બાળપણમાં કંઈક આવી દેખાતી હતી ‘તારક મેહતા’ ની બબીતાજી, તસવીર જોઈને ઓળખવી પણ બની જશે મુશ્કેલ

મનોરંજન

મુનમુન દત્તા ટીવી ઈંડસ્ટ્રીની એક ખૂબ જ સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી છે. મુનમુન દત્તાએ પોતાની એક્ટિંગ અને સુંદરતાથી લાખો-કરોડો દિલ પર રાજ કર્યું છે અને કરી રહી છે. મુનમુન છેલ્લા દોઢ દાયકાથી ગ્લેમર ઈંડસ્ટ્રી સાથે જોડાયેલી છે. 28 સપ્ટેમ્બર 1987 ના રોજ આ અભિનેત્રીનો જન્મ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં થયો હતો.

મુનમુન દત્તાને મોટાભાગના લોકો બબીતા અથવા બબીતાજી ના નામથી ઓળખે છે. જણાવી દઈએ કે નાના પડદાની કોમેડી પર આધારિત પ્રખ્યાત સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાજીના પાત્રમાં જોવા મળતી અભિનેત્રીનું સાચું નામ મુનમુન દત્તા છે.

મુનમુન ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નું એક મુખ્ય અને ચર્ચિત પાત્ર છે. તે શોની શરૂઆતથી જ શો સાથે જોડાયેલી છે. કહેવાય છે કે મેકર્સને બબીતાજીના પાત્ર માટે મુનમુનનું નામ શોમાં જેઠાલાલ ગડાની ભૂમિકા નિભાવનાર અભિનેતા દિલીપ જોષીએ સૂચવ્યું હતું, ત્યાર પછી મુનમુનની શોમાં એંટ્રી થઈ ગઈ.

મુનમુન દત્તા અવારનવાર કોઈ ને કોઈ કારણસર હેડલાઈન્સમાં રહે છે. સોશિયલ મીડિયા પર તેની હોટ અને બોલ્ડ તસવીરો ખૂબ જ વાયરલ થાય છે, જોકે અત્યારે તેની કેટલીક એવી તસવીરો વાયરલ થઈ રહી છે, જેને જોઈને ચાહકો તેને ઓળખી શક્યા નથી કારણ કે આ તસવીરો ખૂબ જૂની છે અને તેના બાળપણના દિવસોની છે.

સોશિયલ મીડિયા પર મુનમુનની જૂની તસવીરો ખૂબ ચર્ચામાં છે. અભિનેત્રીની જૂની અને બાળપણની તસવીરો જોયા પછી તે કહેવું બિલકુલ ખોટું નહિં હોય કે તે બાળપણથી જ ક્યૂટ હતી. સાથે જ આજની સરખામણીમાં તેની સ્માઈલ પણ અકબંધ છે.

બાળપણની આ તસવીરોમાં મુનમુનની એક અલગ જ સ્ટાઈલ જોવા મળી રહી છે. તે વાદ્યયંત્રો પર હાથ અજમાવી રહી છે. બંને તસવીરોમાં તમે તેને હાર્મોનિયમ વગાડતા જોઈ શકો છો. એક તસવીર તે સમયની છે જ્યારે તે ખૂબ નાની હતી અને એક તસવીર તે સમયની છે જ્યારે તે થોડી મોટી થઈ ગઈ હતી. તમને માહિતી માટે જણાવી દઈએ કે, બબીતાજી એટલે કે મુનમુન દત્તાને એક્ટિંગની સાથે સંગીતની દુનિયા સાથે પણ ઉંડો લગાવ છે. તે મ્યૂઝિકનો પણ શોખ ધરાવે છે અને બાળપણની આ તસવીરો આ તરફ સ્પષ્ટ ઈશારો કરી રહી છે.

સોશિયલ મીડિયા પર છે મુનમુનની મોટી ફેન ફોલોવિંગ: જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર મુનમુને પોતાની મજબૂત ફેન ફોલોઈંગ બનાવી રાખી છે. તેની હોટ અને સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે. મુનમુન ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર પોતાની તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે. ઈન્સ્ટા પર 200 લોકોને ફોલો કરનાર મુનમુન અત્યાર સુધીમાં 1000 પોસ્ટ્સ કરી ચુકી છે. સાથે જ તેના ઇન્સ્ટા ફોલોઅર્સ 59 લાખ થી વધુ છે.

મુનમુનની પર્સનલ લાઈફની વાત કરીએ તો 34 વર્ષની થઈ ચુકેલી મુનમુને આજ સુધી લગ્ન કર્યા નથી. જોકે વર્ષો પહેલા મુનમુન પોતાનાથી 15 વર્ષ મોટા અભિનેતા અરમાન કોહલી સાથે રિલેશનમાં રહી હતી. જોકે આ રિલેશનનો અંત વિવાદિત રહ્યો હતો.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના ટપ્પૂ સાથે પણ જોડાયું નામ: સાથે જ તાજેતરમાં જ મુનમુનનું નામ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના ટપ્પૂ એટલે કે રાજ અનાડકટ સાથે પણ જોડાયું હતું, જોકે આવા સમાચાર આવ્યા પછી અભિનેત્રી ગુસ્સે થઈ હતી અને તેને ખોટા જણાવ્યા હતા.