જ્યારે અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયા હતા આ 8 સ્ટાર, ત્યારે કોઈ સળગતી કારમાંથી બહાર નિકળ્યા તો કોઈને…

બોલિવુડ

ફિલ્મોમાં ઘણીવાર કલાકારો મૃત્યુ સામે લડતા જોવા મળે છે, પરંતુ કેટલાક સ્ટાર્સ એવા પણ છે જે રિયલ લાઈફમાં પણ મૃત્યુ સામે લડ્યા છે. ખરેખર ઘણા બોલિવૂડ સ્ટાર્સ એવા ભયાનક અકસ્માતનો ભોગ બન્યા છે, જેમાં તેમણે પોતાના મૃત્યુને ખૂબ જ નજીકથી જોયું છે. ચાલો આજે કેટલાક એવા જ બોલીવુડ સ્ટાર્સ વિશે તમને જણાવીએ જે મૃત્યુને માત આપવામાં સફળ રહ્યા છે.

મહિમા ચૌધરી: પ્રખ્યાત અભિનેત્રી મહિમા ચૌધરી સાથે વર્ષ 1999 માં એક ભયાનક અકસ્માત થયો હતો. જ્યારે તે ફિલ્મ ‘દિલ ક્યા કરે’ ના શૂટિંગ માટે જઇ રહી હતી, ત્યારે તેની કારને એક ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. કારને ખૂબ નુકસાન થયું હતું અને કારનો કાચ મહિમાના ચહેરામાં ઘૂસી ગયો હતો. તેનાથી તેનો આખો ચેહરો ખરાબ થઈ ગયો હતો. સારવાર દરમિયાન ડૉક્ટર્સે મહિમાના ચેહરા પરથી 67 કાંચના ટુકડા કાઢ્યા હતા.

અનુ અગ્રવાલ: આશિકી ફિલ્મથી રાતોરાત સ્ટાર બનેલી અનુ અગ્રવાલ એકવાર રાતના સમયે ક્યાંક જઇ રહી હતી. વર્ષ 1999 માં પૂણે-મુંબઇ હાઇવે પર તેની સાથે મોટો અકસ્માત થયો હતો. તે લોહીથી લથબથ થઈ ગઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. જ્યાં તે કોમામાં ચાલી ગઈ હતી. તે 29 દિવસ પછી કોમાથી બહાર આવી હતી. તેનો ચહેરો પણ ખરાબ થઈ ગયો હતો અને તેની મેમરી પણ જઈ ચુકી હતી.

શબાના આઝમી: તેના સમયની પ્રખ્યાત અભિનેત્રી શબાના આઝમી સાથે પણ એક જીવલેણ અકસ્માત થયો છે. તેમની કારને 19 જાન્યુઆરી 2020 ના રોજ એક ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માતમાં શબાના લોહીથી લથબથ થઈ ગઈ હતી. તેના માથા અને હાથને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

હેમા માલિની: હેમા માલિની વર્ષ 2015 માં રાજસ્થાનના દૌસામાં એક ભયાનક માર્ગ અકસ્માતનો શિકાર બની હતી. આ અકસ્માતમાં તેના ચહેરા પર ઘણા ટાંકા આવ્યા હતા. પછી હેમા માલિનીના ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરીને ચહેરો ઠીક કરવામાં આવ્યો હતો.

અમિતાભ બચ્ચન: સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન તેની ફિલ્મ ‘કુલી’ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયા હતા. ખરેખર અભિનેતા પુનીત ઇસ્સર અને અમિતાભ એક સીનનું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે જ પુનીતનો એક જોરદાર પંચ બિગ બીના પેટમાં લાગી ગયો હતો. તેનાથી તેનું આંતરડું ફાટી ગયું હતું. અમિતાભ બચ્ચન ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં મોતની જંગ સામે લડ્યા હતા.

સોનૂ સૂદ: એકવાર સોનુ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરથી ક્યાંક જઈ રહ્યા હતા, ત્યારે તેની કારમાં આગ લાગી હતી. પરંતુ સોનુ સમયસર કારમાંથી કૂદવામાં સફળ રહ્યા હતા અને તેના જીવન પર કોઈ સંકટ આવ્યું ન હતું.

સૈફ અલી ખાન: વર્ષ 2000 માં આવેલી ફિલ્મ ‘ક્યા કહેના હૈ’ ના સેટ પર અભિનેતા સૈફ અલી ખાન એક પથ્થર માથા પર લાગવાથી ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. આ અકસ્માતમાં સૈફના માથામાં 100 ટાંકા આવ્યા હતા.

સન્ની લિયોન: પોર્ન ઇન્ડસ્ટ્રી છોડીને હિન્દી સિનેમામાં પગ મુકનારી પ્રખ્યાત અભિનેત્રી સન્ની લિયોન અને તેના પતિ ડેનિયલ મરતા-મરતા બચ્યા છે. ખરેખર એકવાર પ્લેન ક્રેશમાં બંનેના જીવ જઈ શકે તેમ હતા. આવી સ્થિતિમાં પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.