જુવો બચ્ચન પરિવારનો 20 વર્ષ જૂનો વીડિયો, જયાએ અમિતાભની દાઢી વિશે કહી હતી આ વાત

બોલિવુડ

‘સદીના મહાનાયક’ અમિતાભ બચ્ચન અને દિગ્ગ્ઝ અભિનેત્રી જયા બચ્ચનની જોડી હિન્દી સિનેમાની ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય જોડી છે. બંને કલાકારોએ હિન્દી સિનેમામાં મોટું નામ કમાવ્યું છે. બંને જ્યારે પણ એકસાથે જોવા મળે છે ત્યારે ચાહકો પણ ખુબ ખુશ થઈ જાય છે. લગ્ન પછીથી અત્યાર સુધી બંનેનો સાથ 48 વર્ષનો થઈ ચુક્યો છે.

અમિતાભ અને જયાએ વર્ષ 1973માં જૂન મહિનામાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને આ વર્ષે જૂન મહિનામાં 49 વર્ષ પૂર્ણ થઈ જશે. નોંધપાત્ર છે કે અમિતાભ અને જયાએ પોતાની કારકિર્દીના શરૂઆતના સમયમાં ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું છે અને પછી પણ બંને ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે.

એક વખત અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન પોતાના બાળકો અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદા સાથે પ્રખ્યાત અભિનેત્રી સિમી ગરેવાલના ચેટ શો પર પહોંચ્યા હતા. ત્યાર પછી તસવીર માટે પોઝ આપતી વખતે જયાએ બિગ બીની દાઢીની મજાક ઉડાવી હતી. તેની સાથે જોડાયેલો એક વીડિયો તાજેતરમાં સિમી ગરેવાલ એ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

સિમી ગરેવાલ સાથે આખો બચ્ચન પરિવાર જોવા મળી રહ્યો છે. અમિતાભ અને જયા પોતાના બંને બાળકો સાથે જોવા મળી રહ્યા છે. બિગ બી અને જયા બંને સિમી સાથે વાતચીત કરી રહ્યા છે. સિમી બચ્ચન પરિવારનો તેના શોમાં આવવા માટે આભાર માને છે અને કહે છે કે સારી વાત એ છે કે બધું બરાબર થઈ ગયું છે.

આગળ સિમી ગરેવાલની વાત સાંભળીને અમિતાભ બચ્ચન કહે છે કે, “જ્યારે પણ તમને શો છોડવાનું મન થશે, હું સંભાળી લઈશ. મેં દોઢ વર્ષ ટેલિવિઝનમાં પણ કર્યું છે, મારે માત્ર સફેદ કપડાં જ પહેરવાના છે. ત્યાર પછી જયાએ ચુટકી લેતા કહ્યું કે, “અને દાઢીનું શું થશે?”

અમિતાભે આગળ પોતાના જવાબથી દિલ જીતી લીધું. તેમણે કહ્યું કે, “દાઢી તો પહેલેથી જ સફેદ છે”. બિગ બીની આ વાત સાંભળીને બિગ બીની સાથે દરેક જોર-જોરથી હસવા લાગ્યા. આ વીડિયો શેર કરતાં સિમીએ કૅપ્શનમાં લખ્યું કે, “મારી પ્રિય મીટિંગની ક્ષણો, બચ્ચન પરિવારને ચાર-શૉટ માટે એક સાથે લાવવો ખૂબ મુશ્કેલ હતું!! આ તો માત્ર શરૂઆત છે એક ફન પેક્ડ શૂટ ની…વધુ વિડિયો આવવાના બાકી છે”.

 

View this post on Instagram

 

A post shared by Simi Garewal (@simigarewalofficial)

આ વીડિયો સિમીએ થોડા દિવસો પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો હતો, જોકે આ વીડિયો ખૂબ ખાસ અને ફની છે. પૂરા બચ્ચન પરિવારને એકસાથે જોઈને ચાહકો પણ ખૂબ જ ખુશ છે. બિગ બીના જવાબની ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પણ પ્રશંસા કરી છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું છે કે, ‘આ ખૂબ જ પ્રેમાળ હતું. ખાસ રીતે છેલ્લું’

એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, “તે ખૂબ જ સારું હતું”. જ્યારે એક યુઝરે કમેન્ટ કરી કે, “અમિતાભ બચ્ચન જેવું કોઈ નથી. મારા સૌથી ફેવરિટ”. એક યુઝરે અમિતાભ અને અભિષેક વચ્ચેના બોન્ડની પ્રશંસા કરી અને લખ્યું, “અમેઝિંગ પિતા અને પુત્રની જોડી”.

બિગ બીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેમની ફિલ્મ ‘ઝુંડ’ 4 માર્ચે રિલીઝ થઈ છે. આ ફિલ્મને ખૂબ પ્રશંસા મળી રહી છે, જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ બતાવી રહી નથી.