અંબાણીના લગ્નમાં બચ્ચન પરિવારે ચોરી લીધી લાઈમલાઈટ, જુવો એશ્વર્યાથી લઈને શ્વેતા સુધીની તસવીરો

વિશેષ

દેશના પ્રખ્યાત બિઝનેસમેન અનિલ અંબાણી અને ટીના અંબાણીના પુત્ર અનમોલ અંબાણીના લગ્ન કૃશા શાહ સાથે ખૂબ જ ધામધૂમથી થયા છે. આ કપલના લગ્નમાં બોલિવૂડ અને બિઝનેસ દુનિયા સાથે જોડાયેલી ઘણી મોટી હસ્તીઓ શામેલ થઈ હતી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે અને ચાહકો આ તસવીરો પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.

વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કૃશા અને અનિલ અંબાણી ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. આ સાથે જ તેમના લગ્નમાં આવનાર મહેમાનો પણ ચર્ચામાં રહ્યા. પરંતુ સૌથી વધુ બોલ બાલા બચ્ચન પરિવારનો રહ્યો છે.

ખરેખર અનમોલ અંબાણી અને કૃશા શાહના લગ્નમાં બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા રાય બચ્ચન પોતાની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે પહોંચી હતી, જેમની હાજરીએ મેહફિલનો રંગ જમાવી દીધો. સાથે જ સોશિયલ મીડિયા પર પણ આ માતા અને પુત્રીની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે અને ચાહકો તેમને ખૂબ પસંદ કરી રહ્યા છે.

તસવીરોમાં જોઈ શકાય છે કે ટીના અંબાણીના પુત્ર અનમોલ અંબાણીના લગ્નમાં એશ્વર્યા પોતાની પુત્રી સાથે લાલ રંગનો લહેંગો પહેરેલી જોવા મળી હતી. તેના લહેંગા પર ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું હતું, જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યું હતું. સાથે જ આરાધ્યા પણ પોતાની માતાની જેમ લાલ રંગના લહેંગામાં જોવા મળી હતી જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.

આ ઉપરાંત જયા બચ્ચન, અમિતાભ બચ્ચન અને તેમની પુત્રી શ્વેતા બચ્ચન અને ભાણેજ નવ્યા નવેલી નંદા પણ આ લગ્નમાં શામેલ થઈ, જેણે પોતાના ડ્રેસથી લોકોનું ધ્યાન ખેંચ્યું. આ તસવીરોમાં જોઈ શકાય છે કે શ્વેતા નંદા અને તેની પુત્રી નવ્યા નવેલી નંદાનો ડ્રેસ પ્રિન્ટેડ છે અને તે ખૂબ જ સુંદર લાગી રહી છે અને દરેકને તેની સ્ટાઇલ પસંદ આવી છે.

સાથે જ અભિષેક બચ્ચન પણ કલરફુલ જેકેટ પહેરેલા જોવા મળ્યા હતા, જેમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. આ ઉપરાંત બચ્ચન સાહેબે પાઘડી પહેરી હતી જેમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા.

આ ઉપરાંત લગ્નમાં સોનમ કપૂરના પતિ આનંદ આહુજા પણ જોવા મળ્યા હતા. આ સાથે જ બોલિવૂડ દુનિયા સાથે જોડાયેલા ઘણા લોકપ્રિય કલાકારો પહોંચ્યા હતા. સાથે જ દૂલ્હાની માતા ટીના અંબાણી લાલ અને લીલા રંગના ભારે ભરતકામવાળા લહેંગામાં જોવા મળી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

સાથે જ વાત કરીએ દુલ્હન કૃશા શાહ વિશે તો, તે મુંબઈમાં મોટી થઈ છે અને તે એક સોશિયલ વર્કર અને એંટરપ્રેન્યોર છે. જણાવી દઈએ કે, અનમોલ અંબાણી અને કૃશાની સગાઈ વર્ષ 2021માં ખૂબ જ રોયલ સ્ટાઈલમાં થઈ હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં રહી હતી. ત્યાર પછી તે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. જણાવી દઈએ કે, લગભગ એક અઠવાડિયાથી અંબાણી પરિવારમાં લગ્નના ફંક્શન ચાલી રહ્યા હતા.