ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાને છોડ્યો અભ્યાસ, ઈસ્ટા પર લખી આ ઈમોશનલ પોસ્ટ, હવે કરશે આ કામ

બોલિવુડ

દિવંગત અભિનેતા ઇરફાન ખાનના નિધનને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. આ રીતે તેમના અચાનક નિધનથી ઈન્ડસ્ટ્રીને ખૂબ મોટો ઝટકો લાગ્યો હતો. તેનાથી ઘણો મોટો ઝટકો તેના પરિવારને લાગ્યો હતો. તેના માટે અભિનેતાનું અચાનક જવું દુનિયા ઉજડી જવાથી ઓછું ન હતું. તેમના મૃત્યુ પછીથી તેમનો પુત્ર બાબિલ ખૂબ ઉંડા શોકમાં હતો અને તે દરરોજ તેના પિતા સાથે પસાર કરેલા કિસ્સા શેર કરતો હતો.

હવે બાબિલે આજે સવારે અભ્યાસ છોડવાની ઘોષણા કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. બાબિલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતી વખતે આ વાતની માહિતી આપી છે કે હવે તે એક અભિનેતા તરીકે પોતાની કારકિર્દી બનાવવા માટે સંપૂર્ણ ધ્યાન આપી રહ્યો છે. આ કારણોસર તે પોતાનો અભ્યાસ પણ છોડી રહ્યો છે. જાણાવી દઈએ કે ઇરફાનનો પુત્ર બાબીલ યુકેની વેસ્ટમિંસ્ટર યુનિવર્સિટીમાંથી ફિલ્મી અભ્યાસમાં ‘બેચલર ઓફ આર્ટ્સ’નો અભ્યાસ કરતો હતો. મળતી માહિતી મુજબ તે ડિરેક્ટર અનવિતા દત્તની આગામી ફિલ્મ ‘નેટફ્લિક્સ’ પર આવનારી ફિલ્મથી એક અભિનેતા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરવા જઇ રહ્યો છે. તેણે અભ્યાસ છોડવાનો મેસેજ આપતા ઈંસ્ટાગ્રામ પર પોતાના મિત્રો અને યૂનિવર્સીટી માટે એક ઈમોશનલ મેસેજ છોડ્યો છે.

બાબીલે લખ્યું, ‘તમારી બધાની ખૂબ યાદ આવશે મારા પ્રિય મિત્રો. મુંબઈમાં મારા માત્ર એક કે બે મિત્રો છે. તમારા બધાની હાજરીથી બીજા દેશમાં મને ઘર જેવું વાતાવરણ મળ્યું. મને તમારા બધા સાથે ખૂબ પ્રેમ છે. આજે ફિલ્મ બીએ છોડી દીધું, કારણ કે હવે હું મારું સંપૂર્ણ ધ્યાન એક્ટિંગ પર કેન્દ્રિત કરવા ઈચ્છું છું. ગુડબાય વેસ્ટમિંસ્ટર યુનિવર્સિટી.’ આ સાથે તમને જણાવી દઈએ કે ફિલ્મ નિર્માતા શૂજિત સરકાર અને નિર્માતા રોની લાહિરીએ પણ ગયા અઠવાડિયે બાબિલ સાથે ફિલ્મ બનાવવાની ઘોષણા કરી હતી. આ પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ નથી.

ઇરફાન હંમેશા યાદ રહેશે: ઇરફાન ખાનનું 29 એપ્રિલ 2020 ના રોજ મુંબઇની કોકિલબેન હોસ્પિટલમાં નિધન થયું હતું. તેની કારકિર્દીના શ્રેષ્ઠ સમયે મૃત્યુના ક્રૂર હાથે ઇરફાનને બધાથી છીનવી લીધો. ઈરફાનને તેની ફિલ્મ હિંદી મીડિયમ માટે જે વર્ષે બેસ્ટ એક્ટરઆ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા તે વર્ષે ઈરફાનના મગજમાં કેન્સર હોવાના સમાચાર આવ્યા હતા. આ દરમિયાન ઇરફાન તેની સારવાર કરાવવા માટે લગભગ દોઢ વર્ષ લંડનમાં રહ્યો. તે સ્વસ્થ પણ થઈ રહ્યો હતો અને ફિલ્મોમાં પણ કમબેક કર્યું હતું. જેના કારણે લાગી રહ્યું હતું કે તે ટૂંક સમયમાં ફિલ્મોમાં જોવા મળશે. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. તેણે પોતાની આ બિમારી દરમિયાન ન અંગ્રેજી મીડિયમનું શુટીંગ શરૂ કર્યું હતું.

આ ફિલ્મ દરમિયાન તે એટલા ફિટ જોવા મળી રહ્યા ન હતા. જણાવી દઇએ કે રાજસ્થાનના નાના શહેર ટોંકથી બહાર આવીને ઈરફાન ખાને બોલિવૂડમાં એક્ટિંગમાં મોટું સ્થાન મેળવ્યું હતું. તેણે પોતાનું મોટું નામ બનાવવા માટે વીસ વર્ષથી વધુ મહેનત કરી. ત્યારે તે સુપરસ્ટાર બન્યા હતા પરંતુ નસીબને તેમની આ ઉંચાઈઓ પસંદ ન હતી.