એશ્વર્યા એ કર્યો છે માત્ર ઈંટર સુધીનો અભ્યાસ, જાણો બચ્ચન પરિવારના અન્ય સભ્યો કેટલું ભણેલા છે

બોલિવુડ

આજે પણ આપણી વચ્ચે જ્યારે એક્ટિંગ અથવા ગ્લેમરની દુનિયાના સ્ટાર્સની વાત આવે છે, ત્યારે કાં તો તેમની કારકિર્દી વિશે ચર્ચા થાય છે અથવા તો તેઓ પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલના કારણે હેડલાઇન્સમાં જોવા મળે છે. પરંતુ, એવું ભાગ્યે જ જોવા મળે છે કે સ્ટાર્સના શિક્ષણ અથવા તેમના એજ્યુકેશન વિશે વાત કરવામાં આવે છે કારણ કે તેની કોઈ ખાસ જરૂર નથી હોતી. અને આજે આપણે મોટાભાગના સ્ટાર્સને તેમની એક્ટિંગ કુશળતા માટે જાણીએ છીએ. આવી સ્થિતિમાં, આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડ ફિલ્મ ઈંડસ્ટ્રીના એક એવા જ ખૂબ જ પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત પરિવારના સભ્યોના એજ્યુકેશન વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. અમારી આ પોસ્ટમાં, અમે બોલિવૂડના જે પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે કોઈ અન્ય નહીં પરંતુ બચ્ચન પરિવાર છે, જ્યાં પરિવારના એક કે બે નહીં પરંતુ 4 સભ્યો એક્ટિંગની દુનિયા સાથે જોડાયેલા છે.

અમિતાભ બચ્ચન: અમારા આ લિસ્ટમાં પહેલું નામ બચ્ચન પરિવારના સૌથી મુખ્ય સભ્ય અમિતાભ બચ્ચનનું છે. જેઓ આજે ફિલ્મી દુનિયામાં હિન્દી સિનેમાના સુપરસ્ટાર તરીકે પોતાની ઓળખ ધરાવે છે. સાથે જ જો આપણે અમિતાભ બચ્ચનના શિક્ષણની વાત કરીએ તો, અમિતાભ બચ્ચને નૈનીતાલની એક સ્કૂલમાંથી ઇન્ટરનો અભ્યાસ કર્યો છે અને ત્યાર પછી અભિનેતાએ દિલ્હી યુનિવર્સિટીની કોરેમલ કોલેજમાંથી બીએસસી પૂર્ણ કર્યું છે.

જયા બચ્ચન: એક સમયે બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ખૂબ જ સુંદર અને જાણીતી અભિનેત્રી તરીકે પોતાની ઓળખ ધરાવનાર અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચને પોતાનો શરૂઆતનો અભ્યાસ ભોપાલની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાંથી પૂર્ણ કર્યો છે અને ત્યાર પછી જયા બચ્ચને FTII પુણેથી એક્ટિંગમાં પોતાનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે.

અભિષેક બચ્ચન: આ લિસ્ટમાં આગળનું નામ અભિનેતા અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચનનું છે, જેમણે પોતાના પિતાની જેમ ઘણા સમય પહેલા એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો છે અને આજે તે ફિલ્મો ઉપરાંત OTTમાં પણ ખૂબ એક્ટિવ છે. જો તેમના અભ્યાસની વાત કરીએ તો, અભિષેક બચ્ચને બોસ્ટન યુનિવર્સિટીમાંથી એક્ટિંગની ડિગ્રી મેળવી. પરંતુ, તે પોતાનો કોર્સ પૂર્ણ કરી શક્યા નહિં.

એશ્વર્યા રાય: મિસ વર્લ્ડનો એવોર્ડ જીતી ચૂકેલી બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ખૂબ જ સુંદર અને જાણીતી અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન પરિવારની વહુ છે. જો આપણે તેના અભ્યાસ વિશે વાત કરીએ તો, તેણે પોતાનો ઈંટર સુધીનો અભ્યાસ કર્યા પછી સાંસદ એકેડમી ઓફ આર્કિટેક્ચર માં ગેજ્યુએશન માટે એડમિશન લીધું હતું. પરંતુ, તે દિવસોમાં તેના મોડલિંગના શોખને કારણે એશ્વર્યા પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરી શકી ન હતી અને આજે તે એક્ટિંગની દુનિયામાં પોતાની કારકિર્દી બનાવી ચુકી છે.

શ્વેતા બચ્ચન: અમારા આ લિસ્ટમાં છેલ્લું નામ અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચનનું છે. જે ભલે એક્ટિંગની દુનિયાનો ભાગ ન હોય, પરંતુ આજે લોકોની વચ્ચે તેની ખૂબ જ સારી ફેન ફોલોઈંગ છે. સાથે જ જો તેના અભ્યાસની વાત કરીએ તો શ્વેતા બચ્ચને પોતાનો અભ્યાસ સ્વિટ્ઝરલેન્ડથી કર્યો છે અને તેણે અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.