સંગીત સેરેમનીમાં ખૂબ નાચી આથિયા શેટ્ટી, સાથે જ કેએલ રાહુલ એ પણ લાગાવ્યા જોરદાર ઠુમકા, જુવો આથિયા-રાહુલની સંગીત સેરેમનીની તસવીરો

બોલિવુડ

બોલિવૂડના અન્ના કહેવાતા સુનીલ શેટ્ટીની લાડલી પુત્રી આથિયા શેટ્ટી લાંબા સમયથી ક્રિકેટર કેએલ રાહુલ સાથે રિલેશનશિપમાં છે અને હવે આ કપલ ટૂંક સમયમાં જ તેમના સંબંધને લગ્નનું નામ આપવા જઈ રહી છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ આજે 23 જાન્યુઆરી, 2023 ના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, અને આવી સ્થિતિમાં, આ કપલ તેમના લગ્નને લઈને જબરદસ્ત ચર્ચામાં છે અને સાથે જ બંનેના લગ્નની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે.

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલની પ્રી-વેડિંગ સેરેમની ની પણ ધમાકેદાર શરૂઆત થઈ ચુકી છે અને 22 જાન્યુઆરી, 2023ના રોજ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલની સંગીત સેરેમની ખૂબ જ ધામધૂમથી પૂર્ણ થઈ અને આ સંગીત સેરેમનીમાં બૉલીવુડથી લઈને ક્રિકેટ જગત સુધીના તમામ સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. ખંડાલામાં આવેલા સુનીલ શેટ્ટીના ફાર્મ હાઉસમાં સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ સાત ફેરા લેવાના છે અને સાથે લગ્નની તમામ વિધિઓ પણ આ ફાર્મહાઉસમાં ધૂમધામથી કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ છેવટે 23 જાન્યુઆરી 2023ના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે અને આ બંનેના લગ્ન બોલિવૂડના સૌથી પ્રખ્યાત અને ભવ્ય લગ્નોમાંથી એક છે. સુનીલ શેટ્ટીના ખંડાલામાં આવેલા બંગલા (જહાં)માં આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નની તમામ વિધિઓ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes) 

સાથે જ આ લગ્નમાં કેમેરા અથવા મોબાઇલ ફોન સાથે લઈ જવાની મંજૂરી નથી. જો કે, છતાં પણ પૈપરાજી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલની પ્રી-વેડિંગ સેરેમનીની ખાસ ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને આ ક્રમમાં આથિયા શેટ્ટી અને કેએલ રાહુલની સંગીત સેરેમનીનો એક ખાસ વીડિયો સામે આવ્યો છે જેમાં બંને તેમની સંગીત સેરેમનીને ખૂબ એન્જોય કરતા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર આથિયા શેટ્ટી અને કેએલ રાહુલની સંગીત સેરેમનીનો જે વીડિયો સામે આવ્યો છે તે વીડિયોમાં ક્રિકેટર કેએલ રાહુલ ‘મુઝસે શાદી કરોગી’ ગીત પર જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે અને સાથે જ આથિયા શેટ્ટી પણ આ ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહી છે. સમાચાર મુજબ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલની સંગીત સેરેમનીમાં જૂના એવરગ્રીન ગીતો પણ વગાડવામાં આવ્યા હતા, જેના પર કપલએ ખૂબ ડાન્સ કર્યો હતો અને સાથે જ સંગીત સેરેમનીમાં શામેલ થયેલા તમામ મેહમાનોએ પણ આ ફંક્શનને ખૂબ એન્જોય કર્યું.

સંગીત સેરેમનીમાં પ્લે કરવામાં આવ્યા આ સુપરહિટ ગીત: સંગીત સેરેમનીમાં ‘હમ્મા હમ્મા’ અને ‘બેશરમ રંગ’ જેવા ગીતો પ્લે કરવામાં આવ્યા હતા. શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’નું આ ગીત આ દિવસોમાં ખૂબ જ ટ્રેંડિંગ છે. કેએલ રાહુલના ‘જુમ્મા ચુમ્મા’ ગીત પર પરફોર્મ કરવાના સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે લગ્ન પહેલા આજે જ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલની હલ્દી સેરેમની થઈ રહી છે, જેની તસવીરો ટૂંક સમયમાં જ સામે આવી શકે છે.

મીડિયા રિપોર્ટ મુજબ, કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નને સંપૂર્ણ રીતે ભારતીય ફીલ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને એ પણ સમાચાર છે કે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નમાં આવનાર મેહમાનોને ભારતીય પરંપરા મુજબ પરંપરાગત સ્ટાઈલમાં કેળાના પાંદડા પર સાઉથ ઈંડિયન ડિશ પીરસવામાં આવશે. સાથે જ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અને સુનીલ શેટ્ટીના ખાસ મિત્ર અજય દેવગણે પણ સોશિયલ મીડિયા દ્વારા આથિયા શેટ્ટી અને કેએલ રાહુલને તેમના લગ્ન માટે શુભેચ્છા પાઠવી છે.