બચ્ચન પરિવારના યૂરોપ વેકેશનની તસવીરો થઈ વાયરલ, જુવો જયા અને એશ્વર્યાની સુંદર તસવીરો

બોલિવુડ

લાંબા સમયથી દરેક જગ્યાએ માત્ર એક સૂત્ર સાંભળવા મળી રહ્યું છે કે, દો ગજ કી દૂરી, માસ્ક હૈ જરૂરી. આવી સ્થિતિમાં કોરોના મહામારી દરમિયાન, દરેક પોતાના ઘરમાં રહીને સુરક્ષિત રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જો કે હવે સ્થિતિઓ સામાન્ય થઈ રહી છે. સાથે જ વાત 2021ના શરૂઆતની કરીએ તો તે સમય દરમિયાન કોરોના ચેપ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો હતો. ત્યાર પછી જ્યારે કોરોનાની લહેર થોડી નબળી પડી હતી. ત્યારે સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટ હેઠળ, સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સ્ટાર્સ વેકેશન માટે બહાર નીકળ્યા, કારણ કે લાંબા સમયથી ઘરની ચાર દીવાલમાં રહીને લગભગ દરેક બોર થઈ ગયા હતા.

આવી સ્થિતિમાં જ્યારે છૂટ મળી તે દરમિયાન કોઈ દુબઈ તો કોઈ માલદીવમાં આરામથી વેકેશન માણવા પહોંચ્યા. આ દરમિયાન બચ્ચન પરિવારની યુરોપ વેકેશનની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. જોકે વાયરલ થયેલી આ તસવીરો કોરોના મહામારી પહેલા તેના યુરોપ હોલિડેની છે. તો ચાલો આજે અમે તમને તે વાયરલ તસવીરો વિશે જણાવીએ.

જણાવી દઈએ કે અભિષેક-એશ્વર્યાના લગ્ન પછી બચ્ચન પરિવાર એકસાથે યુરોપ ફરવા ગયો હતો અને ત્યાંથી જે તસવીરો બહાર આવી હતી. તે તસવીરોમાં અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય હાથ પકડેલા યૂરોપની સડકો પર ચાલતા જોઈ શકાય છે.

એશ્વર્યા વ્હાઈટ એંડ બ્લૂ, ફ્લોરલ પ્રિન્ટનો ડ્રેસ પહેરેલી આ દરમિયાન જોવા મળી હતી. તેણે પોતાના વાળ હાફ ટાઈ કર્યા હતા અને હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

બીજી બાજુ અભિષેક બચ્ચને ગ્રે ટ્રાઉઝર સાથે પિંક શર્ટ પહેર્યો હતો. તેમણે એક બેગ પણ લીધું હતું. એશ્વર્યા અને અભિષેક બંને સનગ્લાસ પહેરેલા જોવા મળ્યા હતા.

નોંધપાત્ર છે કે અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન અવારનવાર રિલેશનશિપ ગોલ આપતા રહે છે અને તેમની તસવીરો અને વીડિયો વાયરલ થતા રહે છે. સાથે જ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સાથે યુરોપથી કપલની વેકેશનની આ વર્ષની શરૂઆત વાળી તસવીરો ઈંટરનેટ પર છવાઈ ગઈ છે.

એક અન્ય તસવીરમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન જોવા મળી રહ્યા છે. તસવીર જોઈને લાગી રહ્યું છે કે આખો પરિવાર એ નક્કી કરી રહ્યો હતો કે શોપિંગ માટે ક્યાં જવું.

બિગ બીએ બ્લૂ જીન્સ સાથે વ્હાઈટ શર્ટ પહેર્યો હતો જ્યારે જયા બચ્ચને વ્હાઈટ શોર્ટ કુર્તા, લાંબા સ્કર્ટ અને દુપટ્ટો પહેર્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે બચ્ચન પરિવાર પર પણ કોરોનાની ગાજ પડી ચુકી છે. અમિતાભ, અભિષેક, એશ્વર્યા અને તેમની પુત્રી આરાધ્યા બચ્ચન પણ કોરોનાથી સંક્રમિત થયા હતા, જ્યારે માત્ર જયા બચ્ચન જ તેનાથી બચી શકી હતી.