેહ પાસે ખૂબ રડતા જોવા મળી રહી છે અને તેના પરિવારના સભ્યો તેને સંભાળતા જોવા મળી રહ્યા છે.