અમિતાભની પૌત્રી અને ભાણેજ એ કંઈક આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કર્યો રક્ષાબંધનનો તહેવાર, જુવો તેમની આ ખાસ તસવીરો

બોલિવુડ

આ વખતે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર બે દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. દેશમાં 11મી ઓગસ્ટે પણ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો અને 12મી ઓગસ્ટે પણ ઉજવવામાં આવી રહ્યો છે. 11મી ઓગસ્ટના રોજ આખો દિવસ ભદ્રાનો સમય હતો અને આ દરમિયાન રાખડી બાંધવી એ શુભ નથી. જો કે, 11 ઓગસ્ટના રોજ, ભદ્રા કાળ સિવાય, શુભ મુહૂર્તમાં રાખડીઓ બાંધવામાં આવી.

બોલિવૂડ સેલેબ્સે પણ ધામધૂમથી રક્ષાબંધનનો તહેવાર સેલિબ્રેટ કર્યો. હિન્દી સિનેમાના પ્રખ્યાત બચ્ચન પરિવારે પણ 11 ઓગસ્ટના રોજ આ તહેવાર ઉજવ્યો હતો. આ દરમિયાન અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની પૌત્રી અને અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચન પણ તેના ભાઈને રાખડી બાંધતા જોવા મળી હતી.

સોશિયલ મીડિયા પર એશ્વર્યા રાય બચ્ચનના ઈન્સ્ટાગ્રામ ફેન પેજ પરથી પર બે તસવીરો શેર કરવામાં આવી છે. જેમાં એશ્વર્યા પોતાની પુત્રી સાથે જોવા મળી રહી છે. તસવીરમાં અમિતાભ બચ્ચનની પૌત્રી અને ભાણેજ અગસ્ત્ય નંદા પણ જોવા મળી રહ્યા છે. અગસ્ત્ય બિગ બીની પુત્રી શ્વેતા બચ્ચનનો પુત્ર છે. જો કે તમને જણાવી દઈએ કે આ તસવીરો જૂની છે. એટલે કે આ તસવીરો આ રક્ષાબંધનની નથી.

અગસ્ત્યએ પોતાના મામા એટલે કે અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા સાથે આ તહેવાર ઉજવ્યો હતો. બંનેની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સાથે જ બંને સાથે એશ્વર્યાને જોઈને ચાહકો પણ ખૂબ ખુશ થઈ રહ્યા છે. પહેલી તસવીરમાં આરાધ્યા અગસ્ત્યને તિલક લગાવતા જોવા મળી રહી છે, તો બીજી તસવીરમાં આરાધ્યા પોતાની ફઈના પુત્ર અગસ્ત્યના કાંડા પર રાખડી બાંધતા જોવા મળી રહી છે.

સાથે જ એક તસવીરમાં આરાધ્યા અને અગસ્ત્ય સાથે, અગસ્ત્યની સગી બહેન નવ્યા નવેલી નંદા પણ એક તસવીરમાં જોવા મળી રહી છે. જ્યારે એક તસવીરમાં આરાધ્યા અગસ્ત્યના ખોળામાં બેસીને તેની સાથે મસ્તી કરી રહી છે.

સોશિયલ મીડિયા પર આ તસવીરો ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જૂની તસવીરો હોવા છતાં ચાહકો તેમના પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. જો કે આ તસવીરો 11 ઓગસ્ટે જ રક્ષાબંધન પર શેર કરવામાં આવી છે. તેને ઈન્સ્ટા પર હજારોની સંખ્યામાં લાઈક્સ મળી છે. આ ઉપરાંત અન્ય એક તસવીરમાં આખો બચ્ચન પરિવાર જોવા મળી રહ્યો છે. વાયરલ તસવીરમાં તમે અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, શ્વેતા બચ્ચન નંદા, અગસ્ત્ય, નવ્યા અને આરાધ્યાને જોઈ શકો છો.

10 વર્ષની છે આરાધ્યા: જણાવી દઈએ કે અભિષેક અને આરાધ્યાની લાડલી 10 વર્ષની થઈ ચુકી છે. આરાધ્યાનો જન્મ નવેમ્બર 2011માં થયો હતો. આરાધ્યા એક ચર્ચિત સ્ટાર કિડ છે.

બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે અગસ્ત્ય: બીજી તરફ અગસ્ત્ય નંદાની વાત કરીએ તો 21 વર્ષના અગસ્ત્ય હિન્દી સિનેમામાં પગ મુકવા જઈ રહ્યા છે. તેમની પહેલી ફિલ્મ ‘ધ આર્ચીઝ’ હશે. નોંધનીય છે કે આ ફિલ્મથી શ્રીદેવીની નાની પુત્રી ખુશી કપૂર અને શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.