એશ્વર્યાથી લઈને જયા બચ્ચનની જ્વેલરીમાં શામેલ છે કિંમતી હીરા જે છે બચ્ચન પરિવારનો એક ભાગ, જુવો બચ્ચન પરિવારની નાયાબ જ્વેલરી

બોલિવુડ

બી-ટાઉનનો બચ્ચન પરિવાર તેના શાહી દરજ્જા અને પરંપરાઓ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. જ્યારે પણ બચ્ચન પરિવારની પુત્રવધૂઓ કોઈના લગ્ન અથવા કોઈ ફંક્શનમાં જાય છે ત્યારે દરેકની નજર તેમના લુક અને ઘરેણાં પર હોય છે. એશ્વર્યા-શ્વેતાથી લઈને જયા બચ્ચન સુધી પાર્ટીમાં લોકો તેના આગમનની આતુરતાથી રાહ જુવે છે. આજે અમે તમને બચ્ચન પરિવારના કિંમતી જ્વેલરી કલેક્શનની એક ઝલક બતાવવા જઈ રહ્યા છીએ.

વિશ્વ સુંદરી અને બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા રાય બચ્ચનને જ્વેલરી ખૂબ પસંદ છે અને તે હંમેશા તેના ટ્રેડિશનલ લુક સાથે નેકપીસ કેરી કરે છે. મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્નમાં જ્યારે એશ્વર્યા સિલ્ક સારી અને કાનમાં ઝુમકા સાથે મોટું ચોકર પહેરીને પહોંચી હતી ત્યારે દરેકની નજર તેના પર રહી ગઈ હતી.

એશ્વર્યા રાય પ્રસંગ અને તેના આઉટફિટ મુજબ જ્વેલરી પસંદ કરે છે. બ્યુટી ક્વીન પર કુંદન સેટ ખૂબ જ સુંદર લાગે છે. એશ્વર્યાના છેલ્લા કાન્સ લુક વિશે વાત કરીએ તો, તેણે ગોલ્ડ જ્વેલરી સાથે યલો સાડી પહેરી હતી. જેમાં પણ એશ્વર્યા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

માત્ર એશ્વર્યા જ નહીં પરંતુ જયા બચ્ચન, પુત્રી શ્વેતા બચ્ચન અને તેની પુત્રી નવ્યા નવેલી નંદા લગભગ દરેકને જ્વેલરી પહેરવાનો શોખ છે. તેમની તસવીર જોયા પછી સ્પષ્ટ થાય છે કે બચ્ચન પરિવારે તેમની કમાણીનો મોટો ભાગ જ્વેલરી ખરીદવામાં ખર્ચ કર્યો છે. શ્વેતા બચ્ચન તેના લગ્નમાં ઘરેણાંથી સજ્જ હતી.

તમને જણાવી દઈએ કે શ્વેતા બચ્ચને બિઝનેસમેન નિખિલ નંદા સાથે લગ્ન કર્યા છે. દરેક ફંક્શન માટે તૈયાર થયા પછી, જયા અને શ્વેતા તસવીરો ક્લિક કરે છે અને આ તસવીરો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરે છે. શ્વેતા બચ્ચનની જ્વેલરી દુર્લભ છે.