આજે લગ્નના બંધનમાં બંધાઈ જશે આથિયા અને કેએલ રાહુલ, આટલા વાગે લેશે સાત ફેરા, ફોન લઈ જવાની નથી પરમિશન

બોલિવુડ

ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને બોલિવૂડ હિરોઈન આથિયા શેટ્ટી આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. 23 જાન્યુઆરી એટલે કે આજે સાત ફેરા લીધા પછી આ બંને હંમેશા માટે એકબીજાનો હાથ પકડી લેશે. ગયા રવિવારે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલનું સંગીત ફંક્શન થયું હતું.

મળતી માહિતી મુજબ આ કપલે લગ્નમાં નો ફોન પોલિસી રાખી છે. તેનો અર્થ એ છે કે કોઈપણ મેહમાનને ફોન લાવવાની મંજૂરી નથી. જો કે છતા પણ આ કપલની સંગીત સેરેમનીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે વિડીયોમાં સુનીલ શેટ્ટીનો ખંડાલા વાળો બંગલો લાઈટથી શણગારેલો જોવા મળી રહ્યો છે, સાથે જ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન સ્થળ પર મેહમાનોની ચહલ-પહલ જોઈ શકાય છે, દરેક લોકો ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે.

સાંજે 4:00 કલાકે લેશે સાત ફેરા: મીડિયાના સમાચાર મુજબ, તમને જણાવી દઈએ કે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ આજે સાંજે 4:00 વાગ્યે મેહમાનો અને પરિવારોની સામે સાત ફેરા લેશે. ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા પછી, કપલ સાંજે 6:30 વાગ્યે પૈપરાઝીને મળશે. લગ્નમાં માત્ર 100 લોકો જ શામેલ થશે.

કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીની લવ સ્ટોરી: મીડિયા મુજબ, તમને જણાવી દઈએ કે આ બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. પછી ધીમે ધીમે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. જો કે બંનેએ પોતાની રિલેશનશિપને લાંબા સમય સુધી છુપાવીને રાખી હતી. પરંતુ અથિયા શેટ્ટીના ભાઈ અહાનની ડેબ્યુ ફિલ્મ ‘તડપ’ના સ્ક્રિનિંગ વખતે કેએલ રાહુલે પોતાની રિલેશનશિપને ઓફિશિયલ કરી હતી.