હિન્દી સિનેમામાં અભિનેતાઓની સરખામણીમાં અભિનેત્રીઓની કારકિર્દી ટૂંકી હોય છે. ઘણીવાર જોવા મળે છે કે અભિનેત્રીઓની કારકીર્દિ લગ્ન પછી અને પછી બાળકો પછી લગભગ સમાપ્ત થઈ જાય છે. બાળકો થયા પછી ઘણીવાર બોલિવૂડની અભિનેત્રીઓ ફિલ્મના પડદાથી દૂર થઈ જાય છે. એવી ઘણી બોલીવુડ અભિનેત્રીઓ છે જેમણે પોતાના બાળકોના સારા ઉછેર માટે પોતાની કારકિર્દી પણ દાવ પર લગાવી દીધી. ચાલો આજે તમને આવી જ કેટલીક પ્રખ્યાત અભિનેત્રીઓ વિશે જણાવીએ.
અનુષ્કા શર્મા: હિન્દી સિનેમાની જાણીતી અને સુંદર અભિનેત્રી અનુષ્કા શર્માએ વર્ષ 2017 માં ઇટાલીમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. વિરાટ અને અનુષ્કા લગ્નના લગભગ 3 વર્ષ પછી માતા-પિતા બન્યા. 11 જાન્યુઆરી 2021 માં અનુષ્કાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. પુત્રીનું નામ વામિકા રાખવામાં આવ્યું. વામિકા 5 મહિનાની થઈ ચુકી છે અને અનુષ્કા ફિલ્મોથી દૂર રહીને પુત્રીનો ઉછેર કરી રહી છે.
એશ્વર્યા રાય બચ્ચન: હિન્દી સિનેમાની ખૂબ જ સુંદર અને સફળ અભિનેત્રીઓમાંથી એક એશ્વર્યા રાય બચ્ચનને દરેક સારી રીતે ઓળખે છે. એશ્વર્યાએ થોડા સમયના અફેર પછી સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2007 માં બંને લગ્નના બંધનમાં બંધાયા હતા અને વર્ષ 2011 માં એશ્વર્યાએ પુત્રી આરાધ્યાને જન્મ આપ્યો હતો. આરાધ્યાના જન્મ પછી, તે 4 વર્ષ સુધી ફિલ્મોથી દૂર રહી. વર્ષ 2015 માં અભિનેત્રીએ ફિલ્મ ઝઝ્બા થી કમબેક કર્યું હતું.
શિલ્પા શેટ્ટી: હિન્દી સિનેમાની સૌથી ફીટ અને હિટ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બોલિવૂડમાં ઘણી સુંદર ફિલ્મો આપી છે. વર્ષ 2009 માં બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે સાત ફેરા લીધા પછી શિલ્પા શેટ્ટી 2012 માં પુત્ર વિયાનની માતા બની હતી. જ્યારે વર્ષ 2020 માં, શિલ્પા અને રાજ સરોગસી દ્વારા પુત્રી સમિશાના માતાપિતા બન્યા. શિલ્પા ઘણા લાંબા સમયથી ફિલ્મોથી દૂર હતી, પરંતુ હવે તે હંગામા 2 સાથે મોટા પડદા પર કમબેક કરવા માટે તૈયાર છે.
માધુરી દીક્ષિત: માધુરી દિખીતે પોતાની દરેક સ્ટાઈલથી ચાહકોને ઘાયલ કર્યા છે. અભિનેત્રીએ વર્ષ 1999 માં ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2003 માં પુત્ર અરીન અને વર્ષ 2005 માં નાના રિયાનને જન્મ આપ્યો હતો. માતા બન્યા પછી તેણે પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી દીધી અને ત્યાર પછી 2 વર્ષ પછી માધુરીએ આજા નચ લે ફિલ્મથી બોલિવૂડમાં કમબેક કર્યું હતું.
શ્રીદેવી: હિંદી સિનેમાની દિવંગત અભિનેત્રી શ્રીદેવી પોતાની એક્ટિંગની સાથે જ પોતાની સુંદરતા અને શ્રેષ્ઠ ડાંસ માટે પણ પ્રખ્યાત હતી. વર્ષ 1996 માં બોની કપૂર સાથે લગ્ન કર્યા પછી, વર્ષ 1997 માં બંને જાન્હવી કપૂરના માતાપિતા બન્યા. સાથે જ ત્રણ વર્ષ પછી શ્રીદેવીએ પુત્રી ખુશીને જન્મ આપ્યો હતો. બે પુત્રીના ઉછેર માટે તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી. શ્રીદેવીએ લગભગ 15 વર્ષ પછી ફિલ્મ ઇંગ્લિશ વિંગ્લિશથી કમબેક કર્યું હતું.
કાજોલ: કાજોલે વર્ષ 1991 માં અજય દેવગણ સાથે લગ્ન કર્યા હતા. 2003 માં પુત્રી ન્યાસાના જન્મ પછી તે ત્રણ વર્ષ બ્રેક પર રહી હતી અને ત્યાર પછી 2010 માં પુત્ર યુગને જન્મ આપ્યો હતો. પુત્રના જન્મ પછી તેણે વર્ષ 2015 માં બોલિવૂડમાં કમબેક કર્યું હતું.