ટીવી દુનિયાની સૌથી લોકપ્રિય સીરિયલ ‘બાલિકા વધૂ’માં આનંદીનું પાત્ર નિભાવીને ઘર-ઘરમાં પ્રખ્યાત થયેલી અભિનેત્રી અવિકા ગૌર નાના પડદાની એક મોટી કલાકાર છે. તેની ખાસ એક્ટિંગે લોકોનું ધ્યાન ખેંચ્યું અને હવે તે ફિલ્મી દુનિયામાં પોતાનું નામ કમાવા જઈ રહી છે. જણાવી દઈએ કે આજે અવિકા ગૌર પોતાનો 24મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આવી સ્થિતિમાં, અમે તમને તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો અને તેમની અત્યાર સુધીની સુંદર તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.
માત્ર 14 વર્ષની ઉંમરમાં નિભાવ્યું હતું પરિણીત મહિલાનું પાત્ર: 30 જૂન, 1997ના રોજ જન્મેલી અવિકા ગૌર જ્યારે 11 વર્ષની હતી ત્યારે તેણે ટીવી સીરિયલ ‘બાલિકા વધૂ’માં કામ કર્યું હતું. આ સિરિયલમાં અવિકાએ એક એવી છોકરીનું પાત્ર નિભાવ્યું હતું જેના બાળપણમાં લગ્ન થઈ જાય છે. જણાવી દઈએ કે આ સીરિયલ દ્વારા અવિકા ગૌરને એક મોટી ઓળખ મળી અને લોકો આજે પણ તેને આનંદી તરીકે ઓળખે છે.
ખૂબ ઓછા લોકો જાણે છે કે અવિકાને માત્ર હિન્દી જ નહીં પરંતુ અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષા પણ સારી રીતે આવડે છે. બાલિકા વધુ પછી, અવિકા ગૌરે ‘સસુરાલ સિમર કા’માં રોલીની ભૂમિકા નિભાવી હતી, જેમાં તેને ખૂબ પસંદ પણ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન તે માત્ર 14 વર્ષની હતી અને તેણે એક પરિણીત મહિલાનું પાત્ર નિભાવ્યું હતું જેમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
મહેશ ભટ્ટની ફિલ્મથી ડેબ્યૂ કરશે અવિકા: જણાવી દઈએ કે, અવિકા ગૌર ટીવી સીરિયલ્સની સાથે સાથે ‘પાઠશાલા’ અને ‘મોર્નિંગ વોક’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી ચુકી છે. આ ઉપરાંત એવું કહેવામાં આવી રહ્યું છે કે અવિકા ટૂંક સમયમાં જ હોરર ફિલ્મ ‘1920: હોરર્સ ઓફ ધ હાર્ટ’થી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે જેને વિક્રમ ભટ્ટ અને મહેશ ભટ્ટ બનાવી રહ્યા છે.
પોતાની પહેલી ફિલ્મ વિશે અવિકાએ કહ્યું કે, તે પોતાની કારકિર્દીમાં જે પ્રકારનું પાત્ર નિભાવવા ઈચ્છતી હતી, તેને તે જ પાત્ર મળ્યું છે. હિન્દી ફિલ્મોની સાથે-સાથે અવિકા ગોરે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જણાવી દઈએ કે અવિકા ગૌર હવે ઘણી બદલાઈ ચુકી છે અને તે પહેલા કરતા વધુ ગ્લેમરસ અને સુંદર દેખાય છે.
સાથે જ સોશિયલ મીડિયા પર પણ તેની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે અને લોકો તેને ખૂબ પસંદ કરે છે. વાત કરીએ અવિકા ગૌરના અંગત જીવનની તો તેનું નામ પ્રખ્યાત અભિનેતા મનીષ રાયસિંઘન સાથે જોડાઈ ચુક્યું છે. આટલું જ નહીં પરંતુ તેનું અફેર પણ ખૂબ ચર્ચામાં રહ્યું હતું. જોકે પછી તે માત્ર અફવા હોવાનું બહાર આવ્યું હતું.