“બંટી તેરા સાબુન સ્લો હૈ ક્યા” બોલનારી બાળકી હવે થઈ ગઈ છે ખૂબ જ મોટી અને ગ્લૈમરસ, જુવો તેની હાલની તસવીરો

બોલિવુડ

એક્ટિંગની દુનિયામાં ઘણા લોકો પોતાની કારકિર્દી બનાવવા માટે આવે છે. આ એક એવી જગ્યા છે જ્યાં કેટલાક સફળતાના શિખરો પર પહોંચે છે તો કેટલાકને નિષ્ફળતા મળે છે. એક્ટિંગની દુનિયામાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડે છે, પરંતુ જેને એક વખત સફળતા મળી જાય તેનું નસીબ ચમકી જાય છે.

એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે નાની ઉંમરમાં સફળતા મેળવી છે. તમને બધાને લાઇફબૉય સાબુની જાહેરાતમાં “બંટી તેરા સાબુન સ્લો હૈ ક્યા” બોલનારી છોકરી તો સારી રીતે યાદ જ હશે. લાઈફબૉય સાબુની આ જાહેરાત ખૂબ જ પ્રખ્યાત થઈ હતી અને તેનાથી પણ વધુ પ્રખ્યાત છોકરીનો આ ડાયલોગ થયો હતો.

તમને જણાવી દઈએ કે જાહેરાતમાં જોવા મળેલી તે છોકરી હવે મોટી થઈ ચુકી છે અને આજે તે ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી બની ચુકી છે. તમારામાંથી ઘણા એવા હશે જે આ છોકરીને તેના નામથી ઓળખતા નહિ હોય, પરંતુ જો તમે તસવીર જોશો તો તમે એ જરૂર પૂછશો કે “અરે આ તે જ માસૂમ છોકરી છે?” લાઈફબૉયની જાહેરાતમાં જોવા મળેલી આ છોકરી કોઈ અન્ય નહીં પરંતુ ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અવનીત કૌર છે.

તમને જણાવી દઈએ કે અવનીત કૌર હાલના સમયમાં ટીવીની પ્રખ્યાત અભિનેત્રી બની ચુકી છે. અવનીત કૌરે માત્ર લાઈફબોની જાહેરાતમાં જ કામ નથી કર્યું પરંતુ તે હીરો હોન્ડા, ક્લિનિક પ્લસ અને કોકા કોલાની જાહેરાતમાં પણ જોવા મળી ચુકી છે. અવનીત કૌર જાહેરાતની દુનિયામાં ધૂમ મચાવવાની સાથે જ ટીવી ઈન્ડસ્ટ્રી પર પણ રાજ કરી રહી છે.

અવનીત કૌરે પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત ટેલિવિઝન સિરિયલ “મેરી મા” થી કરી હતી. આ પછી તે “ટેઢે હૈ પર તેરે મેરે હૈં” અને “ઝલક દિખલા જા 5” માં પણ જોવા મળી ચુકી છે. પરંતુ “અલાદ્દીન – નામ તો સુના હોગા” શોમાં જૈસ્મિનની ભૂમિકા નિભાવીને તેને સાચી લોકપ્રિયતા મેળવી છે. તેમાં તે સિદ્ધાર્થ નિગમ સાથે જોવા મળી હતી.

અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. 20 વર્ષની અવનીત કૌર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની સુંદર તસવીરો પોસ્ટ કરતી રહે છે, જેને તેના ચાહકો ખૂબ પસંદ કરે છે. આટલી નાની ઉંમરમાં તેની ફેન ફોલોઈંગ કરોડોમાં છે.

જ્યારે પણ અવનીત કૌર તેની ગ્લેમરસ તસવીરો શેર કરે છે, તે જોત જોતામાં જ વાયરલ થઈ જાય છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે અવનીત કૌરને ઈન્સ્ટાગ્રામ પર 27.8 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે, એટલે કે તેની સોશિયલ મીડિયા ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે.

તમને જણાવી દઈએ કે અવનીત કૌર ખૂબ જ પ્રખ્યાત યુટ્યુબર પણ છે અને મોટાભાગે પોતાના વીડિયો પોતાના ચાહકો સાથે શેર કરતી રહે છે. અવનીત કૌર ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની સાથે-સાથે રાની મુખર્જીની ફિલ્મ ‘મર્દાની 2’માં પણ જોવા મળી ચુકી છે. મર્દાની 2 માં, અવનીત કૌરે રાની મુખર્જીની ભાણેજ મીરાની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં અવનીત કૌરની એક્ટિંગને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી.