બબીતા ફોગાટ નો નાનો પહેલવાન બન્યો બાલ કૃષ્ણ, જુવો તેના નાના પહેલવાનની ક્યૂટ તસવીરો

બોલિવુડ

30 ઓગસ્ટના રોજ દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ દરમિયાન દરેકે પોતાના ઘરે અથવા મંદિરમાં જઈને બાળ ગોપાલ એટલે કે નાના કૃષ્ણની પૂજા કરી. જોકે નાના બાળકોને પણ બાલ ગોપાલનું સ્વરૂપ માનવામાં આવે છે. જન્માષ્ટમી ના પ્રસંગ પર ઘણા માતા -પિતા પોતાના બાળકને કૃષ્ણની જેમ તૈયાર કરે છે. નાના બાળકો કાન્હાના ગેટઅપમાં ખૂબ જ સુંદર લાગે છે. દંગલ ગર્લ ના નામથી પ્રખ્યાત ભારતની જાણીતી મહિલા પહેલવાન બબીતા કુમારી ફોગાટ એ પણ પોતાના પુત્રને કન્હા ના રૂપમાં તૈયાર કર્યો હતો.

20 નવેમ્બર 1989 ના રોજ હરિયાણાના ભિવાની જિલ્લામાં જન્મેલી બબીતા ​​ફોગાટનો પુત્ર માત્ર 8 મહિનાનો થઈ ગયો છે. નોંધપાત્ર વાત એ છે કે બબીતા ​​11 ડિસેમ્બર 2020 ના રોજ પહેલી વખત માતા બની હતી. તેમણે એક પુત્રને જન્મ આપ્યો હતો જેનું નામ યુવરાજ છે. બબીતાના પતિ વિવેક સુહાગ પણ વ્યવસાયે પહેલવાન છે. તે વર્ષ 2018 માં ભારત કેસરીના વિજેતા રહ્યા છે.

બબીતા ​​અને વિવેકના લગ્ન 1 ડિસેમ્બર 2019 ના રોજ તેમના ગામ બલાલીમાં થયા હતા. આ લગ્નમાં માત્ર 21 બારાતીઓ શામેલ થયા હતા. આ લગ્ન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય રહ્યા હતા. પોતાના લગ્નમાં બબીતાએ સાતને બદલે આઠ ફેરા લીધા હતા. તેમનો આઠમો ફેરો ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ને સમર્પિત હતો. તેમના આ વિચારની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી.

માતા બનવા પર બબીતાની ખુશી નું ઠેકાણું ન હતું. બબીતા ​​અવારનવાર પોતાના પુત્રની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેના ચાહકો પણ બબીતાના લાડલાને જોવો પસંદ કરે છે. જન્માષ્ટમી ના પ્રસંગ પર બબીતાએ તેના પુત્રને કૃષ્ણની જેમ તૈયાર કર્યો હતો. તેમણે કાન્હા બનેલા પોતાના પુત્રની કેટલીક તસવીરો પણ સોશિયલ મોડીયા પર શેર કરી છે.

આ તસવીરોમાં બબીતાનો પુત્ર કૃષ્ણના લુકમાં જોવા મળી રહ્યો છે. વાંસળી અને મોરપીછ સાથે બબીતાનો યુવરાજ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. તસવીરો ક્લિક કરતી વખતે તે ખૂલીને હસી રહ્યો છે અને એન્જોય કરી રહ્યો છે. બબીતાએ આ તસવીરો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું – મારો નટખટ કન્હો. આ સાથે તેણે દિલ વાળું ઇમોજી પણ બનાવ્યું.

સોશિયલ મીડિયા પર લોકો બબીતાના પુત્રની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તેઓ તેના પર રસપ્રદ કમેંટ પણ કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે, એક યુઝરે લખ્યું ‘ખૂબ જ ક્યૂટ પુત્ર છે.’ સાથે જ અન્ય એક યુઝરે કમેંટ કરી ‘છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ છોટો સો મેરો મદન ગોપાલ. ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી આપણાં બધાના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ આવે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.’ સાથે જ અન્ય એક યુઝરે કહ્યું ‘હાથી ઘોડા પાલકી જય કન્હૈયા લાલ કી .. ભગવાન તમારા બાળકને સ્વસ્થ રાખે અને સારું ભવિષ્ય આપે.’

નોંધપાત્ર છે કે બબીતા ​​ફોગાટ વર્ષ 2014 અને 2018 માં કોમનવેલ્થ ગેમ્સમાં કુસ્તીમાં ગોલ્ડ મેડલ વિજેતા રહી ચૂકી છે. સાથે જ તે 2010 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર, 2012 માં થયેલા કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ પણ જીતી ચૂકી છે. તે 2019 માં ભાજપની ટિકિટ પરથી દાદરીથી વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂકી છે, જોકે તે જીતી શકી નથી.