હનુમાન જયંતિ પર ભૂલથી પણ ન કરો આ કામ, બજરંગબલી થઈ શકે છે નારાજ

ધાર્મિક

27 એપ્રિલ 2021 ના રોજ હનુમાન જયંતી ઉજવવામાં આવશે. જણાવી દઈએ કે દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તિથિ હનુમાન જયંતી અથવા હનુમાન જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્તો મહાબલી હનુમાનની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે બજરંગબલીની પૂજા કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના દુઃખો અને ભયથી છુટકારો મળે છે. મહાબાલી હનુમાનજી તેમના ભક્તોની દરેક સંકટમાંથી રક્ષા કરે છે. હનુમાન જયંતિનો દિવસ બજરંગબલીની પૂજા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે.

જો તમે હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની પૂજા કરી રહ્યા છો, તો તે દરમિયાન ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો હનુમાનજીની પૂજા દરમિયાન તમારાથી જાણતાં અથવા અજાણતાં કેટલીક ભૂલો થાય છે, તો ભગવાન હનુમાનજી તેમના કારણે તમારા પર ગુસ્સે થઈ શકે છે. આજે અમે તમને આ આર્ટિકલ દ્વારા હનુમાન જયંતી પર તમારે ક્યા ક્યા કરવાથી બચવું જોઈએ તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

હનુમાન જયંતિની પૂજા દરમિયાન રાખો આ બાબતોનું ધ્યાન: જો તમે હનુમાન જયંતિ પર બજરંગબલીની પૂજા કરી રહ્યા છો, તો તે દરમિયાન કાળા અથવા સફેદ રંગના કપડાં ભૂલથી પણ ન પહેરો. આ દિવસે તમારે લાલ અથવા પીળા રંગના કપડા પહેરીને ભગવાન હનુમાનની પૂજા કરવી જોઈએ અને ભગવાન હનુમાનને લાલ ફૂલો, લાલ વસ્ત્રો અર્પણ કરો. જો તમે હનુમાન જયંતિ પર ભૂલથી પણ કાળા રંગના કપડા પહેરીને પૂજા કરો છો તો તેના કારણે તમારા જીવન પર નકારાત્મક અસર પડવા લાગે છે.

જે લોકોએ હનુમાનજીનું વ્રત રાખ્યું છે, તે લોકોએ હનુમાન જયંતીના દિવસે મીઠાનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. આ ઉપરાંત જો તમે મીઠાઈઓ અને ચીજો દાન કરી રહ્યા છો તો તમારે તે મીઠાઈનું સેવન ન કરવું જોઈએ.

ભક્તોએ ધ્યાન રાખવું પડશે કે હનુમાન જયંતિ ઉપર બિલકુલ ગુસ્સો ન કરો અન આ દિવસે કોઈને અપશબ્દો ન કહો. તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે તમે પૂજા કરતી વખતે તમારા સ્વભાવને સંપૂર્ણ શાંત રાખો. જો કોઈ કારણોસર તમે ગુસ્સે થઈ રહ્યા છો, તો તમારે તે સમયે અશાંત મનથી હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ.

આપણે બધા જાણીએ છીએ કે મહાબલી હનુમાનજી બ્રહ્મચારી છે, તેથી જે પણ વ્યક્તિ બજરંગબલીની પૂજા કરી રહ્યા છે, તેને બ્રહ્મચાર્યનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ મહિલા હનુમાનજીની પૂજા કરી રહી છે, તો તેણે હનુમાનજીની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ નહિં તો જનુમાનજી નારજ થઈ શકે છે.

હનુમાન જયંતિનો દિવસ સંકટ મોચન મહાબાલી હનુમાનજીની પૂજાનો ખાસ દિવસ માનવામાં આવે છે. તેથી તમે આ વાતનું ધ્યાન રાખો કે આ દિવસે તમે માંસ અને દારૂનું ભૂલથી પણ સેવન ન કરો હનુમાન જયંતિના દિવસે કોઈ પણ પ્રકારના નશા વાળી ચીજોનું ભૂલથી પણ સેવન ન કરો, નહીં તો હનુમાનજી તમારાથી ગુસ્સે થઈ શકે છે અને તમારા જીવનમાં મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.